________________
(૨) ઘરમાં ક્લેશ
૧૧
૧૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
જાણીએ છીએ કે શી રીતે ડૉલર મળે. એમાં જ વિચાર વિચાર કરીએ, પણ જીવન જીવવામાં વિચાર નથી કર્યો. ના વિચારવું જોઈએ ?
પ્રશ્નકર્તા : વિચારવું જોઈએ. પણ બધાની રીત જુદી જુદી હોય છે.
દાદાશ્રી : ના, એ બધાની રીત જુદી જુદી ના હોય, એક જ જાતની. ડોલર, ડૉલર. અને જ્યારે હાથમાં આવે ત્યારે હજાર ડોલર ત્યાં આગળ સ્ટોરમાં જઈને આપી આવે પાછો. પછી ઘેર લાવીને વસાવે. પછી અહીં શું એને કંઈએ વસાવ્યું અને જોજો કરવાનું હોય ? પાછું જૂનું થઈ જાય, પાછું બીજું લઈ આવે. આખો દહાડો ગડભાંજ, ગડભાંજ, દુ:ખ, દુ:ખ ને દુ:ખ ત્રાસ, ત્રાસ ને ત્રાસ. અલ્યા બળ્યું, આ કેમ જીવન જીવાય તે ! મનુષ્યપણું શોભે તે આવું? ક્લેશ ના થવો જોઈએ, કંકાસ ના થવો જોઈએ. કશું થવું ના જોઈએ.
પ્રશ્નકર્તા : પણ ક્લેશ કોને કહેવાય ?
દાદાશ્રી : ઓહો.... આમ ઘરના જોડે, બહારવાળા જોડે, વાઈફ જોડે ટકરાય એ ક્લેશ કહેવાય. મન ટકરાય અને પછી થોડો વખત છેટો રહે એનું નામ ફ્લેશ. બે-ત્રણ કલાક ટકરાય ને તરત ભેગો થાય તો વાંધો નહીં. પણ ટકરાય ને છેટો રહે એટલે ક્લેશ કહેવાય. બાર કલાક છેટો રહે તો આખી રાત ક્લેશમાં જાય. કરાયેલો ના હોય ?
પ્રશ્નકર્તા: મનનો ક્લેશ પોતાનો હોય, તો બહાર ક્યાં જોવા જવાનું ?
દાદાશ્રી : એ પોતાનો તો હોય જ દરેકને, પણ બહારનાં ટકરાયને, ટકરાયા વગર રહે નહીંને ! ટકરાયેલું જોયેલું નહીં ?
પ્રશ્નકર્તા: એવું કો'ક વાર તો થાયને. દાદાશ્રી : આમ શોખ ખરો ? પ્રશ્નકર્તા : શોખ નહીં. શોખ તો કોઈને ના હોયને ! દાદાશ્રી : અરે, કેટલાકને તો શોખ હોય છે. એના વગર ચાલે નહીં
એમને. એમને શોખ હોય.
પ્રશ્નકર્તા: એ તો થઈ જાય તો પાણી રેડી દઈએ પાછા.
દાદાશ્રી : હા, પાણી રેડી દોને. બપોરે ધણીને ખોટું લાગ્યું હોય, તો સાંજે ફર્સ્ટ ક્લાસ રસોઈ કરી જમાડે એટલે ખુશ થઈ જાય. હવે એક જણ કહે છે, મારે રોજ ઘરમાં કકળાટ થઈ જાય. તે મારો કકળાટ મિટાવી આપો. મેં કહ્યું, તારો કકળાટ શી રીતે થાય ને શેમાં થતો હશે એ મને શું ખબર પડે ! શી રીતે તને મટાડી આપું ! ત્યારે કહે, “રોજ સામસામી કકળાટ થયા કરે. વધી જાય છે. પછી મતભેદ બહુ પડી જાય છે.' ઘરમાં
ક્લેશ ના રહેવો જોઈએ. ઘરમાં ક્લેશ રહેને ત્યાં સુધી સંસાર જ કામનો નહીં.
મુખ્ય વસ્તુ જ એ છે. ક્લેશ જાય તો ધર્મમાં આગળ વધાય અને આત્મજ્ઞાન તો હજુ બધી બહુ આગળ લાંબી વાત રહી. ક્લેશ પહેલાં જવો જ જોઈએ. કોઈને ઘેર ક્લેશ ગયેલો નહીં. સાધુ-સંન્યાસીઓ બધાય ને. મોટામાં મોટી વસ્તુ ક્લેશ જવો તે. નર્યું ક્લેશમાં જ જીવે છે બિચારાં મોઢાં ઉપર દિવેલ ચોપડી ફરતા હોય એવું લાગે પછી.
પ્રશ્નકર્તા : ફ્લેશ વગરનું જીવન કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ તો અમે સમજ પાડીએ, અમારી પાસે સત્સંગમાં બેસો, તો તમને ક્લેશ જતો રહે એવું બધું સમજ પાડીએ. આ અંધાધૂંધીથી ક્લેશ ઊભો થયો છે. અણસમજણથી આ બધાં દુઃખો છે બાકી દુઃખો બિલકુલેય નથી અમેરિકામાં આવ્યા પછી, તોય દુઃખો બધા ઇન્વાઇટ કરેલાં છે. તમારે કોઈ દહાડો મતભેદ થાય છે ?
પ્રશ્નકર્તા : મતભેદ તો, ઘરમાં રહેવાના. દરેકના વિચારો સરખા ન હોયને !
દાદાશ્રી : હા, એવા મતભેદનો વાંધો નથી. પણ મતભેદમાંથી ક્લેશ ઊભા થાય તેનો વાંધો છે. એટલે આપણે મતભેદનું નામ લઈએ છીએ ને, એવો મતભેદ તો હોય, સ્વભાવિક રીતે. આ કહેશે, ‘ખોટું થયું.’ ત્યારે