________________
પૈસાનો વ્યવહાર
આ ચંદુભાઈ છે ને, તે ચંદુભાઈ જુદા છે અને આત્મા જુદો છે, અંદર બે છૂટા પડી શકે એમ છે. બેના ગુણધર્મો ય જુદા છે. જેમ અહીં આગળ સોનું ને તાંબું બે ભેગાં થયાં હોય. તો ફરી છૂટા પાડવા હોય તો પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા : પડે.
દાદાશ્રી : એવી રીતે આને છૂટા જ્ઞાની પુરુષ પાડી શકે. જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે, અને તમારે છૂટા પાડવા આવવું હોય તો આવજો અહીં અને લાભ જોઈતો હોય તો આવજો.
અને ધંધો ચાલ્યા કરે. પણ ધંધામાં એક ક્ષણવાર છે તે અમારો ઉપયોગ ના હોય. ખાલી નામ હોય એ બાજુ. પણ અમારો ઉપયોગ એક ક્ષણવારે ય ના હોય. મહિનામાં એકાદ દિવસ બે કલાક મારે વખતે જવું પડે. ને જઈએ, પણ તે અમારો ઉપયોગ ના હોય. ઉપયોગ ના હોય એટલે શું તે તમે સમજ્યા ? આ લોકો દાન લેવા જઈએ છીએ ને, તે કોઈ પાસે દાન લેવા ગયા હોય, આપણે કહીએ ને કે આ સ્કૂલને માટે દાન આપો, તો પેલો એનું મન જુદું રાખે આપણાથી. રાખે કે ના રાખે ?
પ્રશ્નકર્તા : રાખે.
દાદાશ્રી : એવી રીતે આમાં બધું જુદું રહે. એમાં જુદા રાખવાના રસ્તા હોય છે બધા. આત્મા યે જુદો છે ને આ યે જુદો છે.
ધંધામાં મેં ચિત્ત રાખ્યું નથી. ધંધામાં આખી જિંદગી ય ચિત્ત રાખ્યું નથી. ધંધો કર્યો છે ખરો. મહેનત કરી હશે. કામ કર્યું હશે. પણ ચિત્ત નથી રાખ્યું.
(૧૧૮) પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે.
દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું વધારે. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યની અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. જે ચઢ-ઉતર થાય એનું નામ જ ધંધો, પૂરણ-ગલન છે એ. પૂરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ
પૈસાનો વ્યવહાર પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી, અને જે આપણી મિલકત છે, તેમાંથી કશું જ પૂરણ-ગલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે ! આ તમારા ઘરમાં તમારા વહુ-છોકરા બધાં જ પાર્ટનર્સ છે ને ?
પ્રશ્નકર્તા : સુખ-દુઃખના ભોગવટામાં ખરાં.
દાદાશ્રી : તમે તમારી બૈરી-છોકરાંના વાલી કહેવાઓ. એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો.
પ્રશ્નકર્તા : ચિંતાનું સ્વરૂપ શું છે ? જન્મ્યા ત્યારે તો હતી નહીં ને આવી ક્યાંથી ?
દાદાશ્રી : જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધે. જન્મ્યા ત્યારે બુદ્ધિ હોય છે ? ધંધા માટે વિચારની જરૂર છે. પણ તેની આગળ ગયા તો બગડી જાય. ધંધા અંગે દસ-પંદર મિનિટ વિચારવાનું હોય. પછી એથી આગળ જાઓ ને વિચારોના વળ ચઢવા માંડે તો નોર્માલિટીની બહાર ગયું કહેવાય, ત્યારે તેને છોડી દેજો. ધંધાના વિચાર તો આવે, પણ એ વિચારમાં તન્મયાકાર થઈને એ વિચાર લંબાય તો પછી એનું ધ્યાન ઉત્પન્ન થાય ને તેથી ચિંતા થાય. એ બહુ નુકસાન કરે.
| (૧૨૦) પ્રશ્નકર્તા : મનમાં નક્કી કરે કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન નથી કરવું, પણ દુકાન ખોટમાં જ જાય છે એટલે તો કરવું પડે ને, શું કરે ?
દાદાશ્રી : અલ્યા, દુકાન ખોટમાં જાય છે, તું કંઈ ખોટમાં જઉં છું તે ? એ ખોટમાં તો દુકાન જાય છે. દુકાનનો સ્વભાવ જ એવો છે કે ખોટમાં ય લઈ જાય અને પછી નફામાં ય લાવે. એટલે એ ખોટ ને નફો દેખાયા કરે !
(૧૨૨) અમે ધંધો કરતાં પહેલાં શું કરીએ ? સ્ટીમર ચાલવા મૂકી હોય, ત્યાં પૂજાઓ બધી ભણાવી દઈએ, મહારાજની પાસે, સત્યનારાયણની કથા, બીજી પૂજા બધું કરીએ. વખતે સ્ટીમરની યે પૂજા કરીએ, પછી અમે સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ કે, ‘તારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઈચ્છા નથી ! અમારી ઈચ્છા નથી !! અમારી ઈચ્છા નથી !!!! એવું