________________
ને હાર ચઢાવે તોય ના વધે. ઘડીમાં ઉભરાય જાય ને ઘડીમાં બેસી જાય એ પ્રેમ નહિ પણ આસક્તિ કહેવાય. સાચો પ્રેમ તો વર્લ્ડમાં જોવા જ ક્યાંથી મળે ? સાચો પ્રેમ નિર્ભેળ હોય. પ્રેમ હોય ત્યાં એટેક ના હોય.
ધણી કરતા ‘કમ્પનીયન’ (સહાચારી) કહેવું સારું. એમાં આસક્તિ અગ્નિ જેવી નહીં.
‘મારી વહુ, મારી વહુ' કહીને આંટા માર્યા, તે વહુ મર્યા પછી ‘નહોય મારી, નહોય મારી’ તેટલી જ વાર કરે ત્યારે એ રાગ છૂટે.
ધણી જોડે જે દ્વેષ છે તે આસક્તિનું પરિણામ છે. રાગમાંથી શ્રેષ ને દ્વેષથી છૂટાં પડે તે પાછું આકર્ષણ થાય, રાગ થાય.
સાચો પ્રેમ હોય ત્યાં ઝઘડો ના હોય, મતભેદ ના હોય, મોઢા ચઢેલાં ના હોય, અરે ઉહકારોય ના હોય. આ તો પત્નીને મોઢે ગુમડું થયું હોય તો જોડે સિનેમા જોવા ના લઈ જાય. ક્યાં ગયો તારો પ્રેમ ?
- પતિ-પત્નીમાં સાચો પ્રેમ હોય ખરો ? ન હોઈ શકે. જે વધઘટ થાય તે પ્રેમ નહિ પણ આસક્તિ છે. અથટ-અવધ પ્રેમ તે જ સાચો પ્રેમ, તે જ પરમાત્મપ્રેમ કહેવાય. અને ત્યાં તે પ્રેમ પ્રગટ થયો તેને દેહધારી પરમાત્મા જ કહેવાય.
સાચા પ્રેમમાં દોષ ના દેખાય. એની ભૂમ્સ ના કાઢે કે ખોડ ના કાઢે. સામો ખખડાવે તો પોતે શાંત રહીને પ્રેમથી નિકાલ કરે.
કમેનિયનશીપમાં આસક્તિ ઓછી હોય, એટલે પતિ-પત્ની કરતાં ત્યાં ઝઘડા ઓછા થાય. જ્યાં વધારે આસક્તિ ત્યાં ઝઘડા, શંકા-કુશંકા બહુ હોય. રાગમાંથી ષ ને દ્વેષમાંથી રાગ, એ કાયદો છે રાગ-દ્વેષનો.
કેટલાંક પતિ-પત્ની બહુ ઝઘડે, તે જોનાર ચક્કર ખાઈ જાય ને પેલાં થોડીવાર પછી ગેલ કરતાં હોય ! એને પોપટમસ્તી કહેવાય. પ્રેમમાં તો સામાના દુ:ખે પોતે તેટલી જ વેદના વેદે.
જ્ઞાનીનો પ્રેમ કેવો હોય ? સંપૂર્ણ અપેક્ષા વિનાનો. એ પ્રેમથી જ બધા સુધરે. એ પ્રેમથી જ બધાં એમને સંપૂર્ણપણે વશ વર્તે. સાચો
પ્રેમ છે કે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ અપેક્ષા જ ન હોય. એ પ્રેમમાં એકવાર ડૂબકી મારી તો જુઓ ! પ્રેમ સ્વરૂપને જુઓ તો પ્રેમ સ્વરૂપ થશો.
આસક્તિ એ તો લોહચુંબકને ટાંકણીની જેમ ખેંચાણ જેવું છે. આ પરમાણુઓનું સાયન્સ છે. મળતાં પરમાણુઓનું આકર્ષણ, નહિ તો વિકર્ષણ ! એને લોકો પ્રેમ છે, રાગ છે એવું માને છે. આત્મા આમાં તદન ન્યારો જ રહે છે. પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમમાં તરછોડ ના હોય. વિકૃત પ્રેમ એ આસક્તિ. ' લોહચુંબક લોહને ખેંચે તેમ સ્ત્રી-પુરુષનું આકર્ષણનું વિજ્ઞાન છે. દેહ ખેંચાય ને લોકોને એમ થાય કે મને કેમ આકર્ષણ થાય છે ? આ પરમાણુઓનું સાયન્સ છે. મળતા પરમાણુઓનું આકર્ષણ ને ના મળતાનું વિકર્ષણ થાય. જડ જડને ખેંચે છે ને બ્રાંતિથી માને છે કે મને પ્રેમ છે.
શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા. કાયમ એક સરખો જ હોય એ પ્રેમ. શુદ્ધ પ્રેમમાં કષાય રહિતતા હોય. એ પ્રેમ જોતાં જ હૈયું ઠરી જાય. એ પ્રેમમાં સ્ત્રી સ્ત્રીપણું ભૂલી જાય, પુરુષ પુરુષપણું ભૂલી જાય. જ્ઞાની પુરુષનો પ્રેમ, શુદ્ધ પ્રેમ હોય, પરમાત્મપ્રેમ હોય. એ પ્રેમ જેણે ચાખ્યો તે જ એ જાણી શકે. જ્ઞાની પોતે પ્રેમ સ્વરૂપ થયેલા હોય. એ પ્રેમમાં જગત વિસ્મૃત જ રહે. એ પ્રેમમાં મસ્ત તેનો સંસારેય આદર્શ ચાલે.
(૧૬) પરણ્યા એટલે “પ્રોમીસ ટુ પે’ ! એક જણ પરમ પૂજય દાદાશ્રીને પૂછે, ‘તમને કોઈ વખત પરણવા માટે પસ્તાવો થયેલો ખરો કે ?” ત્યારે તેઓશ્રીએ કહ્યું, ‘ના બા. હું તો પસ્તાવો કરવાનું શીખ્યો જ નથી કોઈ દહાડોય ! હું કાર્ય જ પહેલેથી એવું કરું રે પસ્તાવો જ ના કરવો પડે.’ પસ્તાવો શેને માટે થાય ? જે બને છે તે આપણા જ ચીતરેલા ડ્રોઈંગ મુજબ ! રાજી ખુશીથી જે સોદા કરેલા તે હવે ફરી જવાય ?
પત્નીની સેવા કરવી એ ફરજ છે. હીરાબાને ૧૯૪૩ની સાલમાં
27
2B