________________
(૧૧) શંકા બાળે સોનાની લંકા
૨૧૯
૨૨૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
હૉસ્પિટલમાં જવું પડે ખાતરી ખોળનારને હં કે ! અને જેની ખાતરી માંગેને તે બધા ફરી ફરીને મેન્ટલ હૉસ્પિટલમાં ઘાલી દે, આ જીવડું કંઈથી પાક્ય ખાતરી ખોળનારું. એને જીવડું કહે લોકો.
આ દુનિયામાં બે વસ્તુ રાખવી. ઊપરચોટિયા (ઉપલક) ખાતરી ખોળવી અને ઊપરચોટિયા શંકા કરવી. ઊંડા ઊતરવું નહીં. અને અંતે તો ખાતરી કરનારો પછી મેડ થાય, મેન્ટલ હૉસ્પિટલમાં લોક ઘાલી દે. આ વહુને એક દહાડો કહે, તું ચોખ્ખી છું, એની ખાતરી શું ? ત્યારે વહુ શું કહે, જંગલી મૂઓ છે.
આ છોડીઓ બહાર જતી હોય, ભણવા જતી હોય તોય આમ શંકા. ‘વાઈફ’ ઉપર શંકા. એવો બધો દગો ! ઘરમાંય દગો જ છેને, અત્યારે ! આ કળિયુગમાં પોતાના ઘરમાં જ દગો હોય. કળિયુગ એટલે દગાનો કાળ. કપટ ને દગો, કપટ ને દગો. કપટ ને દગો ! એમાં શું સુખને માટે કરે છે ? તેય ભાન વગર, બેભાનપણે ! નિર્મળ બુદ્ધિશાળીને ત્યાં કપટ ને દગો ના હોય. આ તો ‘ફૂલિશ’ માણસને ત્યાં અત્યારે દગો ને કપટ હોય. કળિયુગ એટલે ‘ફૂલિશ’ જે ભેગાં થયા છે ને ?
પ્રશ્નકર્તા : આ દગો ને કપટ કરવામાં બુદ્ધિનો ફાળો ખરો ને ?
દાદાશ્રી : ના, સારી બુદ્ધિ, એ કપટ ને દગો કાઢી નાખે. બુદ્ધિ સેફસાઈડ' રાખે, એક તો શંકા મારી નાખે, પછી આ કપટ ને દગો તો હોય જ. અને પાછા પોતાના સુખમાં જ દરેક રાચતા હોય.
પ્રશ્નકર્તા : પણ પોતાના સુખમાં રહેવા માટે બુદ્ધિના ઉપયોગથી દગો ને કપટ રમી શકે ને ?
દાદાશ્રી : જ્યાં પોતાની જાતનું સુખ ખોળવું ત્યાં સારી બુદ્ધિ હોય જ નહીં ને ! સારી બુદ્ધિ તો સામુદાયિક સુખ ખોળે કે આખું મારું ઘર સુખી થાય. પણ આ તો છોકરો પોતાનું સુખ ખોળતો હોય, બૈરી પોતાનું સુખ ખોળતી હોય, છોડી પોતાનું સુખ ખોળતી હોય, બાપ પોતાનું સુખ ખોળતો હોય, દરેક પોતપોતાનાં સુખ ખોળે છે. આ તો ઉઘાડું કરેને, તો ઘરનાં માણસો ભેગાં રહે નહીં. પણ આ તો બધાંય ભેગાં રહે છે ને ખાય છે
ને પીવે છે ! ઢાંકેલું તે જ સારું !
બાકી શંકા રાખવા જેવી ચીજ જ નથી, કોઈ પ્રકારે. એ શંકા જ માણસને મારી નાખે. આ બધા શંકાને લઈને જ મરી જ રહ્યાં છે ને ! એટલે આ દુનિયામાં મોટામાં મોટું ભૂત હોય તો શંકાનું ભૂત છે. જગતમાં કંઈક લોકોને ખઈ ગયેલી, ભરખી ગયેલી ! માટે શંકા ઊભી જ ના થવા દેવી. ગમે તેવી શંકા ઊભી થાય તો જન્મતાં જ એને મારવી, એનો વેલો વધવા ના દેવો. નહીં તો જંપીને નહીં બેસવા દે શંકા, શંકાએ તો લોકોને મોટા મોટા રાજાઓને પણ શંકાએ મારી નાખેલા.
ચારિત્ર્યની શંકાતો પડે માર !
શંકાતું ફળ અનેક અવતાર ! લોકોએ કહ્યું હોય, આ નાલાયક માણસ છે, તોય આપણે એને લાયક કહેવો. કારણ કે વખતે નાલાયક ના પણ હોય ને એને નાલાયક કહેશો તો બહુ દોષ બેસશે. સતી હોય ને જો વેશ્યા કહેવાઈ ગઈ તો ભયંકર ગુનો, તેનું કેટલાય અવતાર સુધી ભોગવ્યા કરવું પડશે. માટે કોઈનાય ચારિત્ર સંબંધમાં બોલશો નહીં. કારણ કે એ ખોટું નીકળે તો ? લોકના કહેવાથી આપણેય કહેવા લાગીએ તો એમાં આપણી શી કિંમત રહી ? અમે તો એવું કોઈ દહાડોય કોઈનું બોલીએ નહીં ને કોઈને બોલ્યો નથી. હું તો હાથ જ ના ઘાલું ને ! એ જવાબદારી કોણ લે ? કોઈના ચારિત્ર સંબંધી શંકા ના કરાય. મોટું જોખમ છે. શંકા તો અમે ક્યારેય લાવીએ નહીં. જોખમ આપણે શું કરવા લઈએ ?
પ્રશ્નકર્તા : પણ, શંકાથી જોવાની મનની ગ્રંથિ પડી ગઈ હોય તો ત્યાં કયું “એડજસ્ટમેન્ટ’ લેવું ?
દાદાશ્રી : આ તમને દેખાય છે કે આનું ચારિત્ર ખરાબ છે, તે શું તેવું પૂર્વે નહોતું ? આ તો ઓચિંતું કંઈ ઉત્પન્ન થઈ ગયેલું છે ? એટલે સમજી લેવા જેવું છે. આ જગત. કે, આ તો આમ જ હોય. આ કાળમાં ચારિત્ર સંબંધી કોઈનું જોવું જ નહીં. આ કાળમાં તો બધે એવું જ હોય. ઉઘાડું ના હોય, પણ મન તો બગડે જ. એમાં સ્ત્રી ચારિત્ર્ય તો નવું કપટ