________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૩૧૧
૩૧૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : નુકસાન મળે.
દાદાશ્રી : ખોટનો વેપાર તો કોઈ કરે જ નહીં ને ? કોઈ કહેતું નથી કે ખોટનો વેપાર કરે ! કંઈક નફો કમાતા તો હશે ને ? સંસાર એ ઝઘડાનું સંગ્રહસ્થાન છે, કોઈને ત્યાં બે આની, કોઈને ત્યાં ચાર આની ને કોઈને ત્યાં સવા રૂપિયા સુધી પહોંચી જાય છે ! મોટા મોટા બંગલામાં રહે ને પાંચ જણ હોય, છતાં ઝઘડા કરે છે ! કુદરતે ખાવાપીવાનું આપે છે ત્યારે લોક ઝઘડા કરે છે ! આ લોકો ઝઘડા, ક્લેશ-કંકાશ કરવામાં જ શૂરા
ખૂબ કરવાં પડે. આપણું કશું કોઈ લેતું નથી. ખાવાનું બે ટાઈમ મળે, કપડાં મળે, પછી શું જોઈએ ? ઓરડીને તાળું મારીને જાય, પણ આપણને બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું એટલું જ જોવું. આપણને પૂરીને જાય તોય કંઈ નહીં, આપણે સૂઈ જઈએ. પૂર્વભવનાં વેર એવાં બંધાયેલાં હોય કે આપણને તાળામાં બંધ કરીને જાય ! વેર અને પાછું અણસમજણથી બંધાયેલું ! સમજણવાળું હોય તો આપણે સમજી જઈએ કે આ સમજણવાળું છે, તોય ઉકેલ આવી જાય. હવે અણસમજણનું હોય ત્યાં શી રીતે ઉકેલ આવે ? એટલે ત્યાં વાતને છોડી દેવી.
હવે વેર બધાં છોડી નાખવાનાં માટે કો'ક ફેરો અમારી પાસેથી ‘સ્વરૂપ જ્ઞાન મેળવી લેજો એટલે બધાં વેર છૂટી જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધાં વેર છોડી દેવાનાં, અમે તમને રસ્તો દેખાડીશું.
માકણ કૈડે છે, એ તો બિચારા બહુ સારા છે પણ હું... આ ધણી બૈરીને કૈડે છે. બૈરી ધણીને કૈડે છે એ બહુ વસમું હોય છે. કેડે કે ના
ક્લેશિત ઘેર, થા ઝઘડપ્રૂફ,
સમભાવે કર નિકાલ' તે છૂટ ! પ્રશ્નકર્તા : આપણે ઝઘડો ના કરવો હોય, આપણે કોઈ દહાડો ઝઘડો જ ના કરતાં હોઈએ છતાં ઘરમાં બધાં ઝઘડા સામેથી રોજ કર્યા કરે તો ત્યાં શું કરવું ?
દાદાશ્રી : આપણે ‘ઝઘડાપૂફ થઈ જવું. ‘ઝઘડાપૂફ’ થઈએ તો જ આ સંસારમાં રહેવાશે. અમે તમને ‘ઝઘડાકૂફ કરી આપીશું. ઝઘડો કરનારોય કંટાળી જાય એવું આપણું સ્વરૂપ હોવું જોઈએ. કોઈ ‘વર્લ્ડ’માંય આપણને ‘ડિપ્રેસ’ ના કરી શકે એવું હોવું જોઈએ. આપણે ‘ઝઘડાપ્રૂફ' થઈ ગયા પછી ભાંજગડ જ નહીંને ? લોકોને ઝઘડા કરવા હોય, ગાળો આપવી હોય તોય વાંધો નહીં અને છતાંય નફફટ કહેવાય નહીં, ઊલટી જાગૃતિ ખૂબ વધશે.
પૂર્વે જે ઝઘડા કરેલા તેનાં વેર બંધાય છે અને તે આજે ઝઘડા રૂપે ચૂકવાય છે. ઝઘડો થાય તે જ ઘડીએ વેરનું બીજ પડી જાય, તે આવતે ભવે ઊગશે.
પ્રશ્નકર્તા ઃ તો એ બીજ કેવી રીતે દૂર થાય ?
દાદાશ્રી : ધીમે ધીમે ‘સમભાવે નિકાલ’ કર્યા કરો તો દૂર થાય. બહુ ભારે બીજ પડ્યું હોય તો વાર લાગે, શાંતિ રાખવી પડે. પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : કૈડે.
દાદાશ્રી : તો એ કૈડવાનું બંધ કરવાનું છે. માકણ કેડે છે એ તો કેડીને જતા રહે. બિચારા એ મહીં ધરાઈ ગયો એટલે જતો રહે, પણ બૈરી તો કાયમ કેડતી જ હોય. એક જણ તો મને કહે છે, મારી વાઈફ મને સાપણની પેઠ કૈડે છે ! ત્યારે મૂઆ પૈણ્યો તો શું કરવા તે સાપણની જોડે ? તે એ સાપ નહીં હોય, મૂઆ ? એમ ને એમ સાપણ આવતી હશે ? સાપ હોય ત્યારે સાપણ આવે ને ?
પ્રશ્નકર્તા ઃ એના કર્મમાં લખ્યું હશે એટલે એને ભોગવવું જ રહ્યું, એટલે એ કરડે છે, એમાં વાઈફનો વાંક નથી.
દાદાશ્રી : બસ. એટલે આ કર્મના ભોગવટા છે બધા. તેથી એવી વાઈફ મળી આવે, એવો ધણી મળી આવે. સાસુ એવા મળી આવે નહીં તો આ દુનિયામાં કેવી કેવી સાસુઓ હોય છે ! ને આપણને જ આવા