________________
રસોડામાં ગમે તેટલું નુકસાન થઈ જાય તોય પતિએ એ બાબતમાં અક્ષરેય ના બોલાય. તેવી જ રીતે ધંધામાં, બહારના વ્યવહારમાં શું નફો-ખોટ થયા તે બાબતમાં પત્નીથી અક્ષરેય ના બોલાય. એક જણ ખોડ કાઢશે તો બીજોય શરૂ થશે. માટે આ મર્યાદા, નિયમ જાળવવો. એટલે ઘરમાં કકળાય જ ના થાય.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે હીરાબાએ અમને દરરોજ પૂછવાનો રિવાજ કે “શું શાક લાવું ?” ત્યારે અમે એમને કહીએ, ‘તમને જે ઠીક લાગે છે. કોઈ દહાડો એ ના પૂછે તો અમે કહીએ, ‘કેમ આજે આ શાક કર્યું ?” એ કહે તમને રોજ પૂછું છું પણ તમે તો ‘તમને ઠીક લાગે તે કહો છો’ એટલે આજે ના પૂછયું ! ત્યારે અમે કહીએ, ‘તમારે પૂછવાનું રાખવાનું ને મારે ‘તમને ઠીક લાગે તે” એ કહેવાનું રાખવાનું. આવો વ્યવહાર આપણે રાખવાનો !” એ આપણું માન રાખે, આપણે એમનું માન રાખીએ. ‘તમને ઠીક લાગે તે' કહીને. આમાં અહંકાર નથી. સામસામી પ્રેમ ને એકતા સચવાય.
પોલિસવાળો પકડીને લઈ જાય પછી એ જેમ કરાવે તેમ આપણે કરીએ કે નહીં ? તેવું ઘરમાં રહેવું. ઉકેલ લાવવો. હિતાહિતની વાત કંઈ શાસ્ત્રમાં જડે ?!
ઘરમાં લડાઈઓ થાય છે તે સ્ત્રીને ધંધાની વાત કરીને જ ! એકબીજાના ડિપાર્ટમેન્ટનો હિસાબ ક્યારેય ના મંગાય. હા, સામો એના ડિપાર્ટમેન્ટમાં મદદ માગે તો તે આપવાની આપણી ફરજ.
બીબી બહુ બીઝી’ હોય ત્યારે આપણે જે હોય તે ચલાવી લેવું.
ઘરમાં પુરુષ પોતાનું ચલણ રાખવા જાય તેથી તેનો વક્કર ના રહે. સ્ત્રીને જ ઘરનું ચલણ સોંપી દેવું, તેથી વક્કર રહે. આપણે કહીએ તે કરી દે છે. દાદાશ્રી કહે છે, “અમે ઘેર હીરાબાના મહેમાનની જેમ રહીએ. ગેસ્ટને શું કંઈ કરવું પડે ? હોસ્ટ જ બધું કરી આપે. ગેસ્ટને કંઈ કઢી હલાવવાની હોય ? ઘર એમનું ને અમે એમના મહેમાન. નાચલણીયું નાણું જ ભગવાન પાસે રહે ને ચલણીયું નાણું તો ક્યાંય કાળા બજારીઓના હાથમાં ફરતું હોય, કૂટાતું હોય !
(૧૧) શંકા બાળે સોનાની લંકા ! શંકાશીલ થવાનું મૂળ કારણ શું ? માલિકીપણું, મારાપણું માન્યું તેથી.
ધણીને સ્ત્રી માટે કે સ્ત્રીને ધણી માટે શંકા થઈ તે જિંદગીભર જાય નહિ ને જીવન કડવું ઝેર જેવું બની જાય. મન-શરીર બધાં ખલાસ કરી નાખે શંકા તો. બુદ્ધિ ગાંડી થઈ જાય ને અહંકાર કદરૂપો થઈ જાય. મારાપણું જાય શી રીતે ? આત્મા પર મમતા બેસે તો બીજે બધેથી જાય.
શંકાનું ભૂત પેઠું એટલે ખાત્રી ખોળે. જે ખાત્રી ખોળે એને મરી ગયેલો જાણવો. ઊંડા ના ઉતરાય. ઉપરચોટીયું જ જોવાય. વાઈફ પર શંકા, દીકરીઓ કોલેજ ભણવા જાય તેમની પરેય શંકા ! કોઈના ચારિત્ર્ય ઉપર શંકા ના કરાય. એનાથી તો કેટલાય અવતાર ભટકવું પડે.
શંકા ક્યારે પડે ? દેખે ત્યારે જ. તે પહેલા શું એ ન હતું ? આ કાળમાં મોટા ભાગે બગડેલું જ ચારિત્ર્ય જોવા મળે. દેહથી નહિ તો મનથી તો બધે બગડેલું જ હોય. આ જગત પોલંપોલ છે. સૌથી ઉત્તમ એ કે જે વિષયથી છૂટ્યા હોય ! “વ્યવસ્થિત’નું જ્ઞાન હાજર રાખે નિઃશંક થવાય.
બૈરીના ચારિત્ર્ય સંબંધી જેને શાંતિ જોઈતી હોય તો તેણે કાળી છૂંદણાવાળી વહુ લાવવી કે જેથી એનું કોઈ ઘરાક જ ના થાય. એને કોઈ પાસ ના કરે અને જેણે પાસ કરી હોય તેને બહુ જ એ સિન્સીયર રહે. આજકાલ લોક કેવાં છે ? હોટલ દેખે ત્યાં જમે. પત્ની કોઈની જોડે ફરતી હોય તો તેને ડહાપણ રાખી મનાવી લેવી, સંભાળી લેવી, નહિ તો ભાગી જશે. આ બધાં ઋણાનુબંધ છે, બધી ફાઈલો છે.
(૧૨) ધણીપણાના ગુના ! સ્ત્રીથી કંટાળીને કંઈ ભાગી જવાય ? આપણે પરમાત્મા છીએ. એનો સમભાવે નિકાલ કરવો. એનાં પ્રતિક્રમણ ખૂબ કરવાં. આપણું અપમાન કરે તો તેનું પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કરીએ તો તેના પર દ્વેષભાવ ના થાય.
23