________________
(૧૧) શંકા બાળે સોનાની લંકા
૨૧૭
૨૧૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : આત્મા ઉપર મમતા બેસે એટલે (સંસારમાં) ઓછી થઈ
જાય.
પોતાને જ દુઃખ આપે છે.
પ્રશ્નકર્તા : પણ દાદા, સામી વ્યક્તિ શંકાનાં કારણમાં કારણભૂત બનતી હોય, તો એણે.... પેલો જેમ, ગજવું કાપનાર ગજવું કાપીને હમણાં તો જલેબી ખાય છે પણ પછી એ પકડાશે ત્યારે એ નહીં ભોગવે ?
દાદાશ્રી : પકડાય ત્યારે આવું કંઈ ભોગવે.
પ્રશ્નકર્તા: દાદા, આપે બહુ સરસ કીધું કે જ્યારે દુઃખ ભોગવવાનું થાય ત્યારે શંકા થાય !
દાદાશ્રી : શાંતિ હોય, આનંદ હોય પણ દુ:ખ ભોગવવાનો વખત આવ્યો કે શંકા ઊભી થાય.
શંકા જિંદગીભર તવ જાય,
અસર દેહ-મત પર થાય ! એક ધણીને એની વાઈફ પર શંકા પડેલી. એ બંધ થાય? ના. એ લાઈફ ટાઈમ શંકા કહેવાય. કામ થઈ ગયુંને, પુણ્યશાળી (!) પુણ્યશાળી માણસને થાય ને ! એવી વાઈફનેય ધણી પર શંકા પડી, તેય આખી લાઈફ ટાઈમ ના જાય.
પ્રશ્નકર્તા: ન કરવી હોય ને છતાં થાય, એ શું ?
દાદાશ્રી : પોતાપણું, માલિકીપણું. મારો ધણી છે. ધણી ભલે હોય, ધણીનો વાંધો નથી. મારો કહેવામાં વાંધો નથી, મમતા રાખવી નહીં. મારો કહેવાનો, મારો ધણી એમ બોલવાનું, પણ મમતા નહીં રાખવી.
પ્રશ્નકર્તા : ધણી પરથી મમતા કેવી રીતે ઉઠાવી લેવાય ? મારો નહોય, નહોય મારો એવું કે' કે' કરવાનું ?
દાદાશ્રી : ના, એ કહેવાય નહીં. મારો તો છે જ, ધણી તો મારો જ છે. મારો મહીં કહેવાની ક્યાં જરૂર છે ? મમતા ના હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : તો મમતા ઓછી કેવી રીતે કરાય ?
મારી કરવા જેવી ચીજો છે બધી પણ મમતા રાખવા જેવી નથી. મારી જરા ખસી ગઈ તો તમારી, પણ મમતા નહીં. મારી બાઉન્ડ્રીથી મારી ખસી ગઈ તો તમારી.
શંકા તો રાતે આવીને, એટલે જ્યાં સુધી શરીર થાકે નહીં ત્યાં સુધી તાળું વાસે નહીં. શરીર થાકીને સૂઈ જાય, ત્યારે તાળું વાસી દે.
પ્રશ્નકર્તા : શરીરમાં પણ ફેરફાર થઈ જાય. ગભરામણ લાગે, એવું બધું થઈ જાય.
દાદાશ્રી : હા, પણ થાકીને સુઈ જાય ઊંઘી જાય. સવારમાં ઊઠીએ કે, રાતે પુરુષાર્થ કર્યો શંકાનો તેનું શું ફળ મળ્યું તમને ? ત્યારે કહેશે, શરીર બગડ્યું. અને મહીં મન-બન બધું ઢીલું થઈ જાય. મન વીક(નબળું) થઈ જાય. બુદ્ધિ ગાંડી થઈ જાય. અહંકાર કદરૂપો થઈ જાય. અહંકાર રૂપાળો હોય છે બળ્યો પણ કદરૂપો થઈ જાય.
શંકા દૈવી વહુની ખાતરી ખોળે,
ઊંડો તા ઊતર, રહે ઉપર છલ્લે ! શંકાવાળા એટલે શંકાનું ભૂત જાગ્યું કે માણસ મરી ગયો. ખાતરી ખોળે ! આ દુનિયામાં જે ખાતરી ખોળે એ મરી ગયેલો, મેડ માણસ કહેવાય. ખાતરી ખોળે છે જે એને ઘરથી નાસી જવું પડે. માટે કોઈ ચીજની ખાતરી ના ખોળો.
પ્રશ્નકર્તા : બધા બજારમાં તો કંઈ પણ વસ્તુ લેવા જાય તો જોઈને
લે.
દાદાશ્રી : હા, જોઈને લો. પછી ઊંડા ના ઊતરો. ઊંડા ઊતરશો તો ભાગી જવું પડશે. ખાતરી ના ખોળો. જે બન્યું એ કરેક્ટ. પછી કંઈ નવું કરેક્ટ હોતું નથી. ખાતરી ખોળવા ગયો કે આવી બન્યું, મેન્ટલ