________________
(૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં...
૪૯૯
૫00
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ના મૂકાયું. પણ પેલાને ગાળ ખાવાની લખેલી તે ગાળોય ખાધીને ! આવડી આવડી ચોપડે. વળી પાછાં લોક પણ આવીને પૂછે કે તમારા ધણી કશું મૂકી ગયા નથી ? ત્યારે પાછું એવું બોલે કે ના, ના, બધુંય મૂકી ગયા છે. એમ તો ખાવા-પીવાનું બધું જ છે. હવે બધા આગળ બહાર આવું બોલે ને મનમાં પેલું બોલે ! એટલે શું છે, હકીકત આની પાછળ ?
રોંગ બિલિફથી ખડો સંસાર, પરાર્થે જીવ્યા બન્યા ભરથાર !
આપણે શુદ્ધાત્મા જુદા અને આ મંગળાના ધણી ! મનમાં એટલું સમજી જવાનું. મોઢે બોલવું નહીં. મનમાં સમજી લેવાનું કે આપણે જુદાં ને મંગળા જુદી, એવું દાદાએ મને કહેલું છે. એટલું તમારે રાખવાનું. સમજ પડીને ! આ એડજસ્ટમેન્ટ તો બધા ટેમ્પરરી છે. આ દેહ જ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એ કંઈ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ નથી.
એક દહાડો એક માણસે મને, દેખાડ્યા કે આ મારા સસરા છે, પેલા આવ્યા તે છ મહિના પછી, પેલા એના સસરા ભેગા થયા, ત્યારે મેં કહ્યું, તમે ફલાણા ભાઈના સસરા થાઓને ? તો કહે, “હું શેનો એમનો સસરો ?” ત્યારે હું વિચારમાં પડ્યો કે આ મારી ભૂલ થઈ, સમજવામાં ભૂલ થઈ. ત્યારે મેં કહ્યું, “કેમ ?” તો કહે, “મારી છોડીએ ડાયવોર્સ લીધા, હવે હું શાનો સસરો ?”
હવે આવાં ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં ડાયવોર્સ કેમ થાય, ભાઈ ? કારણ કે વન ફેમિલી રહેતાં નથી એટલે. તમે કોઈ જાત્રાએ ગયા હોય તો ત્યાં કોઈક વાંકો હોય તો સાચવી સાચવીને વઢવઢા ના થાય એટલા હારુ સાચવીએ કે નથી સાચવતા ? કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : એવું આ પચાસ-સાઠ વર્ષ સાચવવાનું છે.
બાકી આ જગત બધું પોલંપોલ છે. છતાં વ્યવહારથી ના બોલે તો પેલાના મનમાં દુઃખ થાય. સ્મશાનમાં જોડે જઈને ત્યાં ચિતામાં કોઈ પડ્યું નહીં. ઘરના બધાય પાછા આવે, બધા ડાહ્યા ડેમરા જેવા છે. એની મા હોય તો એય રડતી રડતી પાછી આવે.
પ્રશ્નકર્તા : પાછું એના નામનું કૂટે કે કશું મૂકી તો ના ગયા. અને બે લાખ રૂપિયા મૂકી ગયા હોય તો કશું બોલે નહીં.
દાદાશ્રી : હા, એવું. આ તો નથી મૂકી ગયો તેનું રડે છે, કે ‘મરતો ગયો અને મારતો ગયો’ એવું હઉ અંદર બોલે. કશું મળ્યું નહીં ને અમને મારતો ગયો. હવે પેલાએ ના મૂક્યું એમાં પેલી બઈનું નસીબ કાચું એટલે
જેમ છે તેમ સમજણ નહીં પડવાથી, આ દુનિયામાં ઝઘડા છે. જેમ છે એમ જાણે, ત્યારે પછી ઝઘડો હોતો જ નથી. તેથી ભ્રાંતિ કહીને કે મૂઆ, વગર કામનો માર ખાવ છો ! વાસ્તવિક્તામાં એવું છે જ નહીં. અને સ્ત્રીપુરુષ છે અને બૈરી-છોકરાં છે, એ બધું નહીં જાણવાથી જ માની બેઠા છો. લોકો કહે કે તમે આના ધણિયાણી થાવ. ને એ તો બધું વાંધો નહીં, પણ એવું માની નહીં લેવાનું. લોક તો કહે જ. દેખે એવું ના કહે કે આ ધણીધણિયાણી ! પણ આપણે માની લઈએ તો ઊંધું થાય ને ? માની લઈએ તો માન્યાનું ભૂત આપણને વળગે. ખાલી બિલિફ જ બેસી ગઈ છે. જગતમાં સંયોગો તારણ કાઢવા માટે છે, એસ્પીરીયન્સ કરવા માટે છે પણ લોકો ખાંચામાં પેસી ગયા છે. શાદી કરીને ખોળ કે સુખ શેમાં છે ? બૈરીમાં છે ? બાબામાં છે ? સસરામાં છે ? સાસુમાં છે ? શેમાં સુખ છે ? એનું તારણ કાઢને ! લોકોને દ્વેષ થાય, તિરસ્કાર થાય પણ તારણ ના કાઢે. આ જગતની સગાઈઓ એ રિલેટિવ સંબંધો છે, રિયલ નથી. માત્ર તારણ કાઢવા માટે સગાઈઓ છે. તારણ કાઢનારા માણસોને રાગ-દ્વેષ ઓછા થાય છે અને મોક્ષના માર્ગનો શોધક થાય.
ખરો ધણી છે, જે દુ:ખ હરણ,
ત સાચો હીરો, આ તો અમેરિકા ! આ સંસાર જ એવો છે કે ખરે ટાઈમે કોઈ સગું ના થાય. આ વહુ સાસુના રોજ પગ દબાવ દબાવ કરતી હોયને, એક દહાડો વહુના પેટમાં દુખે, તો સાસુ કહેશે કે, અજમો ફાકી લો. આવું તો બધા કહેશે, પણ કંઈ