________________
પૈસાનો વ્યવહાર પણ તમારા અંતરાય ના હોવા જોઈએ, તો ભેગી થાય.
સત્યનિષ્ઠા જોઈએ. ઈશ્વર કંઈ મદદ કરવા નવરો નથી. કોઈને ય કશી મદદ કરવા એ નવરો નથી. તમારી સાચી દાનત હશે તો તમારું ફળશે.
લોક કહે છે, “સાચાને ઈશ્વર મદદ કરે છે !? પણ ના, એવું નથી. ઈશ્વર સાચાને મદદ કરતો હોય તો ખોટાવાળાએ શું ગુનો કર્યો છે ? તો ઈશ્વર પક્ષપાતી છે ? ઈશ્વરે તો બધે નિષ્પક્ષપાતી રહેવું જોઈએને ? ઈશ્વર એવી કોઈને મદદ કરતો નથી. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વરનું નામ યાદ કરતાંની સાથે જ આનંદ થાય. તેનું કારણ શું છે કે એ મૂળ વસ્તુ છે. અને તે પોતાનું સ્વરૂપ જ છે. એટલે યાદ કરતાંની સાથે આનંદ થાય. આનંદનો લાભ મળે. બાકી ઈશ્વર કશું કરી આપે નહીં. આપવાનું એ શીખ્યા જ નથી. અને એમની પાસે કશું છે પણ નહીં તો શું આપે
(૧૧૩) પ્રશ્નકર્તા : દાદા વ્યવહાર કેવી રીતે કરવો ?
દાદાશ્રી : વિષમતા ઊભી ના થવી જોઈએ. સમભાવે નિકાલ કરવો. આપણે જ્યાંથી કામ કઢાવવું હોય તે મેનેજર હોય તે કહે, ‘દસ હજાર રૂપિયા આપો તો તમારો પાંચ લાખનો ચેક કાઢીશ.’ હવે આપણા ચોખ્ખા વેપારમાં તો કેટલોક નફો હોય ? પાંચ લાખ રૂપિયામાં બે લાખ આપણા ઘરના હોય ને ત્રણ લાખ લોકોના હોય તો એ લોકો ધક્કા ખાય તે ય સારું કહેવાય ? એટલે આપણે પેલા મેનેજરને કહીએ, ‘ભઈ, મને નફો રહ્યો નથી,’ એમ તેમ સમજાવીને, પાંચમાં નિકાલ નહીં તો છેવટે દસ હજાર રૂપિયા આપી દઈને ય આપણો ચેક લઈ લેવો. હવે ત્યાં મારાથી આવી લાંચ કેમ અપાય ?’ એમ કરો, ત્યારે કોણ આ બધા લોકોને જવાબ આપશે ? પેલો માગનારો ગાળો દેશે, આવડી આવડી ! જરા સમજી લો, વખત આવ્યો તે પ્રમાણે સમજી લો.
લાંચ આપવામાં ગુનો નથી. આ જે ટાઈમે જે વ્યવહાર આવ્યો તે વ્યવહાર તને એડજસ્ટ કરતાં ના આવડ્યો એનો ગુનો છે. હવે અહીં કેટલા
પૈસાનો વ્યવહાર પૂંછડું પકડી રાખે ?! એવું છે ને, આપણાથી એડજસ્ટ થાય, જ્યાં સુધી લોકો આપણને ગાળો ના દે, અને આપણી પાસે બેંકમાં હોય, ત્યાં સુધી પકડી રાખવું. પણ એ બેંકની ઉપર જતું હોય ને પેલાં ગાળો દેતાં હોય તો શું કરવું ? તમને કેમ લાગે છે !
પ્રશ્નકર્તા : હા, બરોબર છે.
દાદાશ્રી : હું તો અમારા વેપારમાં કહી દેતો કે, ‘ભાઈ આપી આવ રૂપિયા. આપણે ભલે ચોરી નથી કરતા કે ગમે તે નથી કરતા, પણ રૂપિયા આપી આવ.' નહીં તો લોકોને ધક્કા ખવડાવવા એ આપણા સારા માણસનું કામ નહીં. એટલે લાંચ આપી દેવી. એને હું ગુનો નથી કહેતો. ગુનો તો પેલાએ માલ આપ્યો છે ને એને આપણે ટાઈમસર પૈસા નથી આપતા એને ગુનો કહું છું.
બહારવટિયો રસ્તામાં પૈસા માગે તો આપી દો કે નહીં ? કે પછી સત્યને ખાતર નહીં આપવાના ?
પ્રશ્નકર્તા ઃ આપી દેવા પડે.
દાદાશ્રી : કેમ ત્યાં આપી દો છો ?! અને કેમ અહીં નથી આપતા ?! આ બહારવટિયા સેકન્ડ પ્રકારના છે. તમને નથી લાગતું કે આ સેકન્ડ પ્રકારના બહારવટિયા છે ?
(૧૧૫) ત્યારે આ બીજા, સેકન્ડ પ્રકારના બહારવટિયા ! આ સુધરેલા બહારવટિયા પેલા સુધર્યા વગરના બહારવટિયા ! આ સિવિલાઈઝડ બહારવટિયા, પેલા અનસિવિલાઈઝડ બહારવટિયા !!! (૧૧૬)
પ્રશ્નકર્તા : આપશ્રી ભગવાન પ્રાપ્તિના માર્ગે વળી ગયા, સાથે આપ મોટા ધંધાથી પણ સંકળાયા છો. તો એ બન્ને શી રીતે સંભવે ? તે સમજાવો.
દાદાશ્રી : સારો પ્રશ્ન છે કે હસવું ને લોટ ફાકવો, એ બે શી રીતે બને ? કહે છે. હા, આમ છે તે ધંધો કરો છો, અને આમ છે તે ભગવાનના માર્ગ છો. આ બે શી રીતે બન્યું ? પણ બની શકે એમ છે. બહારનું જુદું ચાલે એવું છે. અંદરનું જુદું ચાલે એવું છે. બે જુદા જ છે.