________________
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
પ૭
૫૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
એવો મતભેદ પડે છે કે એક છોકરો ને એક છોડી હોય, તો પછી બે છોકરા નથી એનો મતભેદ પડે છે ?
પ્રશ્નકર્તા: ના, આમ તો નાની નાની વાતમાં મતભેદ થાય.
દાદાશ્રી : અરે, આ નાની વાતમાં તો, એ તો ઈગોઇઝમ છે. એટલે એ બોલે ને આમ છે, ત્યારે કહેવું, ‘બરોબર છે” એમ કહીએ એટલે પછી કશુંય નહીં પાછું. પણ આપણે ત્યાં આપણી અક્કલ ઊભી કરીએ છીએ. અક્કલે અક્કલ લડે એટલે મતભેદ થાય.
પ્રશ્નકર્તા: ‘એ બરાબર છે' એવું મોઢેથી બોલવા માટે શું કરવું જોઈએ ? એ બોલાતું નથી, એ અહમ્ કેવી રીતે દૂર કરવો ?
દાદાશ્રી : એ હવે એ બોલાય નહીં પાછું. ખરું કહે છે. એ થોડા દા'ડા પ્રેક્ટિસ લેવી પડે. આ કહું છુંને એ ઉપાય કરવા માટે થોડા દા'ડા પ્રેક્ટિસ લો ને, પછી એ ફીટ થઈ જશે, એકદમ નહીં થાય.
પ્રશ્નકર્તા : મતભેદ કેમ પડે છે, એનું કારણ શું ?
દાદાશ્રી : મતભેદ પડે એટલે પેલો જાણે કે હું અક્કલવાળો એ પેલી જાણે હું અક્કલવાળી. અક્કલના કોથળા આવ્યા ! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતાં આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો... કેવી અક્કલવાળી છે ! તો એય ટાઢી પડી જાય પછી. પણ આપણેય અક્કલવાળા અને એય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું થાય છે ?
અને અક્કલવાળો મેં જોયો નહીં કોઈ જગ્યાએ. એ અક્કલવાળો કોનું નામ કહેવાય કે જે કોઈ દા'ડો કોઈની નકલ ના કરતો હોય એનું નામ અક્કલવાળો. આ તો બધા નકલી લોકો. હું જોઈ જોઈને શીખ્યો કહેશે. આ બેનોએ નકલ કરીને, કઢી કરતાં આવડી, જોઈને શીખી ગયાં. આ સાડી કોઈની જોઈને લાવ્યાં. અને પછી કહેશે, હું અક્કલવાળી.
મેં મારી જિંદગીમાં કદી નકલ નથી કરી, અસલ જ. મને અનુકૂળ
આવે એ જ કરું છું. બીજી કોઈની ભાંજગડ નહીં, હું ક્યાં શીખું તમારી પાર્ટીનું ? તમારું કોઇગ વાસી હોય ને હું પાછું મારું એ જ ચીતરું તો પાછું મારુંય વાસી થઈ જાય. આ મારે મતભેદ નથી પડતો કોઈની જોડે. કારણ કે મારામાં અક્કલ નહીં ને ! અક્કલના કોથળા બહુ મતભેદ પાડે. અક્કલવાળા વધારે હોયને એ બહુ મતભેદ પાડે. તારામાં અક્કલ ખરી કે નથી ?
પ્રશ્નકર્તા : ખબર નહીં.
દાદાશ્રી : તમારે મતભેદ પડે છે ખરા ને પણ ? માટે અક્કલવાળા છો. આ તો કો'ક દહાડો એવુંય સંભળાવી દે, ‘તારામાં પૈણ્યા ત્યારથી અક્કલ ઓછી છે.’ કહેશે. અરે, મેલને પૂળો અહીંથી. અક્કલ ઓછી છે. તે જાણે છે, ત્યારે વળી ગા ગા શું કરવા કરે છે વગર કામનો હવે ? શું અક્કલનો કોથળો ! આપણે અક્કલના કોથળા !!
આપણે તો એ અક્કલની વાતો કરતી હોયને, તો આપણે હસવું એટલે એ જાણે કે આ મારી મશ્કરી થવા માંડી એટલે બંધ થઈ જશે પછી. આપણે સામસામી બાઝવું નહીં. આમ ખરું છે, તેમ ખરું છે એ બોલતી હોયને, એટલે આપણે જાણ્યું કે આ અક્કલ ચાલી હવે. એટલે આપણે હસવું જરાક. એટલે એની મેળે બંધ થઈ જશે, ટાઢું ટપ્પ !
બાકી ઘરમાં મતભેદ ના પડાય. મતભેદ પડે એને માણસ જ કેમ કહેવાય ? મતભેદ ટાળતા ના આવડ્યા તો બુદ્ધિ જ ના કહેવાય ને ! મતભેદ પડે એવી વાત કરતા હોય તો આપણે એને ફેરવી શકાય છે. મતભેદ કેમ પડવા જોઈએ ?
મતભેદ તો બુદ્ધિ અને સમજણથી ભાંગી શકે એમ છે. મતભેદ ટળે એટલી જાગૃતિ તો પ્રકૃતિ ગુણથી પણ આવી શકે છે, મતિ પહોંચતી નથી તેથી મતભેદ થાય છે. મતિ ‘ફૂલ’ પહોંચે તો મતભેદ ના થાય. પણ આ કાળને લઈને અત્યારે બધા ફેક્યર થઈ ગયેલા છે. ને ભટક ભટક, ભટક કરે છે. કંઈ હેતુ નથી, કંઈ ભાન નથી, કશું જ નથી. એમાં ઘરમાં કોઈની જોડે સુખ નથી એને. અને ઘરવાળાનેય કોઈને સુખ નથી એની જોડે. અને