________________
પાછળ ચાલ્યા જતાં ! આજે એક જ છૂટતી નથી !
જેને પોતાની જાત પર વિશ્વાસ છે તેને આ જગતમાં બધું જ મળે એવું છે. અનંત શક્તિનો પોતે ધણી છતાં જુઓ કેવી દશા થઈ છે ! ને બાપ થતાં આવડ્યું, ન ધણી થતાં આવડ્યું કે ન છોકરો થતાં આવડ્યું ! આ તો બધાં રડી રડીને મોં ધોઈને બહાર નીકળે છે.
ધર્મ પછી, પણ પહેલાં પિતા ને પતિ થતાં આવડવું જોઈએ. એન્જિનને પટ્ટો જોડ્યા વગર ચલાવ ચલાવ કરે તે શું કામનું ?
સંસાર કાલે સુધરશે, કાલે સુધરશે કરીને જિંદગી જીવી જાય છે. પિત્તળ સુધરી સૌનું થાય કંઈ ? રાત-દા'ડો સંસારમાં માર ખાય છે, છતાં મોહનું આવરણ એટલું બધું ફરી વળેલું છે કે જીવને એનો વૈરાગેય નથી આવતો. માર ખાધેલો ભૂલી જાય છે તેથી, બૈરી જોડે મોટો ઝઘડો થઈ જાય પણ પત્ની બાબા પાસે પતિને કાલી કાલી ભાષામાં ચા પીવા બોલાવે તો મુઆનો બધો વૈરાગ ક્ષણમાં ઊડી જાય ! વિચારશીલને આ કેમ પોષાય ?
પત્ની રીસાય ત્યાં સુધી ભગવાન સાંભરે ને પછી રામ તરી માયા ! જાળમાં ફસાયેલા માછલાને શું સુખ ?
ગયા ભવે બુદ્ધિના આશયમાં એક ધણી માંગેલો, તે આ ભવે મળ્યો પણ સાસરે જઈને જોયું તો સાસુ, સસરા, નણંદ, દિયર, માસીસાસુ, ફોઈસાસુ, કાકીસાસુ, મામીસાસુ, વડસાસુ... એમ લંગર જોઈને થયું કે માંગ્યો હતો એક ધણી ને આવડું લાંબું લંગર ક્યાંથી આવ્યું ? ધણી જોડે આ બધું ના હોય ? ધણી કંઈ ઉપરથી ટપકવાનો હતો ? તને ભાન ન હતું ધણી માંગતી વખતે ?
‘જ્ઞાની પુરુષ' પાસે જઈ પોતાનાં સર્વ ગૂંચવાડા ખુલ્લા કરી દે તો અનંત અવતારનો ઉકેલ આવી જાય ક્ષણવારમાં ! જ્ઞાની સર્વ દુઃખો લેવા આવ્યા હોય.
જીવન તો તેને કહેવાય કે પોતે જલી અનેકોને સુગંધ આપે, અગરબત્તી જેમ ! આ તો પોતે જ ગંધાય ને ! જેને પૂછો તે
39
કહે, જવા દો ને એનું નામ !
સંસારમાં મ્યુઝિયમની જેમ રહેવું. મ્યુઝિયમમાં બધી વસ્તુઓ જોવાની, માણવાની છૂટ, પણ અડવાની કે ઉપાડી જવાની છૂટ નથી. ત્યાં કોઈ રાગ-દ્વેષ થાય ?
(૨૨) પતિ-પત્નીનાં પ્રાકૃતિક પર્યાયો... સ્ત્રીદેહમાં મોહ અને કપટ અને પુરુષોમાં ક્રોધ અને માનના પરમાણુંઓનું પ્રમાણ વધારે હોય. આ દેહનાં પરમાણુઓનું સાયન્સ છે. સ્ત્રીનો મોક્ષ ના થાય એ માન્યતા ક્યાં સુધી સાચી ? દાદાશ્રી કહે છે, લોકો બધા તેમ માને છે તે વાત સાચી છે પણ અપેક્ષાએ. એકાંતિક સત્ય નથી એ. સ્ત્રી પાછી બીજા ભવે મુક્ષ થઈને મોક્ષે જતી રહે. દાદાશ્રી કહે છે, “એવો કોઈ કાયદો નથી કે સ્ત્રીઓ સ્ત્રી જ રહેવાની છે. એ પુરુષ જેવી ક્યારે થાય કે પુરુષોની જોડે હરિફાઈમાં રહી હોય અને અહંકાર વધતો જતો હોય, ક્રોધ વધતો જતો હોય તો પેલું (મોહ અને કપટ) ઊડી જાય. પૂજ્ય દાદાશ્રી જગતને ચેલેન્જ આપતાં કહે છે, “આ આપણું અક્રમ વિજ્ઞાન એવું છે કે સ્ત્રીઓનો પણ મોક્ષ થાય, કારણ કે આત્મા જગાડે છે આ !'
સાડી, દાગીના દેખે કે સ્ત્રી મૂર્ણિત થઈ જાય ! મોહનાં પરમાણુઓ ફરી વળે. સ્ત્રી પરમાણુઓ મોહ અને કપટને કારણે સ્થિરતાવાળા હોય. ખોટ જાય તો પુરુષો રાતોની રાતો ચિંતામાં ગાળે ને સ્ત્રી સાહજિક એટલે ભૂલીને નિરાંતે સૂઈ જાય ! એટલે સ્ત્રીમાં સહનશક્તિ છે એમ ભાસે. સ્ત્રીને ધાર્યું કરાવવાની આદત. એટલે ધાર્યું કરાવવા ધણી જોડે કપટ કરે. જે પરમાણુઓ ભરેલાં હોય તે જ નીકળે ને ? બીજા ક્યાં નીકળે ? સ્ત્રીઓ છેવટે રડીને ધાર્યું કરાવી લે. આંસુ દેખે એટલે ધણી મીણની જેમ પીગળી જાય. આ એનું કપટ કહેવાય.
એક સ્ત્રી દાદાને કહે, ‘મારા ધણી બહુ ભોળા છે. ત્યારે દાદાશ્રી એને કહે, ‘તારામાં કેટલું બધું કપટ છે કે જેથી તને ધણી ભોળા લાગે છે.” દાદાશ્રી કહે, “મનેય હીરાબા ‘તમે બહુ ભોળા છો’ એમ કહેતા.”
40