________________
સ્ત્રી ચારિત્ર્ય બહુ ભારે ! એનાથી સ્ત્રીનો જ દેહ મળ્યા કરે. અભણ સ્ત્રીઓમાં સ્ત્રી ચારિત્ર્ય વધુ હતું. ગમે તેટલું સ્ત્રી જોર કરે પણ
રાત્રે બે વાગે એકલી રસ્તા પર જઈ શકે ? એ નબળાઈ કઈ રીતે જાય ? સ્વતંત્રતાની વાતો કરે, પણ ત્યાં પરતંત્રતા નથી ? કોઈએ સ્વતંત્ર નથી થવાનું, એકબીજાનાં પૂરક થવાનું છે. ધણીને વકીલાતની ભાષામાં જવાબ આપે તો શું થાય ? સંસાર ફ્રેક્ચર થઈ જાય.
જે પુરુષ સ્ત્રીનાં બહુ વખાણ કરે ત્યાં સ્ત્રીઓએ ચેતી જ જવું જોઈએ કે આમાં પુરુષનો કોઈ ઘાટ છે. એના બદલે પુરુષ એના રૂપને વખાણેને તે સ્ત્રી એ સાચું માનવા લાગે, ‘હું કેવી સરસ રૂપાળી છું.'
અને વખાણ કરે એના પર રાગ થાય ને પછી સ્લીપ થાય. મોહ અને કપટનું આવરણ પછી ફરી વળે. આમ પુરુષો જ સ્ત્રીને સ્ત્રી બનાવવામાં જવાબદાર છે. સ્ત્રીને એ જ ઉત્તેજન આપે છે !
સ્ત્રીને બીજો પુરુષ કોઈ સંજોગોમાં વિચારમાંય ન ખપે, ઉપરથી ભગવાન આવ્યા હોય તોય નહિ, એવાં દૃઢ નિશ્ચયવાળી સ્ત્રી સતિ કહેવાય. એવી તો આ કળિયુગમાં ક્યાંથી જોવા મળે ? અત્યારે તો વિષય બંગડીઓના ભાવમાં વેચાય છે. વિષયને લઈને સ્ત્રીદેહ મળે છે. પુરુષોએ ભોગવી લેવા એને ફસવી ને એને બગાડી.
મોક્ષે જવું હોય તો સિત થવું પડશે. વિષયના પરમાણુઓ સંપૂર્ણ ખલાસ કરવાં પડશે, સતિપણાંથી એની મેળે જ કપટ જવા માંડે.
“જે કોઈ આત્મા જાણે અને આત્મજ્ઞાનીની સેવામાં પડે તેનો ઉકેલ આવી જાય.''
મલ્લીનાથ ભગવાન મોક્ષે ગયા ને ! એ તો સ્ત્રીનો ભોગ નહિ, ખાલી આકાર જ હતો. મહાવીર ભગવાનનેય ત્રીસ વર્ષ સુધી ભોગ હતો. મલ્લીનાથને ભોગ નહિ. ભોગ હોત તો તીર્થંકરપણું રહેત નહીં. માટે સ્ત્રીઓને વગોવવાનું કારણ નથી. સ્ત્રી શક્તિ છે. સ્ત્રી તીર્થંકરોની માતા પણ છે.
પરમ પૂજ્ય દાદાશ્રીએ અક્રમવિજ્ઞાન દ્વારા સ્ત્રી પુદ્ગલને ખેરવવા
41
પ્રતિક્રમણ સ્વરૂપે ‘કપટગીતા' દ૨૨ોજ સ્ત્રીઓને વાંચવાનો નિયમ આપ્યો છે. જે વાંચવાથી સ્ત્રીપણું છૂટે ને મોક્ષે જવાય, એવી પૂજ્યશ્રીએ બાંહેધારી લીધેલી છે.
અંતેમાં સ્ત્રી શક્તિ વિશે દાદાશ્રી કહે છે, સ્ત્રીઓનો દોષ નથી. સ્ત્રીઓ તો દેવી જેવી છે. સ્ત્રીઓ અને પુરુષોનાં આત્મા એ તો આત્મા જ છે, ફક્ત ખોખાનો ફેર છે. ‘ડિફરન્સ ઓફ પેકિંગ્સ.’ સ્ત્રી એ એક જાતની ઈફેક્ટ (અસર) છે. તે આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) ઉપર સ્ત્રીની ઈફેક્ટ વર્તે. આની ઈફેક્ટ આપણા પર ના પડે ત્યારે ખરું. સ્ત્રી એ તો શક્તિ છે. આ દેશમાં કેવી રીતે સ્ત્રીઓ રાજનીતિમાં થઈ ગઈ ! અને ‘આ’ ‘ધર્મક્ષેત્રે’ સ્ત્રી પડે તે તો કેવી હોય ?! આ ક્ષેત્રથી જગતનું કલ્યાણ જ કરી નાખે ! સ્ત્રીમાં તો જગતકલ્યાણની શક્તિ ભરી પડી છે ! તેનામાં પોતાનું કલ્યાણ કરી લઈને બીજાનું કલ્યાણ કરવાની શક્તિ છે.
(૨૩) વિષય બંધ, ત્યાં પ્રેમ સંબંધ !
અક્રમ વિજ્ઞાન ગેરન્ટી આપે છે કે સ્ત્રી હોય છતાં મોક્ષે જઈ શકાય ! માત્ર થોડાક નિયમો જાણી લેવા વિષય સંબંધી.
૧) પરસ્ત્રી કે પરપુરુષ માટે વિચાર પણ આવવો ના જોઈએ. દૃષ્ટિ પણ બગડવી ના જોઈએ. અણહક્કના વિષયોનો ખૂબ કડક રીતે નિષેધ ગણ્યો છે. અને આપણી સો ટકા ઈચ્છા નથી છતાં દૃષ્ટિ બગડે કે વિષયનો વિચાર આવે કે તત્ક્ષણ જ સ્ટ્રોંગ પ્રતિક્રમણ કરીએ ને ધોઈ નાખવું ને ચોખ્ખું કરી નાખવું.
૨) દવા મીઠી છે માટે પી-પી ના કરાય. એ તો બન્નેને સાથે તાવ આવે ત્યારે જ પીવાય. અને તે પણ નક્કી કરેલાં ડૉઝ જ લેવાય. મહિનામાં બે-પાંચ ડૉઝ જ લેવાય એમ નક્કી કરવું.
૩) છ મહિના, બાર મહિનાનું બ્રહ્મચર્ય વ્રત કટકે કટકે લઈ પછી થોડાં વરસોમાં સદંતર બંધ થઈ જાય એવો રસ્તો લેવો.
વિષયમાંથી ભયંકર વેર ઊભું થાય તે પૂરું કર્યે જ છૂટકો.
42