________________
૭૮
પૈસાનો વ્યવહાર
નથી પડતી.
પૈસાનો વ્યવહાર
૭૮ ધંધો વધારવો કે નહીં ? પ્રશ્નકર્તા : ધંધાના વિચાર આવે એ જો જો જ કરવાના કે એના માટે પ્રયત્ન કરવાનો ?
દાદાશ્રી : પ્રયત્ન થઈ જાય તો જોવાનું આપણે. પ્રયત્ન થતો હોય તો જોયા કરવો, ના થાય તો કંઈ નહીં, આપણે શી રીતે કરીએ પણ તે ? આપણે તો ચંદુભાઈ શું પ્રયત્ન કરે છે, એ જોયા કરવાનું?
પ્રશ્નકર્તા : એ વાત બરોબર છે. પણ ઘડીએ ઘડીએ વિચારો આવે, મહિના પછી બીજાનું કારખાનું જોવામાં વે તો પાછા કમાવાના વિચારો શરૂ થઈ જાય.
દાદાશ્રી : પાછું ઊગે જ એ તો. પ્રશ્નકર્તા : તો પછી એને સમજવું શું?
દાદાશ્રી : એમાં વાંધો નહીં. ઊગે એટલે આપણે એને જોયા કરવાનું. ઓહોહો, અહીં આવીયે છીએ ઊગે છે. અને તે આપણે બંધ કરીએ તો ય ના થાય. એ તો ઊગે જ, એટલે પેલું કારખાનું જોયું કે તે ઘડીએ લોભના જ વિચારો આવે અને પછી બીજે, માનની જગ્યાએ જાય ત્યારે માન માટે વિચારો આવે કે કેમ કરીને આમ કરીએ ને કેમ કરીએ એમ આપણને જાય. એટલે એ જગ્યા પ્રમાણે એના વિચાર આવે.
પ્રશ્નકર્તા: તો પછી ધંધામાં વધારો કરવાનો પ્રયત્ન ના કરવો.
દાદાશ્રી : શું થાય છે, શું પ્રયત્ન કરે છે તે જોયા કરો, એ જો પ્રયત્ન કરતા હોય તો ય બરોબર છે, ના કરતા હોય તો ય બરોબર છે. તમે ચાર માઈલ મુંબઈમાં આમ રહીને આંટા મારો, તો ય કશું કામ ના થાય ને એક જ દહાડો અહીંથી આમ એક જ આંટો માર્યો કે તરત કામ થઈ જાય. ત્યારે આંટા મારવાથી કામ થાય છે કે શેનાથી થાય છે ? નહીં જાણવાથી જ આ બધું તોફાન થાય છે. હોય પેલી બેબી રડતી હતી ને બિચારી કહે કે મારી બાનું હવે શું થશે ? મારું શું થશે ? જેને સમજણ ના પડી. એવી રીતે આ જગતના લોકોને બીજી સમજણો
વચ્ચે ‘એજન્સીઓથી' કામ લો ! પ્રશ્નકર્તા : મારે ને મારા ભત્રીજા વચ્ચેના પ્રોબ્લેમની વાત કહું. એને કહીએ કે તું બધો હિસાબ આપે, ત્યારે હિસાબ આપવાની બાબતમાં એ કાચું રાખે. પછી કામ બધું કરે પણ રીપોર્ટ ના આપે એટલે પ્રોબ્લેમ વધી જાય. હવે એને કહીએ તો પાછું એને ખોટું લાગી જાય.
દાદાશ્રી : પ્રોબ્લેમ એમાંથી વધી જાય છે ? પછી શું થાય ? પ્રશ્નકર્તા : શું કરવાનું હવે તમે જ કહો ને !
દાદાશ્રી : એવું છે, અમારે કેવું બનેલું તે કહું. અમારો ઓળખાણવાળો અમારે ત્યાં નોકરી કરતો હતો. તે હિસાબ લખવાનો હોય તે બધો ખોટો હિસાબ લખતો હતો. એને ખર્ચના દસ રૂપિયા જોઈએ ને આમ ખર્ચ ચાર આના દેખાડે. એટલે પછી મેં એને કહી દીધું કે, ‘ભઈ, જેટલો ખર્ચ થતો હોય, જે તે કર્યું હોય તે આમ લખજે. સીગરેટ લાવ્યો હોય, બ્રાંડી પીધી હોય તે લખજે, ચા પીધી હોય, લોકોને ચા પાઈ હોય તે લખજે. તને છુટ આપીએ છીએ. ત્યારે પછી એણે લખવા માંડ્યું ત્યારે વાત પકડાઈ બધી. આ તો ભડકના માર્યા લોક લખે શી રીતે ? હિસાબ બધો ચોખ્ખો લખતા નથી, એનું કારણ શું ? વખતે એ ચોખ્ખું લખે તો સાહેબ ડફળાય ડફળાય કરે કે, “એય તેં શું કર્યું, આટલા બધા પૈસા શેમાં વાપર્યા ? આ તો ચાર આનાની અક્કલ તો છે નહીં ને શેઠ થઈ બેઠા છે !! આ તો એન્કરેજ કરતાં આવડે નહીં તે પછી નોકરો ડીસ્કરેજ થઈ જાય.
ખરો શેઠ તો કોઈને વઢે જ નહીં. શેઠ એનું નામ કહેવાય કે કોઈને ય વઢે નહીં. વઢે એને શેઠ કહેવાય જ શી રીતે ? પેલાં બધાં પાછળથી વાત કરે કે આ શેઠ તો આવા છે, એની પાછળ કંઈક નામ આપેલું જ હોય. બધા ય નોકરોએ કંઈ ને કંઈ નામ આપેલું જ હોય. આ તો મનમાં માની બેઠાં છીએ કે મને સમજણ પડે છે. એના કરતાં મને કશી સમજણ પડતી નથી. તો કશું ય બગડે નહીં. ખરો શેઠ તો કોઈને વઢે જ નહીં. શેઠ તો કેવા ઠંડા દેખાય ! તે જોઈને