________________
એક આંખ જતી રહી હતી, ઝામરના દર્દમાં. તે વખતે લોકો ફરી પરણાવવા પાછળ પડ્યા ત્યારે દાદાશ્રીએ કહ્યું, ‘હીરાબાને મેં કહ્યું છે, અમે તો પરણતી વખતે પ્રોમીસ ટુ પે કરેલું છે. તે હું કોઈ દિવસ ફરું નહિ, દુનિયા આઘીપાછી થઈ જાય તોય !' પ્રોમીસ એટલે
પ્રોમીસ !
પતિ-પત્ની એકબીજાની પ્રકૃતિને ઓળખી લે તો મતભેદ જ ના થાય. દાદાશ્રી કહે છે, ‘અમને જ હીરાબાની પ્રકૃતિની ઓળખાણ પુણ્યા પછી પીસ્તાલીસ વર્ષ પછી પડી. તેય એક ફેરો મતભેદ પડી ગયો પણ બીજી મીનીટે અમારી ભૂલ કબૂલ કરી ને વાળી લીધું' ! હવે એકબીજાની પ્રકૃતિને કઈ રીતે ઓળખવી ? સરખો દાવ આપે ત્યારે. જેમ સોગટાની રમતમાં દાવ આપે છેને તેમ.
દાદાશ્રી કહે, “અમે હજુય હીરાબાને નાટકીય રીતે કહીએ કે અમેરિકા જઈએ છીએ પણ ત્યાંય અમને તમારા વગર ગમતું નથી.’
ધણી કોને કહેવાય કે પત્નીને એના વગર ગમે જ નહિ. એને દેવ જેવો દેખાય. પતિ-પત્ની તો કોને કહેવાય કે જે સંસાર નભાવે. સંસારને ફેરફાર કરી નાખે, એને પતિ-પત્ની જ કેમ કહેવાય ? કેટલાક ઝઘડો કરે ને કપ-રકાબી તોડી નાખે ને પછી નવા લઈ આવે. ત્યારે મૂઆ પહેલેથી જ તોડવા ન હતાને ! ધણી તો એવો હોવો જોઈએ કે વહુ આખો દહાડો ધણીનું મોઢું જોયા કરે.
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
ઘણી સ્ત્રીઓ કહે છે કે બે ધોલો મારો તો સારું પણ તમે બોલો છો તે મારી છાતીએ ઘા વાગે છે.' પછી એ જ ઘા થૈડપણમાં ધણીએ ખાવા પડશે. બૈરાં-છોકરાં વાત વાતમાં છાંછીએ કરશે.
ડુંગર પરથી પથરો પડે ત્યાં કોને ગુનેગાર કહીએ ? ટેબલ વાગે તો કોને મારવા જઈએ ? એવું આ લોકોનું રાખવું.
કેટલાક ધણી-ધણીયાણી ઝઘડે પણ આપણે સમજી જવું કે આ
પોપટમસ્તી છે. ઘડી પછી પાછાં એકના એક જોવા મળે.
29
ટકોર કરવી તો એવી રીતે કરવી કે એમાં આપણો અહં ભળેલો ના હોય અને ટકોર કરીને તરત જ એનું પ્રતિક્રમણ હાર્ટિલી કરી લેવું. તોજ સામાને ના વાગે.
કર્મનો હિસાબ કેવો છે કે એક કલાક જો નોકરને, છોકરાંને કે વહુને ટૈડકાવ ટૈડકાવ કર્યા હશે તો એ ધણી થઈને, સાસુ થઈને કે છોકરો થઈને આખી જિંદગી કચડ કચડ કરશે. કોઈને દુઃખ દીધું તો આપણને દુઃખ પડ્યા વગર રહે જ નહિ.
વહુને જાતે પસંદ કરીને લાવે પછી બૂમો પાડે કે ‘વહુ આવી છે ને તેવી છે'. એમાં વહુનો શો દોષ ? ઘરમાં કોઈને કંઈ કહેવું એ
મોટામાં મોટો અહંકારનો રોગ છે. બધાં પોતપોતાનો હિસાબ લઈને જ આવ્યા છે ! બધું ‘વ્યવસ્થિત’ જ છે. અવ્યવસ્થિત ક્યારેય થતું જ નથી. ઘરમાં અક્ષરેય બોલ બોલાય નહિ, જ્ઞાની સિવાય કોઈથીય. ‘જ્ઞાની’ની વાણી કેવી હોય ? પરેચ્છાનુસારી હોય. બીજાઓની ઈચ્છાઓને આધારે
એ બોલે છે.
અબોલા લેવાથી સુધરે ? ના. અબોલા એટલે માથે દસ મણનો ભાર. ત્યાં તો પહેલાં જ સામે ચાલીને ‘કેમ છો’ બોલી કરીને નિકાલ કરી નાખવો. ટૈડકાવાથી સામો નરમ ના થાય. ઊલટું નોંધ રાખી વેર રાખે ને પાછલી ઉંમરે વસુલ કરે. માટે તાંતો રાખી પરમાણુઓ મહીં સંગ્રહી ના રાખવા. અમુક કેસમાં જ્યારે આપણે સામાના અબોલા તોડાવા સામે ચાલીને માફી માગીએ ને પેલો વધારે ચગે તો ત્યાં પછી છેટા રહેવું, પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલા સરળ હોય ત્યાં તો ઉકેલ લાવી નાખવો.
વ્યવહાર કાપી નાખવાથી પૂરો થાય એમ નથી. ત્યારે મૌન રહી જોયા કરવું. સમય જ ઉકેલી આપે.
બાબો વાઈફના હાથમાંથી પડી ગયો તો કશું કહેવાય નહિ. અને કહેવું જ હોય તો સમ્યક્ રીતે કહેવાય કે ‘ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ?” ત્યારે એ કહે ‘જાણીજોઈને હું કંઈ ફેકું ? એ તો હાથમાંથી છટકી ગયો.' ત્યાં કોઈને લાગે કે એ જૂઠું બોલી, તો
30