________________
૪૫૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો
૪૫૭ દાદાશ્રી : આ પાટલૂન પહેરીને રાતે બાર વાગે જા જોઈએ, એકલી ઠંડતી ઠંડતી જા જોઈએ અને પુરુષ તો ગમે ત્યારે જાય. કુદરતે જ, નેચરે જ એને આવી સ્થિતિમાં મૂકેલી છે.
માટે ભયવાળી છે એટલે ! શું ભયસ્થાન છે ? એનો ઉપરી હોવો જ જોઈએ. અને સ્ત્રીને ધણીની હૂંફ જોઈએ જ. ‘હૂંફ', તે ધણી ના હોય ત્યારે ખબર પડે કે ધણી વગર કેટલી મુશ્કેલી આવે છે !
હંમેશાં સ્ત્રી જાતિ માટે આપણો કાયદો કહે કે સ્ત્રી એને મા-બાપને વશ રહેવી જોઈએ, ભણે ત્યાં સુધી. જ્યાં સુધી નાની છે ત્યાં સુધી અને પછી પૈણાવ્યા પછી એના ધણીને વશ રહેવી જોઈએ. ધણી ના હોય તો છોકરાને વશ રહેવી જોઈએ એવો કાયદો. એને મુક્ત ના કરાય. મુક્ત કરો, તો સંસાર બધો ફ્રેક્ટર થઈ જશે. આ કાયદા આપણા ! સ્ત્રીઓ પોતે સ્વતંત્ર રીતે ક્યારે પણ ન રહેવું જોઈએ..
પ્રશ્નકર્તા : આનો, આ જે માન્યતાનો પાયો કયો ? કારણ અત્યારે તો લોકો નથી માનતા.
દાદાશ્રી : પણ જાણતા નથી એટલે શું થાય ? જાણતા નથી એટલે. સુખી થવાનો માર્ગ આ અને આ માર્ગથી વિરુદ્ધ ચાલ્યા તે પછી ખોવાઈ ગયેલા માણસો રહે. અને યે ગામ પહોંચે ?
અમારાં મધર હતાં, મેં કહ્યું, તમે એંસી વર્ષના, હું અડતાલીસ વર્ષનો, તમારે જે ફાવે એ કરવાનું. તો કહે, ‘ફાવે એવું ના કરાય એંસી વર્ષની હું પણ પાંચ વર્ષનો છોકરો ઘરધણી હોય તોય મારે તો ઘરધણીને પૂછવું પડે.”
હવે આવું સમજે તો સુખી છે. નાથ છોડાય નહીં. તેથી જ એમને નાથ આપેલા. એ નાથના કાબૂમાં રહેજો.
પ્રશ્નકર્તા : એનું કારણ શું ?
દાદાશ્રી : છૂટું ના મૂકાય. મૂકાય નહીં એટલે નાથ રાખેલા એમની ઉપર. આપણા લોક કહે છેને, ભઈ, નાથ છે ? આ બધા ભગવાન એ
ચૌદ લોકનો નાથ, પણ આ તો સ્ત્રીનો નાથ ! એ બેન શી રીતે સ્વીકાર કરે એવું ? અમારું સમજો તો ડહાપણવાળું છે આ ! કાયદેસર આવું જ હોય. આપણે ત્યાં તો વાંધો નહીં, આપણે ત્યાં તો બધું ઠરીઠામ, શુદ્ધાત્મા જોવાનું રહ્યું. તો પછી રહ્યું જ શું છે ? અને સમભાવે નિકાલ કરવાનું રહ્યું. આપણે ત્યાં એવું તેવું નથી. આ તો બહારને માટે વાત કરીએ છીએ. આપણે ઘેર તો કશો વાંધો છે નહીં ?
પ્રશ્નકર્તા: આર્યનારી જે છે, તેને તો આ પુરુષ જે છે તે બંધનમાં રાખે, પણ મા-બાપ છે તે પણ બંધનમાં રાખે !
દાદાશ્રી : મા-બાપ પણ બંધનમાં રાખે. બધે જ્યાં હોય ત્યાં બંધનમાં રાખે. કારણ કે બંધનની જરૂર છે, આર્યનારી છું. આર્યનારી તરીકે તને જીવવું હોય તો બંધનની જરૂર છે. નહીં તો ગમે તેવું સ્વચ્છંદી જીવન જીવવું હોય તો બંધનની જરૂર નથી.
પ્રશ્નકર્તા : નહીં, પણ સ્ત્રીને મર્યાદા હોય છે અને પુરુષને કેમ મર્યાદા નહીં ?
દાદાશ્રી : પુરુષને મર્યાદા હોય છે જ. પણ એ પોતે મર્યાદા જાતે તોડે એને કોણ વઢે ?
પ્રશ્નકર્તા: હંમેશાં આપણે સ્ત્રીને જ કહીએ છીએ કે તારે મર્યાદા રાખવી જોઈએ, આપણે પુરુષને નથી કહેતા.
દાદાશ્રી : એ તો પોતાના મનુષ્યપણાનો ખોટો દુરુપયોગ કર્યો છે, સત્તાનો દુરુપયોગ કર્યો છે. સત્તાના બે ઉપયોગ થઈ શકે. એક સઉપયોગ થઈ શકે અને બીજો દુરુપયોગ. સઉપયોગ કરે તો સુખ વર્તે પણ હજુ દુરુપયોગ કરો છો, તો દુ:ખી થાય. જે સત્તાનો દુરુપયોગ કરીએ, તો એ સત્તા હાથમાંથી જાય અને જો એ સત્તા રાખવી હોય કાયમને માટે, પુરુષ જ જો તમારે રહેવું હોય કાયમને માટે, તો સત્તાનો દુરુપયોગ ન કરશો, નહીં તો સત્તાધીશોને આવતે ભવ સ્ત્રી થવું પડશે ! સત્તાનો દુરુપયોગ કરે એટલે સત્તા જાય. વડાપ્રધાન થાય ને ત્યાં આગળ દુરુપયોગ કર્યો એ પક્ષનો, એટલે સત્તા જતી રહી. કોઈ પણ સત્તાનો દુરુપયોગ નહીં કરવો જોઈએ.