________________
(૧૯) પત્નીની ફરિયાદો
૩૮૧
૩૮૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા: પહેલાં તો શું હતું કે આમ આંખની નજર આવેને અને પેલી ધ્રુજે.
દાદાશ્રી : અને ભણતર ઓછું ને ? અત્યારે તો ભણતર વધી ગયુંને છોડીઓનું, તે છોડીઓ તો પગાર લાવે ને પેલાને બબૂચકને પગારેય લાવતા ના આવડ્યો, બળ્યો. પછી બબૂચક મૂંઝાયા કરે ને બિચારો !
પ્રશ્નકર્તા ઃ આજે થોડા પૈસાથી ચાલતું નથી. એટલે બન્નેને નોકરી કરવા જવું પડે છે.
દાદાશ્રી : એટલે બન્નેય મોહ, મોહનો જબરજસ્ત જથ્થો થયો હોય એટલે પછી પૈસા જોઈએ જ ને આ લોકોને ! આ મોક્ષમાર્ગથી વિરૂદ્ધ ચાલ્યું. મોક્ષમાર્ગ એટલે ઓછામાં ઓછા પરિગ્રહથી ચાલે અને સંસ્કાર પૂરા સચવાઈ રહે. સંસ્કારમાં કમી ના થાય. અત્યારે સંસ્કાર પૂરા છે નહીં ને પરિગ્રહો ઢગલેબંધ છે.
પ્રશ્નકર્તા : પછી ત્રાગાં કરે. સ્ત્રીઓ ત્રાગાં કરે ! દાદાશ્રી : ત્રાગાં તો સ્ત્રીઓ નહીં, પુરુષો મૂઆ કરે છે.
અત્યારે તો ત્રાગાં બહુ નથી કરતાં. ત્રાગાં એટલે શું? પોતાને કશું ભોગવી લેવું હોય તો સામાને દબડાવીને ભોગવી લે. ધાર્યું કરાવે !
પ્રશ્નકર્તા : આમ હોશિયાર હોયને બહુ પાવરવાળો, એને કંટ્રોલ કરે એવો ધણી લાવવો સારો કે વાઈફ ધણીને કંટ્રોલમાં રાખે એવો લાવવો સારો ?
દાદાશ્રી : એ તો હોશિયાર હોય, એટલું આપણું તેલ કાઢી નાખે. એ તો અણસમજણવાળો હોય એ આપણી આજ્ઞામાં રહે.
પ્રશ્નકર્તા : સાચું દાદા, એવું ખરું ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : સમજણવાળો ધણી હોય તો આપણને વધારે સમજે ને
આપણી જોડે વધારે એડજસ્ટ થાય એવું નહીં ?
દાદાશ્રી : એવું ખરું ! હવે સમજણવાળો છે. પણ એ પોતાના ધ્યેયથી ચાલતો નથી. એને કર્મ નચાવે છે, એ રીતે નાચે છે. એટલે સમજણવાળો હોય તો જરા સંયોગો વાંકા થાય ત્યારે ઊંધું જ બોલ્યા કરે. પોતાના હાથમાં સત્તા નહીં ને ! અને ઓછી સમજણવાળો હોય નબળો, એ આપણા કહ્યામાં જ રહ્યા કરે એટલે નબળો લીધેલો સારો પડે !
તને એમની જોડે સારું ફાવે છે ? પ્રશ્નકર્તા: મને તો એ ગોદા બહુ મારે છે. દાદાશ્રી : તને મોક્ષમાં ધકેલવા છે.
એક આટલું સાંસારિક સુખ ભોગવવા હારુ કેટલા લોકોની (દરેક અવતારમાં) વહુ થાય છે ! આટલા સુખ હારુ કેટલાં દુઃખ ભોગવે ! જુઓને, વહુ થઈ છે. ધણી થવું સારું કે વહુ થવું સારું ?
સ્ત્રીના જ વાંક સમાજે દેખાડ્યા,
પોતાના પક્ષે પુરુષે લૉ ઘડ્યા ! પ્રશ્નકર્તા : બધે કેમ બૈરાંઓનો જ વાંક આવે છે અને પુરુષોને નહીં આવતો ?
દાદાશ્રી : સ્ત્રીઓને તો એવું છેને, પુરુષના હાથમાં કાયદો હતો એટલે સ્ત્રીઓને જ નુકસાન કર્યું છે.
આ તો પુસ્તકો ધણીઓએ લખેલાંને એટલે ધણીને જ એમાં તે આગળ ઘાલ્યો છે. સ્ત્રીઓને ઊડાડી મેલી છે. તેમાં તે એની વેલ્યુ ઊડાડી દીધી છે એ લોકોએ. હવે મારેય એવો ખાધો છે. નર્કય આ જ જાય છે. અહીંથી જ જાય છે . સ્ત્રીઓને એવું ના હોય. ભલે સ્ત્રીની, એની પ્રકૃતિ જુદી છે, ભલે પણ એની પ્રકૃતિ પ્રમાણે એય ફળ આપે છે અને આય ફળ આપે છે. એની અજાગૃત પ્રકૃતિ છે. અજાગૃત એટલે સહજ પ્રકૃતિ.
પ્રશ્નકર્તા : કેટલા વખત આમ આપણે સહન કરવું જોઈએ ?