________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૪૫
૩૪૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
હોયને, એની સાથે જે વાઘણ હોય તે વાઘણ વિફરે. વિફરે એટલે સામાને મારી જ નાખે.
નહીં, બધી સ્ત્રીઓ મને દેખે તે આંખમાં કડકઈ દેખે અને એક આંખમાં પૂજ્યતા દેખે, તો બધી સ્ત્રીઓ માથે ઓઢીને બેસે અને આમ તેમ ટાઈટ થઈ જાય બધી. અને હીરાબા તો મહીં, ઘરમાં પેસતાં પહેલાં ભડકે. બૂટ ખખડ્યો કે ભડકાટ પેસી જાય. એક આંખમાં કડક, એકમાં નરમ. એના વગર સ્ત્રી રહે જ નહીં. તેથી હિરાબા કહેને, હેય, દાદા કેવા છે ?
પ્રશ્નકર્તા : તીખા ભમરા જેવા.
દાદાશ્રી : મારી જ નાખે ! હા, વિફરે એટલે ખલાસ કરી નાખે. નહીં ? વિફરે એટલે તો બહુ ખરાબ, વિફરવા ના દેવાય. અને એક બાજુ સરસેય લખ્યું છે, કે ‘રમાં રમાડવી સહેલ છે.” પણ સમજતાં જ ના આવડે તેને શું કરે બિચારો ? મને કેટલાક કહે છે, આ તો જરા હું ફફડાવું નહીંને, તો પછી મારી ઉપર ચડી બેસે ! મેં કહ્યું, અલ્યા, આનો પુરાવો શું ચઢી બેસવાનો ? ‘એક દહાડો સામું બોલી ગઈ.' એ તો છો ને બોલી ગઈ. આપણે નિરાંતે સૂઈ જઈએ. સવારમાં ચા પીને પછી વાત કાઢીએ એની પાસે !
એટલે શક્તિ, દેવી જેવી છે, રમાડવી સહેલી છે. રમાડવીમાં રમણતા પણ આવે છે અને બધું આવે. ઘણો ભાગ આવી જાય છે રમાડવામાં, અને જો વિફરી મહા મુશ્કેલ !
એક આંખે પ્રેમ, બીજી કડક,
તો જ ઘરમાં શાંતિની ઝલક ! અને સ્ત્રી તો વિફરશે, તે તારી બુદ્ધિ નહીં ચાલે, તારી બુદ્ધિ અને બાંધી શકશે નહીં. માટે વિફરે નહીં એવી રીતે તું વાતો કરજે. આંખમાં પ્રેમ જબરજસ્ત રાખજે. વખતે એ અવળુંહવળું બોલેને તો એ તો સ્ત્રી જાતિ છે. માટે લેટ ગો કરજે, એટલે એક આંખમાં સંપૂર્ણ પ્રેમ રાખવાનો, બીજી આંખમાં જરાક કડકાઈ રાખવાની, એવી રીતે રહેવું જોઈએ. જે વખતે જે જરૂર હોય તેવું, બિલકુલ કડકાઈ રોજ કરાય નહીં. એ તો એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી તરીકે માનવું, દેવી તરીકે સમજ પડીને ?
પ્રશ્નકર્તા : એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી, એ બે એટ એ ટાઈમ કઈ રીતના રહે ?
દાદાશ્રી : એ તો માણસને, પુરુષને બધું આવડે ! અમે ઘેર આવતા હતા, હું ત્રીસ-પાંત્રીસ વર્ષનો હતોને, તો ઘેર આવુંને, તે હીરાબા એકલા
દાદાશ્રી તીખા ભમરા જેવા છે, એવું કાયમ રાખીએ. એમ, સહેજે થથરાવાનું નહીં. ઘરમાં પેસીએ કે ચૂપ, બધું ઠંડુંગાર જેવું થઈ જાય, બૂટ ખખડે કે તરત !
જ્યારે ધર્મ પર આવ્યો આંતરો,
ત્રણાથી કાઢયો હીરાબાતો કચરો ! કડકાઈ શાથી કે એ ઠોકર ના ખઈ જાય એટલા માટે કડકાઈ રાખજે. એટલા માટે એક આંખમાં કડકાઈ અને એક આંખમાં પ્રેમ રાખવો.
પ્રશ્નકર્તા : એ નાટકની ખબર પડી જાયને એને ?
દાદાશ્રી : એટલી જો સમજણ હોત તો બૈરી જ ના થાત. એટલી સમજણ ના હોય. એ તો એમ જ જાણે કે સ્વભાવ આકરો છે. અમે જ એક દહાડો ત્રાગું કર્યું હતુંને ? એ વાસણો બધા, ખાંડના, ચાના ડબ્બા, ઘાસતેલના ડબ્બા ને તેલના ડબ્બા બધું ફેંકાફેંક કરેલું. બધો રગડો કરેલો, ઓરડામાં રગડો રગડો થઈ ગયો બધો.
પ્રશ્નકર્તા : ધાર્યું કરાવવા ?
દાદાશ્રી : હા. આખી જિંદગીમાં એટલું જ ત્રાગું કરેલું, એને ત્રાગું કહેવાય. દબાવી મારવા, તેય પારકા હારુ, ધર્મને માટે કરવું પડેલું. મારા પોતાના માટે કશું કરેલું નહીં. કારણ કે હીરાબાને અમે કહ્યું કે આવું તમારાથી વર્તન ના કરાય.
વાત એવી હતી, અમને જ્ઞાન થયા પછી મામાની પોળમાં બિચારી