________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
આમને કોઈ ગુરુ ના મળે ત્યારે લોકસંજ્ઞા એ એમના ગુરુ કહેવાય છે. લોકસંજ્ઞા એટલે લોકોએ પૈસામાં સુખ માન્યું એ લોકસંજ્ઞા. લોકસંજ્ઞાથી આ રોગ પેસી ગયો, ત્યારે કઈ સંજ્ઞાથી આ રોગ નીકળે ? ત્યારે ભગવાન કહે છે કે આ જ્ઞાની'ની સંજ્ઞાથી આ રોગ નીકળે. લોકસંજ્ઞાથી પેઠેલો રોગ જ્ઞાનીની સંજ્ઞાથી નીકળી જાય.
જાય. એ હું કહેવા માગું છું.
આ એક વાક્યમાં ઘણો સાર મુકાયેલો છે પણ સમજે તો. એવું નથી કે મારું જ્ઞાન લેવાની જ જરૂર છે, જ્ઞાન ના લીધું હોય ને, પણ એટલું એને સમજણ પડે કે આ હિસાબસર જ છે, કશું હિસાબથી બહાર થતું નથી, નહીં તો મહેનત કરતાં ખોટ આવે તો આપણે ના સમજીએ ! મહેનત એટલે મહેનત, મળવું જ જોઈએ, પણ ના, ખોટે ય નિરાંતે જાય છે ને !!
આ ભાવ કરે છે તેનો વાંધો છે, બીજું કશું નહીં. બીજી ક્રિયાઓને માટે મને વાંધો નથી. એટલે વાત આમ લોકો વાંચી જાય, પણ સમજણ ના પડે, એટલે વાંચી જાય, પણ વાત બહુ ઊંડી હોય છે.
એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાના પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતા નથી છતાં, શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય.
અમે જ્ઞાની આ કેવો હિસાબ કાઢતા હોઈશું ? આ જગત કેવી રીતે ચાલે છે એનું કોઈને ભાન જ નથી. કોઈ છોકરાના ભાઈબંધને દાઢી જ ના ઊગતી હોય તો એ છોકરાને વહેમ પડે કે મારે દાઢી જ નહીં ઊગે તો ઈટ ઈઝ એ ડીફરન્ટ મેટર, પણ તારે તો ઊગવાની જ. દરેક માણસને દાઢી તો ઊગે જ. કો'કને ના ઊગે એ તો કુદરતનું આશ્ચર્ય છે !
ભાવ આમ સુધારવો ! ખોટાની પરખ ના હોય ત્યાં સુધી ખોટું પેસી જાય નહીં.
પ્રશ્નકર્તા અને આ ધંધામાં સાચું છે, આપણે સમજીએ છીએ, છતાં સાચું કહી શકાતું નથી.
દાદાશ્રી : એટલે વ્યવહાર આપણા તાબામાં નથી. નિશ્ચય આપણા તાબામાં છે. બીજ નાખવું એ આપણા તાબામાં છે. ફળ લેવું આપણા તાબામાં નથી. એટલે ભાવ આપણે કરવો. ખરાબ થઈ જાય તો ય ભાવ આપણે સારો કરવો કે આમ ના થવું જોઈએ.
ધંધામાં હરીફાઈ !
અલ્યા, તું પૈસા કમાવાનો ? ત્યારે કહે કે, “અવશ્ય કમાવાનો છે અને ખોવાનો ય છે ? એ બેઉની તારા હાથમાં સત્તા નથી, વગર કામનું ધ્યાન શા માટે બગાડે છે ? આ પૈસો એ તો પૂરણ-ગલન થાય છે. એ બધી કુદરતની સત્તા છે. એટલે પૂરણ થાય છે. લાખ રૂપિયા કમાય છે એ કુદરતની સત્તા છે, એ સત્તા તમારી નથી, ત્યાં શું કરવા હાથ ઘાલો છો ? પૈસા તો ફ્રી ઑફ કોસ્ટ જ મળ્યા છે. પણ આ લોકો લોભથી ભાવના કર્યા કરે છે. એને ભ્રાંતિ છે ને એટલે “હું” કરું તો મળે, નહીં તો મળે નહીં કહેશે.
પ્રશ્નકર્તા : અમે કારખાને ના જઈએ તો નુકસાની જાય છે.
દાદાશ્રી : હા, પણ જે જાય તેને ય નુકસાની જાય છે ને ! એટલે આ શું કહેવા માંગે છે ? પૈસા કમાવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વૉટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દો ને, વળી ભાવના કરવાની જરૂર શું ? એવું કહેવા માગું છું. આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી
પ્રશ્નકર્તા : હું જ્યારે બીજા કોઈનો ધંધો જોઉં છું, મારી જ જાતનો બીજો કોઈ ધંધો હોય ને મારા કરતાં સો ગણું વેચતો હોય ત્યારે મને વિચારો આવે કે હું પણ આવું વધારું. તે બે-ત્રણ દિવસ ચાલે. તો આ વિચારો આવે છે તે મારો ભરેલો માલ છે, તેથી આવે છે કે બનવાનું છે માટે વિચારો આવે છે ? એ શી રીતે ખબર પડે ?