________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
૬૫ જોઈએ કે નહીં ! ગમે છે તમને આ વાત બધી.
પ્રશ્નકર્તા : બહુ કામની છે, દાદા.
દાદાશ્રી : શું બહુ ગમે ? સ્ત્રીઓ આગળ રોફ શું રહેશે આપણો ? દાદાએ તો આપણો રોફ જ તોડી નાખવા માંડ્યો !
છોરાંઓ કહે, તા પૈણવું અમારે,
મા-બાપતું સુખ (!) દેખ્યું રાતદા'ડે ! કારણ કે આમાં શું થાય છે કે મારી પાસે છોકરાઓ બધા આવે છે, ઈન્ડિયામાં, તે કોઈ ડૉક્ટર થયેલા, કોઈ ઇન્જનિયર થયેલા, બધા છોકરાઓ આવે છે. તે મેં કહ્યું, ભઈ, તને ઉંમર થઈ, ૨૫-૨૫ વર્ષના, ૨૮-૨૮ વર્ષના થયા. તમે લગ્ન કરી નાખો. લોકોને છોકરીઓ બહ હોય છે તે ઠેકાણે પડી જાય ને ' ત્યારે કહે, “ના, અમારે લગ્ન નથી કરવું.” મેં કહ્યું, ‘ભાઈ, કોઈને લગ્ન ન કરવાનું કહેતો નથી, તો તમે શા માટે લગ્ન નથી કરતા ?” તમે આવો મારી પાસે અહીં, સત્સંગ કરો, બધું કરો અને લગ્નય કરો. મને વાંધો નથી. તમારા પૈણવામાં મને વાંધો નથી. હું કંઈ બ્રહ્મચારીઓ કરવા નથી આવ્યો. હું તો શું કહું છું કે સંસારી જીવન જીવો અને જીવન એવું સુંદર જીવો કે બે ઘડી આપણને ઘરમાં ફૂલ-બગીચા જેવું લાગે. તે બહાર બગીચામાં જવું ના પડે. આ તો મૂઓ બહાર બગીચામાં જાય છે તોય મોઢે ચઢેલું હોય છે. એટલે આવું ન શોભે આપણને. આપણું ઘર બગીચા જેવું કરી નાખીએ.
પ્રશ્નકર્તા : પેલા બ્રહ્મચારીઓ પરણવાની કેમ ના પાડે છે ?
દાદાશ્રી : છોકરાઓ, પરણવાની કેમ ના પાડો છો ? મેં એમને પૂછ્યું કે, શું છે તમને હરકત ? તે મને કહોને ? કે સ્ત્રી તમને ગમતી જ નથી કે સ્ત્રી જોડે, તમે પુરુષ નથી કે શું છે હકીક્ત, વાસ્તવિકતા ? મને કહો, ત્યારે કહે, “ના, અમારે લગ્ન નથી કરવું.” મેં કહ્યું, કેમ ? ત્યારે કહે, ‘લગ્નમાં સુખ છે નહીં એવું અમે જોઈ લીધું છે.’ મેં કહ્યું, હજુ ઉંમરના નથી થયા, પૈણ્યા વગર તને શી રીતે ખબર પડી, અનુભવ થયો ? ત્યારે
કહે, “અમારા મા-બાપનું સુખ (!) અમે જોતા આવ્યા છીએ.” એટલે અમે જાણી ગયા આ લોકોનું સુખ ! આ લોકોને જ સુખ નથી તો આપણે પૈણીશું તો આપણે વધારે દુઃખી થઈશું. એટલે એવું બને ખરું ?
પછી મેં કહ્યું, ‘શું તારા મા-બાપનું સુખ જોયું ?” ત્યારે કહે, ‘રોજ કકળાટ, રોજ કકળાટ અમે તો આમ જોયા જ કરીએ. અરે, બળ્યું. આ તો જીવન છે, આના કરતાં એકલા પડી રહેવું સારું.’ એટલે જવાબદાર તો આપણે જ ને ! પછી છોકરાને પૂછ્યું, તારા બાપા ભણેલા નહીં હોય ?”
અરે, એ તો ઇજીનિયર છે, મૂઆ તોય આવું ?” ત્યારે કહે, ‘હા, એવું.” તારી મા ભણેલી નહીં હોય ? ત્યારે કહે, ‘એ બી.એસ.સી. છે.” હવે ભણેલો તોય જીવન જીવતાં ના આવડ્યું. જીવન જીવવાનું હોય એ શીખવું જોઈએ.
છોકરાઓ કહે છે, “અમારા ફાધર-મધરનું સુખ અમે જોઈ લીધું.’ એટલે હું સમજી ગયો કે ઓહોહો ! આ તો ઇન્ડિયન પઝલ આવું છે ? ઘેર ઘેર આવું તોફાન છે કે છોકરા નાખુશ થઈ જાય કે પૈણવું જ નથી એવું થઈ જાય ! આ કલ્ચર (સંસ્કાર) આપણું ના શોભે આપણને. આપણે આર્ય કલ્ચર, હાઈએસ્ટ ટોપ લેવલનું કલ્ચર, (ઊંચામાં ઊંચા સંસ્કારી) આપણે ત્યાં આવું ના હોય. છોકરાઓને એવો પુરાવો ન આપવો કે છોકરા ન પણે. કહે કે મારા ફાધર-મધર જેવા કોઈ માણસ જ નથી ! છોકરાઓ બધા બહાર કહી દે એટલે આબરૂ રહે કેટલી !! મને કહી દેને કે અમારા ફાધર-મધરનું સુખ જોયું ત્યારે હું સમજી ગયો કે ઓહોહો ! આટલો ભયંકર વેપાર હશે ? આ બધી પોલ કહી દે કે ના કહી દે, છોકરા ! કેવું જીવન જીવે તે છોકરા પૈણવા એ તૈયાર નથી !
એટલે પછી મારે લખવું પડ્યું છે. પુસ્તકમાં અનુક્વોલિફાઇડ ફાધર્સ એન્ડ ઇન્ક્વોલિફાઇડ મધર્સ આવા મા-બાપ છે એના ! ક્વોલિફાઇડ (લાયકાતવાળા) હોવું જોઈએ. છોકરા પણ કંટાળી જાય એટલે પૈણવા માટે લાયકાત છોડી દે છે. તમને કેમ લાગે છે, કંઈક હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? આ તો છોકરાઓ કહે છે કે અમારે નથી એ સુખ ભોગવવું કહે છે. અલ્યા, આ તો ખરાબ આબરૂ બંધાઈ ગઈ કહેવાય. ફાધર-મધરે એવું જીવન જીવવું જોઈએ કે છોકરાઓ ખુશી થઈને પૈણે. આ તો કહે