________________
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
જે ભાવતાં ભોજત જમાડે,
તેને ટેબલ પર જ રંજાડે (!)
૪૩
તે પાછા મતભેદ ક્યારે કરે ? એય ટેબલ ઉપર જમવા બેસે તે ઘડીએ
ટેબલ ખખડાવે. અલ્યા મૂઆ, જંપીને ખાધા પછી મતભેદ પાડ. ત્યાં તો પ્યાલો પાડી દે. જમ્યા પહેલાં પાડી દે તો જમવાની મજા આવે, નહીં ? બહુ સરસ મજા આવે ? કેમ બોલતા નથી ?
પ્રશ્નકર્તા : સાંભળું છું, મને સાંભળવામાં મજા આવે છે.
દાદાશ્રી : બરાબર, એટલે મતભેદ શાને માટે પાડવાના આપણે ? ટેબલ ઉપર જમવાનું બધું બગડે. એના કરતાં આપણે કહીએ કે તમારી વાત કરેક્ટ છે. આપણે એકવાર પીરસી દો, કહીએ. કરેક્ટ કહીએ તો ભાવેય ખરું પણ તોય વાતને ના છોડે. અહંકાર છેને તે ઊંધું બોલે !
એટલે મોજ-બોજ કરજો. તમે જેઠ મહિને આવે તો કેરીઓ ખાઈને, રસ બરોબર પી લઈને સૂઈ જજો. આમ પેટ ના બાળશો ને હૈયું ના બાળશો. શેના હારુ હૈયાં બાળો છો તે ? આપણુંય ના બાળવું ને કોઈનુંય ના બાળવું. આ તો લોકોનાં હૈયાં બાળ્યાં ને પોતાનાંય બાળ્યાં.
બધું જ તૈયાર છે પણ ભોગવતાં આવડતું નથી, ભોગવવાની રીત આવડતી નથી. મુંબઈના શેઠિયાઓ મોટાં ટેબલ પર જમવા બેસે છે પણ જમી રહ્યા પછી તમે આમ કર્યું, તમે તેમ કર્યું, મારું હૈયું તું બાળ બાળ કરે છે વગર કામની ! અરે ! વગર કામનું તો કોઈ બાળતું હશે ? કાયદેસર બાળે છે, ગેરકાયદેસર કોઈ બાળતું જ નથી. આ લાકડાંને લોકો બાળે છે, પણ લાકડાના કબાટને કોઈ બાળે છે ? જે બાળવાનું હોય તેને જ બાળે છે. આમ આક્ષેપો આપે છે. આ તો ભાન જ નથી. મનુષ્યપણું બેભાન થઈ ગયું છે, નહીં તો ઘરમાં તે આક્ષેપો અપાતા હશે ? પહેલાંના વખતમાં ઘરમાં માણસો એકબીજાને આક્ષેપો આપે જ નહીં. અરે, આપવાનો થાય તોય ના આપે. મનમાં એમ જાણે કે આક્ષેપ આપીશ તો સામાને દુઃખ થશે અને કળિયુગમાં તો લાગમાં લેવા ફરે. આ કંઈ માણસાઈ કહેવાતી હશે ? ઘર એકલું ચોખ્ખું રાખે તો સારું ને ?
૪૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : બહારેય પડે છે.
દાદાશ્રી : પણ ઘરમાં ક્લીયર રાખીએ તો શું ખોટું ? પ્રશ્નકર્તા : બહારેય પડે ને ઘરમાંય પડે, પણ બહાર તો શું કરે ?
દાદાશ્રી : બહારના લોકો કંઈ જલેબી ખવડાવતા નથી. આ ઘરમાં જ જલેબી ખવડાવે છે. આ ચા પાણી બધું આપે, તે ઘરમાં તો કશું મતભેદ
નહીં કરવાનો.
પ્રશ્નકર્તા : બહાર મતભેદ પડે, તો બહાર કંઈ થોડું ઝઘડાય છે ? આ ઘરે આવીને તો ઝઘડાય ખરું !
દાદાશ્રી : પણ આ જે આપણી ઉપર ઉપકાર કરે ખાવાને માટે તૈયાર બધું કરી આપે. તેની ઉપર ઝઘડવાનું ? અમારે આખી જિંદગી વાઈફ જોડે એક મતભેદ નહીં પડેલો !
એકાગ્રતા તો એવી હોવી જોઈએ કે ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં વઢવાડ કરતાં એકાગ્રતા ના તૂટે. આખા શરીરમાં બીજો કોઈ મતભેદ જ ના હોય. શરીરની મહીં મતભેદ ના હોવા જોઈએ. હિન્દુસ્તાનના મતભેદોને કાઢવા ફરે છે લોકો. પહેલાં આપણે મહીં મતભેદ ના હોવો જોઈએ. અને મહીં મતભેદ થયો એટલે ગોટાળો. પછી ટેન્શન થાય, પછી કોમ્પ્રેશન આવે. કોમ્પ્રેશન આવે ને ?
પ્રશ્નકર્તા : અંદરનો મતભેદ એટલે શું, દાખલો આપીને સમજાવો.
દાદાશ્રી : હવે તમે કોઈને બોલાવતા હોય, કો'કને દેખ્યા એટલે કહેશે. આવો આવો, તો મહીં કહેશે આ નાલાયકને શું કામ છે તે ! મહીં પાછા એવું બોલે. એ તૃતિયમ્ બોલે. એવું કોઈ વખત બને ખરું ?
પ્રશ્નકર્તા : કો'ક વખત શું, લગભગ બધી વખત બને. દાદાશ્રી : રોજ ?
પ્રશ્નકર્તા : ભૂલમાં બોલાવી દીધા પછી થઈ જાયને કે આમને કંઈ