________________
પ૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
પપ નાખેને આ લોકો !
અરે, નહીં તો જોડે જોડે બેગો મૂકેલી હોયને તોય કહેશે, ‘ઉઠાવી લે તું તારી બેગ અહીંથી’. અલ્યા મૂઆ, પૈણેલો છું, આ શાદી કરી છે, એક છો કે નહીં ? અને પાછો લખે શું ? અધાંગિની લખે, મૂઆ, કઈ જાતના છો તે આ ! હા, ત્યારે મૂઆ, અર્ધાગિની શું કરવા લખે છે ? એમાં અર્ધા અંગ નહીં આ બેગમાં ? કોની પુરુષોની મશ્કરી કરીએ છીએ કે સ્ત્રીઓની આપણે ? ના, એવું કહેને, અધાંગિની નથી કહેતા ?
પ્રશ્નકર્તા : કહે ને !
દાદાશ્રી : અને આમ ફરી જાય પાછા. સ્ત્રીઓ ડખલ નહીં કરે. સ્ત્રીઓની બેગમાં જો કદી આપણા ધોતિયાં મૂક્યાં હોયને, તો ડખલ નહીં કરે અને આ તો બહુ એને અહંકાર. આમ આંકડો જ ઊંચો ને ઊંચો, વીંછીની પેઠ જરાક મારે તો ડંખ મારી દે હડહડાટ.
આ તો મારી વીતી બોલું છું હું કે, આ મારી આપવીતી બોલું છું. એટલે તમને બધાને પોતાને સમજણ પડે કે આમને વીતેલી આવી હશે. તમે એમ ને એમ સીધી રીતે કબૂલ કરો નહીં, એ તો હું કબૂલ કરી દઉં.
પ્રશ્નકર્તા: આપ બોલો એટલે બધાને પોતાનો પાછો ખ્યાલ આવી જાય ને કબૂલ કરે.
દાદાશ્રી : ના, પણ તમે કબૂલ ના કરો પણ હું તો કબૂલ કરી દઉં કે મારી વીતેલી છે, આપવીતી નહીં વીતેલી ? અરે, મારે ડંખ તે કેવો ડંખ મારે, તું તારે ઘેર જતી રહેજે, કહે છે. અલ્યા મૂઆ, જતી રહે તો તારી શી દશા થાય ? એ તો આ કર્મથી બંધાયેલી છે. ક્યાં જાય બિચારી ! પણ બોલું છું તે નકામું નહીં જાય, આ એના હાર્ટ ઉપર ડાઘ પડશે, પછી એ ડાઘ તારી ઉપર પડશે, મૂઆ. આ કર્મો ભોગવવા પડશે. એ તો એમ જાણે કે કંઈ જવાની છે હવે ? આવું ના બોલાય. અને એવું બોલતા હોય તો એ ભૂલ જ કહેવાયને ! થોડાઘણા તો ટોણા મારેલા કે નહીં મારેલા બધાએ ?
પ્રશ્નકર્તા : હા, મારેલા. બધાએ મારેલા એમાં અપવાદ ના હોય. ઓછું-વધતું પ્રમાણ હોય, પણ અપવાદ ના હોય.
દાદાશ્રી : એટલે આવું છે બધું. હવે આ બધાને ડાહ્યા બનાવવાના, બોલો હવે, આ શી રીતે ડાહ્યા થાય ? મોઢાં પર દિવેલ ફરી વળેલાં છે ! સરસ સરસ દૂધપાક ને સારી સારી રસોઈઓ જમે છે તોય મોઢાં પર દિવેલ પીધું હોય એવા ને એવાં દેખાય છે. દિવેલ તો મોઘું થયું છે તે ક્યાંથી લાવીને પીવું? આ તો એમ ને એમ જ મોઢાં પર દિવેલ ફરી વળે છે !
ઘરમાં વાઈફ જોડે ‘તમારું ને અમારું’ એવી વાણી ના હોવી જોઈએ. વાણી વિભક્ત ના હોવી જોઈએ, વાણી અવિભક્ત હોવી જોઈએ. આપણે અવિભક્ત કુટુંબના ને ?
આ મારું અને આ તમારું, તે ધણી જોડેય આ મારું ઘડિયાળ ને આ તમારું ઘડિયાળ.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો જરૂર પડે એટલું તો રાખવું પડે ને, આ મારું ને આ તમારું. નહીં તો બંધ પડેલું ઘડિયાળ આપણે માટે મૂકી જાય.
દાદાશ્રી : એટલે વ્યવહારમાં બધું રાખવું પડે પણ વ્યવહારની લિમિટ ક્યાં સુધી છે ? વ્યવહારની લિમિટ હોય ને ? આ બધાએ જ્ઞાન લીધેલું છે, એ પણ વ્યવહારમાં રહે છે. પણ આમનો (જ્ઞાન લીધેલાવાળાનો) વ્યવહાર લિમિટવાળો છે ને તમારો વ્યવહાર તો અનૂલિમિટેડ એટલે તમારે એ વ્યવહારમાં ‘તમારું પોતાનુંય ઊડી ગયું. અને ઘરમાં લેટ ગો કરવામાં આપણને શું વાંધો છે ? પ્રેમથી લેટ ગો કરવું ! સમજવું તો પડશેને, આ જગત આવું ક્યાં સુધી ચાલશે ? ગપ્પાં ક્યાં સુધી ચાલે ?
ખોળ કારણ તું મતભેદતું ?
બન્ને ભેજે ગુમાત અલતું ! પ્રશ્નકર્તા : ઘરમાં મતભેદ દૂર કરવા શું કરવું ? દાદાશ્રી : મતભેદ શેના પડે છે એ તપાસ કરવી પહેલી. કોઈ દા'ડો