________________
૩૬
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૩૦૫ પ્રશ્નકર્તા કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ?
દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે ‘ક્યા હોતા હૈ ?” સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર, બાકી જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ખનું કામ છે.
પ્રશ્નકર્તા ઃ એટલે કેટલાક ઘરે એવા હોય છે કે જ્યાં વાણીથી બોલાચાલી થયા કરે. ઘણી વખત વાણીથી પુષ્કળ બોલાચાલી થાય પણ મન અને હૃદય સાફ હોય.
દાદાશ્રી : હવે વાણીથી ક્લેશ થતો હોય પણ તે સામાને, હૃદય ઉપર અસર ના થાય, એવું જો ઉપલક રહેતું હોય તો તો વાંધો નથી.
પ્રશ્નકર્તા : મન ને હૃદય ચોખ્ખાં હોય. એક-બે મિનિટ પછી જુઓને તો તમને એમ લાગે નહીં, કોઈનાં મન પર અસર ના લાગે. આમની ઉપરેય ના લાગે ને તે પેલાના ઉપર પણ ના લાગે.
દાદાશ્રી : એવું છેને બેન, કે બોલનાર તો હૃદય અને મનથી ચોખ્ખ હોય, એ બોલી શકે. પણ સાંભળનારને તો પથરો વાગે એવું લાગે, એટલે
ક્લેશ થાય જ, જ્યાં બોલ કંઈ ખરાબ છેને, વિચિત્ર બોલ છે ત્યાં ક્લેશ થાય. ના થાય ? એ તો દેખાવ કરે એટલું જ. અંદર અસર બધું કરે. આ મન તો બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ છે.
પ્રશ્નકર્તા : મન ને હૃદય સાફ હોય તો પછી એ કર્કશ નીકળે જ નહીં ને ?
દાદાશ્રી : શબ્દ વખતે ખરાબ નીકળ્યો, પણ એ કર્કશ અસર થયા વગર રહે નહીં. શબ્દ હંમેશાં દિલ ઉપર ઘા કરે.
દાદાશ્રી : એ વધારે ક્લેશ કહેવાય. મન બેચેની અનુભવે તે ઘડીએ ક્લેશ હોય જ. અને પછી આપણને કહે, “મને ચેન પડતું નથી.’ તે ક્લેશની નિશાની. હલકા પ્રકારનું હોય કે ભારે પ્રકારનું હોય. ભારે પ્રકારના ક્લેશ તો એવા હોય છે કે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. કેટલાક તો એવા બોલ બોલે છે ને હાર્ટ તરત ખાલી થઈ જાય. પેલા (અહંકાર)ને ઘર ખાલી જ કરવું પડે, ઘરધણી ને જતા રહેવું પડે (આત્મા) પછી !
એટલે આ જાતજાતના બોલ બોલે. આ શબ્દથી જ જગત ઊભું રહ્યું છે. શબ્દ જો ના હોય, તો કામ થઈ જાય. શબ્દ બહુ વસમો છે. એ શબ્દ ધીમે ધીમે મીઠો થવો, મધુરતા આવવી, એ ધીમે ધીમે મધુરતા આવે ત્યારે પછી શબ્દ બીજાને વહાલા લાગે. વઢે તોય વહાલા લાગે. કેવું? હા. બાકી મીઠી વાણી થયા પછી, મધુર વાણી થયા પછી, તમે ઊલટા વઢોને, તો પેલો હસે, ઊલટો.
પ્રશ્નકર્તા : હા, એ મહત્ત્વનું.
દાદાશ્રી : કષાય ના હોય તો કશું વઢવામાં વાંધો નથી, કષાયનો વાંધો છે.
પ્રશ્નકર્તા : પણ વાણી મધુર થવી જોઈએ.
દાદાશ્રી : મધુર થવી જોઈએ. વેરવી ના થાય, મધુર કરેલી તો પછી જીહાગ્રે રહે. એવી મધુર કરેલી કામની નહીં. ક્લેશભાવ ઓછો થતો જાય, પ્રેમ વધતો જાય તેમ વાણી મીઠી થતી જાય. વાણી મીઠી ક્યારે થાય ?
જ્યારે ભેદભાવ ઓછો થતો જાય ત્યારે, પ્રેમ વધે ત્યારે, પોતાનાં ઘરનાં માણસો પર પ્રેમ તો સહુ કોઈને હોય. પણ જ્યારે પોતાનાં ઘરનાં માણસ જેવો બીજા ઉપરેય પ્રેમ વધતો જાય ત્યારે છે તે વાણી મધુર થતી જાય. અને ત્યારે બે ધોલો મારો તોય એને પ્રેમ જ લાગે.
બાકી એક માણસને તમે કહો કે તમે જૂઠા છો ? હવે જૂઠા કહેતાંની સાથે તો એટલું બધું વિજ્ઞાન ફરી વળે છે મહી, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે ને તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના
પ્રશ્નકર્તા : વાણીથી કશોય ક્લેશ ના હોય, પણ મનમાં ક્લેશ ઉત્પન્ન થયો હોય, વાણીથી કર્યું ના હોય પણ મનમાં હોય બહુ તો એ ક્લેશ વગરનું ઘર કહેવું ?