________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૩૯
૩૧૦
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
દુઃખ ના દેવાય.
વાત વાતમાં ઘેર ઝઘડા,
પત્નીતી પક્ષે હોય તગડા ! દાદાશ્રી : ઘરમાં ઝઘડા થાય છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ‘માઇલ્ડ' થાય છે કે ખરેખરા થાય છે ? પ્રશ્નકર્તા : ખરેખરા પણ થાય, પણ બીજે દિવસે ભૂલી જઈએ.
દાદાશ્રી : ભૂલી ના જાવ તો કરો શું ? બધું ભૂલી જાય તો જ ફરી ઝઘડો કરે ને ? એક ઝઘડો ભૂલ્યા ના હોય તો ફરી કોણ કરે ?
પ્રશ્નકર્તા ઃ એમ કહેવાય છે ને કે એકધાર્યું જીવન જાય તો એ જીવન ના કહેવાય.
દાદાશ્રી : તો મરેલો કહેવાય ? પ્રશ્નકર્તા: મજા ના આવે.
દાદાશ્રી : શાસ્ત્રકારોએ કહ્યું કે ભસ ભસ કરે તો માણસ કેમ કહેવાય ? જાનવર જ કહેવાય ને ! બહાર જેટલો વિવેક રાખે છેને લોકોની જોડે, એવો વિવેક ઘરમાં રાખવો જોઈએ. બહાર પ્લીઝ પ્લીઝ કર્યા કરે ! ત્યારે એવું ઘરમાં પણ એવું પ્લીઝ પ્લીઝ કરવાનું. બેન, જીવન તો સારું જોઈએને, કેમ ચાલે આવા જીવન ?
બહારના લત્તાવાળા આવે ત્યારે બધા ભેગાં મળીને લડે છે ! આ લોકો વિવેકશૂન્ય થઈ ગયા છે !
મહિનામાં કેટલી વખત ઝઘડા થાય છે ?
પ્રશ્નકર્તા: એ તો હાલતાં ને ચાલતાં, સ્વભાવ ગરમ હોય તો કોઈ શું કરે ?
દાદાશ્રી : એ ઝઘડા કરીએ એટલે એકદમ ઠંડો થઈ જાય ? પ્રશ્નકર્તા : એ બોલે રાખે ને આપણે સાંભળે રાખવાનું. દાદાશ્રી : સાંભળવામાં વાંધો નથી પણ બીજું તમે બોલો નહીંને ? પ્રશ્નકર્તા : ના, પાછા આપણે બોલીએ તો લાંબું થાય ને !
દાદાશ્રી : આ તો કોઈ એકનો ઝઘડો થાય જ નહીં, એક પાર્ટી ઝઘડો કરી શકે નહીં કોઈ દહાડોય. બે પાર્ટી ચાલુ થાય તો જ ઝઘડો થાય. એ તમારા પક્ષની પાર્ટી કંઈક તો કરે, ટોણો મારે, કંઈનું કંઈ કરે ખરું ?
પ્રશ્નકર્તા : મોટું ચઢી જાય એવું કંઈક તો થાય.
દાદાશ્રી : હા ! એટલે એક પાર્ટી કોઈ દહાડો ઝઘડો ના હોય, વન પાર્ટી થઈ ગઈ, આપણે કશું જ ના બોલીએ ને આપણે મનમાં ના રાખીએ તો કશું ના થાય.
પ્રશ્નકર્તા: મોઢું ચઢી જાય, આપણે ખસીને જતા રહીએ. પેલું મોઢા પર અસર થઈ જાય પણ બીજા કામમાં વળગી જઈએ.
દાદાશ્રી : મોઢાં પર અસર શેની થાય માર્યા વગર ? માર્યા હોય તો અસર થાય, વગર માર્યાને શું? જો ધર્મય રહ્યો હોતને તો ઘરમાં ઝઘડા ના થાત. થાય તો તે મહિનામાં એકાદ વાર થાય. અમાસ મહિનામાં એક દા'ડો જ આવે ને ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ તો ત્રીસેય દહાડા અમાસ. ઝઘડામાં શું મળતું હશે ?
પ્રશ્નકર્તા : ઝઘડામાં આનંદ આવતો હશે ?
દાદાશ્રી : આ દુષમકાળ છે એટલે શાંતિ રહેતી નથી. તે બળેલો બીજાને બાળી મેલે ત્યારે એને શાંતિ થાય. કોઈ આનંદમાં હોય તે એને ગમે નહીં એટલે પલીતો ચાંપી જાય ત્યારે એને શાંતિ થાય. આવો જગતનો સ્વભાવ છે. બાકી, જાનવરોય વિવેકવાળાં હોય છે, એ ઝઘડતાં નથી. કૂતરાંય છે પોતાના લત્તાવાળાં હોય તેમની સાથે અંદરોઅંદર ના લડે,