________________
(૨) ઘરમાં ક્લેશ
૧૯
૨૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા ઘડા પર ઢાંકણું ન ઢાંકવું જોઈએ એમ. એ વાત ગમી.
દાદાશ્રી : બેનોએ પણ ક્લેશ ના કરવો જોઈએ ને પુરુષય, બેઉ એક દહાડો સંપી લેવું જોઈએ, કે આ દાદાજી કહે છે એ આપણે કોન્ટ્રાક્ટ નવેસરથી કરી લો. ક્યાંય ભાંજગડ નહીં. એ અકળાય તો તમારે શાંત થઈ જવાનું ને બેસી રહેવાનું. અને પછી અકળામણ ઠંડી થવા આવે તે ઘડીએ ચા લઈને આવવાનું.
પ્રશ્નકર્તા : પણ દાદા કોન્ટેક્ટ કર્યો હોય ને બેસી રહેવું હોય ને બેસે નહીં તેનું શું ? શાંત ના રહેવાય ને ઝઘડી પડાય તો શું કરવું ?
દાદાશ્રી : ઝઘડી પડાય તોય આપણે એમને કહેવું કે આ બે પૂતળાં ઝઘડે છે. આ તમને જ્ઞાન હોય એટલે બે પૂતળાં ઝઘડે છે એ જુઓ આપણે, એની ફિલમ જોઈ લો.
આપણે આર્ય ભારતીય રતત,
ઘરમાં શોભે, અતાડી વર્તત ? ઘરમાં ક્લેશ ના થવો જોઈએ. કોઈનાં ઘરમાં ક્લેશ થતો હશે ? પ્રશ્નકર્તા : ફ્લેશ તો થાય જ ને ?
દાદાશ્રી : એ તો આપણા આર્ય લોકોના ઘરે તો થાય નહીં. અનાર્યને ત્યાં થાય. આપણે તો આર્ય લોકો. આપણે ત્યાં ક્લેશ ક્યાંથી થાય ?
પ્રશ્નકર્તા : પણ એ હકીકત છે ને ક્લેશ થાય છે તે. દાદાશ્રી : ના થવો જોઈએ.
પ્રશ્નકર્તા: ના થવો જોઈએ એ બધી વાત બરાબર, પણ થાય છે એનું શું?
દાદાશ્રી : એટલી અણસમજણ કાઢી નાખશો તો નીકળી જાય એવો છે ક્લેશ.
જગત આફરીન થાય એવું જીવન જીવાય આપણું ! આપણે ઈન્ડિયાના, આર્ય પ્રજાના પુત્રો, એનું અનાડી વર્તન દેખાય તો કેવું ખરાબ દેખાય ? આ ફોરેનવાળાનું અનાર્ય વર્તન જોવામાં આવે છે પણ અનાડી નહીં. આપણે તો આર્ય પ્રજા, પણ અત્યારે અનાડી જ થઈ ગઈ. અનાડી શબ્દ સાંભળેલો છે ? “એની વાત જવા દોને, છે અનાડી જેવો’ કહે છે.
અને વાઈફ જોડે તો કકળાટ થાય નહીં. જેની જોડે કાયમનું રહેવાનું, ત્યાં કકળાટ કરે બેઉ, તો બન્ને સુખી થઈ જાયને, પછી ?
પ્રશ્નકર્તા : ના થાય. દુઃખી થાય. દાદાશ્રી : બન્નેય ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને આ તો એક જણ જો કકળાટ કરે તો એ એકલો જ દુઃખી. આમાં સાંભળનારને દુઃખ થયું કે ના થયું, દુઃખ થયું તે પોતાની અણસમજણ છે.
પ્રશ્નકર્તા: ક્લેશ ન કરવો હોય તોય થાય તો આને કોણ પહોંચી
વળે ?
દાદાશ્રી : સોનું પહોંચી વળે. સોનું પહોંચી ના વળે ? સોનું પહેરાવે એટલે ઠંડા થઈ જાય. જોડે રહેવાનું અને પાછો ક્લેશ વગર રહેવું એનું નામ જીવન કહેવાય. ક્લેશ ના થવો જોઈએ. કોઈને દુઃખ ના થવું જોઈએ ઘરમાં. રોજ ધણીને પૂછવું કે તમારે કશું દુઃખ થતું હોય તો મને કહો. એવી રીતે તનેય પૂછે એ.
પ્રશ્નકર્તા : હું તો રોજ પૂછું છું. દાદાશ્રી : તમે શું પૂછો, કંઈ દુ:ખ થતું હોય તો કહો, એમ ? પ્રશ્નકર્તા: કહે જ નહીં ને. પડવા ના દઈએ ને એવું દુઃખ.
દાદાશ્રી : એ તો ધણી સારા હોયને તો દુઃખ ના દે, ત્યારે છોકરાં દુઃખ દેતાં હોય. પોતાનું પેટ પાકે, એવાં દુઃખ દે કે ખરેખર દે.