________________
(૧૯) પત્નીની ફરિયાદો
૩૮૩
૩૮૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : સહન કરવાથી તો શક્તિ બહુ વધે. પ્રશ્નકર્તા : એટલે સહન જ કર્યા કરવું એમ ?
દાદાશ્રી : સહન કરવા કરતાં એની ઉપર વિચારવું સારું છે. વિચારથી એનું સોલ્યુશન લાવો. બાકી સહન કરવું એ ગુનો છે. બહુ સહનશીલતા થાય તે સ્પ્રીંગની પેઠ ઊછળે પછી તે આખું ઘર બધું ખેદાનમેદાન કરી નાખે. સહનશીલતા તો સ્પ્રીંગ છે. સ્ત્રીંગ ઉપર લોડ નહીં મૂકવો કોઈ દહાડોય. એ તો ઠીક છે થોડા પૂરતું હવે રસ્તામાં કો'કની જોડે જતાંઆવતાં એ થયું હોય, ત્યાં જરાક એ સ્પ્રીંગ વાપરવાની છે. અહીં ઘરના માણસો ઉપર લોડ મૂકાય નહીં. ઘરના માણસોનું સહન કરું તો શું થાય ? સ્પ્રીંગ કૂદે એ તો.
પ્રશ્નકર્તા : સહનશીલતાની લિમિટ કેટલી રાખવાની ?
દાદાશ્રી : એને અમુક હદ સુધી સહન કરવું. પછી વિચારીને એણે તપાસ કરવી કે શું છે આ હકીકતમાં. વિચારશો એટલે ખબર પડશે કે આની પાછળ શું રહેલું છે ! એકલું સહન કર કર કરશો તો પ્રીંગ કૂદશે. વિચારવાની જરૂર છે. અવિચાર કરીને સહન કરવું પડે છે. વિચારો તો સમજાશે કે આમાં ભૂલ ક્યાં થાય છે. એ બધું એનું સમાધાન કરી આપશે. મહીં અંદર અનંતશક્તિ છે, અનંતશક્તિ. તમે માંગો એ શક્તિ મળે એવી છે. આ તો અંદર શક્તિ ખોળતો નથી ને બહાર શક્તિ ખોળે છે. બહાર શું શક્તિ છે ?
ઘેર-ઘેર ભડકા સહન કરવાથી જ થાય છે. હું કેટલું સહન કરું, મનમાં એમ જ માને છે. બાકી વિચારીને રસ્તો કાઢવો જોઈએ. જે સંજોગો બાઝયા છે, જો સંજોગો કુદરતનું નિર્માણ છે અને તું હવે શી રીતે છટકી નાસીશ ? નવા વેર બંધાય નહીં અને જૂનાં વેર છોડી દેવાં હોય તો, એનો રસ્તો કાઢવો જોઈએ. આ અવતાર વેર છોડવા માટે છે. અને વેર છોડવા માટેનો રસ્તો છે, દરેક જોડે સમભાવે નિકાલ ! પછી તમારા છોકરાઓ કેવાં સારા સંસ્કારી થાય ! એટલે હું શું કહું છું, સહન ન કરતાં, સમજો. સમજો તો બધું ઉકેલ આવી જાય. આ પઝલ સોલ્વ થાય એવું છે. આ
હું સોલ્વ કરીને બેઠો તો તમને સોલ્વ કરવાનું બધું દેખાડી દઈશ.
પતિ જ્યારે થાય બહુ ગમ,
વહુ ઘાટ ઘડે ધ્યે લોહ તરમ પ્રશ્નકર્તા : મારી બેનપણીએ પ્રશ્ન પૂછાવ્યો છે ! તેના પતિ હંમેશાં તેના ઉપર ગુસ્સે થાય છે તો એનું શું કારણ હશે ?
દાદાશ્રી : તે સારું, લોકો ગુસ્સે થાય, તેના કરતાં પતિ થાય એ સારું. ઘરનાં માણસ છે ને ?
એવું છે, આ લુહાર લોકો જાડું લોખંડ હોય અને એને વાળવું હોય તો ગરમ કરે. શું કામ કરે ? આમ ઠંડું ના વળે એવું હોય, તો લોખંડને ગરમ કરીને પછી વાળે. તે પછી બે હથોડીઓ મારે એટલામાં વળી જાય. આપણે જેવું બનાવવું હોય ને એવું બની જાય. દરેક વસ્તુ ગરમ થાય એટલે વળે જ હંમેશાં. જેટલી ગરમી એટલો નબળો અને નબળો એટલે એક-બે હથોડી મારી કે આપણે એ ધણીની જેવી ડિઝાઈન આપણે જોઈતી હોય, એવી ડિઝાઈન કરી નાખવી જોઈએ.
પ્રશ્નકર્તા: પણ સામે એવી આ પણ ગુસ્સે થઈ જાય તો ડિઝાઈન ના થાય ને !
દાદાશ્રી : આપણે ગુસ્સે થવાની શી જરૂર છે ? નહીં તો ડિઝાઈન આપણી કરી નાખે, એના કરતાં આપણે....
પ્રશ્નકર્તા: કેવી ડિઝાઈન કરવી જોઈએ, દાદા ? હાથમાં આવ્યા પછી શું ?
દાદાશ્રી : આપણે જેવી બનાવી હોય એવી બને ડિઝાઈન. એના ધણીને પોપટ જેવો બનાવી દે, “આયારામ” બઈ કહેશે ત્યારે એય કહેશે. ‘આયારામ’. ‘ગયારામ', ત્યારે કહે, ‘ગયારામ.’ એવો પોપટ જેવો બની જશે, પણ લોકો હથોડી મારવાનું જાણતો નથી ને ! એ બધું નબળાઈ છે. ગુસ્સો થઈ જવો એ બધી નબળાઈઓ છે.