________________
પ૦૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : ના, ના, બહારેય કોઈ પારકો નથી. મને તો બહારેય કોઈ પારકું લાગતું નથી. મને તો પારકું કશું જ લાગતું નથી. પારકું છે જ નહીં. બધું જે છે તે હું જ છું. તમે બધા ‘હું જ છો. ફક્ત તમારા ‘કપડાં” મારે જોવાની જરૂર નથી, કપડાં ગમે તે પહેરો.
(૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં..
૫૦૧ સાસુ વહુનું દુઃખ લઈ લેશે? અરે ! ધણી કે છોકરાંય કોઈ લઈ લેશે ? આ જગત કેવું છે કે બળદ લંગડો થાય ત્યાં સુધી કામ કરાવે. પણ જ્યારે એ ચાલતો બંધ થાય એટલે કતલખાને મૂકી આવે ! આ બાપા કમાઈ લાવતા હોય કે કામ કરતા હોય તો, બાપા વહાલા લાગે. પણ પછી જો કામ કરતા બંધ થાય, એટલે ઘરના બધા શું કહેશે કે તમે હવે આમ આ બાજુએ બેસો. તમારામાં અક્કલ નથી ! એવું છે આ જગત ! આખો સંસાર દગો છે. જો થોડો સગો હોત તો આ ‘દાદા' તમને ના કહેત કે આટલી સગાઈ સાચી છે. પણ આ તો સંપૂર્ણ દગો જ છે. ક્યારેય સગો નથી. જીવતો ભમરડો જંપવા દે નહીં. અરે, અહીં સત્સંગમાં આવવું હોય, ખાલી દર્શન કરવા આવવું હોય તોય ના આવવા દે. આ આવવા દે છે એ તો બહુ સારું કહેવાય.
આ મોહ કોની ઉપર ? જુઠા સોના ઉપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક-વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે. એવો આ સંબંધ છે. જો એક જ કલાક વર જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય. એવા સંબંધમાં મોહ શો રાખવો ?
આ સંસાર ઘરના જ માણસોને લીધે ઊભો રહ્યો છે, બીજા કશાથી નહીં. ઘરનો લાભ લેતાં આવડતું નથી. આ તો પાંચ-છ જણાનું એસોસિયેશન છે. ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે. માટે આપણે ના ચેતીએ ? સબ સબકી સમાલો.
અને છેવટે કંઈ આપણું છે નહીં, છતાં કોઈ પારકુંય નથી પાછું.
પ્રશ્નકર્તા : આપણું કોઈ છે નહીં ને પારકુંય નથી, બન્ને બાજુ કેમ કહે છે દાદા ?
દાદાશ્રી : પારકું કોને કહીશ ? કોઈ પારકો માણસ દેખાતો નથી મને.
પ્રશ્નકર્તા: ‘હું છું” તે તમે છો, એમ નહીં, પણ એ મારા છે કે નહીં, એ કહો ?
દાદાશ્રી : મારા જ છેને !
હા, પણ જગતમાં સબ સબકી સમાલો અને પારકું કોઈ છે નહીં. પારકું કરવા જશો તોય તમારો મોક્ષ જતો રહેશે અને સબ સબકી નહીં સમાલો તોય મોક્ષ જતો રહેશે. બાય રિલેટિવ ભૂપોઈન્ટ (વ્યવહાર) અને બાય રિયલ વ્યુપોઈન્ટ (નિશ્ચય) જોડે જ રાખો. અમારા સ્ત્રી ખરાં પણ બાય રિલેટિવ વ્યુપોઈન્ટ, નોટ બાય રિયલ વ્યુપોઈન્ટ. અને જેને આવો ભેદ નથી, તે સ્ત્રીને શું કહે ? બસ ‘હું ને તું એક જ' કહે છે. ‘મને તારા વગર ગમતું જ નથી. અને તું ના હોઉં તો હું મરી જઉં', કહે. અરે આટલું બધું ! તે જ પાછો ત્રીજે દહાડે વહ્યા કરે. ‘પોતે નથી’ એ થયો, માટે વઢવાડ પેઠી. એટલે એ રિલેટિવ વ્યુપોઈન્ટથી સ્ત્રી છે, માટે વઢવાડ ના પેસે. એ રિલેટિવ છે અને આપણે રિયલ છીએ. તો એ બધું ચાલ્યા કરે ગાડું. પહેલાં જેવી વઢવાડ થાય હવે ?
પ્રશ્નકર્તા : ના, પહેલાં જેવી વઢવાડ ના થાય.
દાદાશ્રી : રિલેટિવ ભૂપોઈન્ટ જેમ છે તેમ આપણે કહ્યું. જેટલી છે તે એટલી જ સગાઈ રાખો. એકનો એક છોકરો હોય. તેને વારે ઘડીએ એમ ઝાલ્યો, કે તરત છોકરું પછી કંટાળે ને બચકું ભરી લે. રિલેટિવમાં રિલેટિવ રીતથી કહોને, રિલેટિવ-રિયલનો તું સાંધો તો સમજ ! આ જગત એ સાંધો સમજતું નથી અને ત્યાં વઢવાડ કરી મૂકે છે.
આ હકીકતમાં શું છે કે આ રિલેટિવ ભૂપોઈન્ટથી બધા આપણા છે. અને રિયલ ભૂપોઈન્ટથી આપણા નથી. આ દેહ પણ રિલેટિવ
પ્રશ્નકર્તા : એક બાજુ આપણે કહીએ, ‘બધા આપણા છે', બીજી બાજુ કહીએ ‘આપણા નથી” એ બન્ને વસ્તુ ?