________________
પૈસાનો વ્યવહાર
૭૪
પૈસાનો વ્યવહાર
પ્રશ્નકર્તા : બધું તો ખોટું તો ન જ હોય ને !
દાદાશ્રી : તમને સમજ પડે એટલું કરો. નાનો છોકરો એના પ્રમાણમાં કરે, અને મોટી ઉંમરના એના પ્રમાણમાં કરે, સહુ સહુને સમજણ પડે એટલું ખરું ખોટું સમજે. નાના છોકરાને હીરો આપીએ તો હીરો લઈ ને બહાર રમવા જાય અને કોઈક બિસ્કીટ આપે તો લઈ લે, કારણ કે એને સમજણ નથી ને ! તમને ખરાખોટાની સમજણ ક્યાંથી આવી ?
પ્રશ્નકર્તા : દુનિયાદારીની રીતે જે કહેતા હોય ને, અગર તો આપણને એમ લાગતું હોય કે આ ખોટું છે. કોઈને માલ વેચ્યો અને આપણે ખોટું બોલીએ એ બધું ખોટું કહેવાયને ?
દાદાશ્રી : એ તો આપણને દુઃખ થાય તે ઘડીએ આપણને અંદર ખરાબ લાગે. પોતાને સમજણ પડે કે આ ખોટું થઈ રહ્યું છે અને સુખ થાય તો પોતાને સમજણ પડે આ સારું જ થઈ રહ્યું છે. તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું. સારું કામ કરે એટલે સુખ થાય અને ખરાબ કામ કરે તે ઘડીએ દુ:ખ થાય. એના ઉપરથી આપણને ઓળખાય કે કયું સારું ને કયું ખોટું ?
ખોટામાં જિવાય જ કેમ ? પ્રશ્નકર્તા ઃ હવે ખોટું બંધ ના થાય તો, એના માટે શું કરવું ?
દાદાશ્રી : એ ખોટું બંધ કરતાં આવડવું જોઈએ ને ? તો એ ખોટું કરવાનું શીખ્યા ક્યાંથી ? કોઈ એ શીખવાડેલું નહીં ?
પ્રશ્નકર્તા ઃ દુનિયાદારી શીખવાડે છે કે ખોટું બોલો, ખોટું કરો. પૈસા કમાવા માટે શીખવાડે છે.
દાદાશ્રી : હા, પણ તે આપણે શીખવું હોય તો શીખીએ, ના શીખવું હોય તો ના શીખવાડે.
પ્રશ્નકર્તા : બિઝનેસમાં ખોટું કરતા હોય તો એમાંથી અલગ રહેવાનો
રસ્તો શું ?
દાદાશ્રી : પણ ખોટું કરો છો જ શું કરવાને ? એ શીખ્યા જ ક્યાંથી ? બીજું સારું કોઈ શીખવાડે ત્યાંથી સારું શીખી લાવો. આ ખોટું કરવાનું કોઈની પાસેથી શીખ્યા છો તેથી તો ખોટું કરતાં આવડે છે, નહીં તો ખોટું કરવાનું આવડે જ શી રીતે ? હવે ખોટાનું શીખવાનું બંધ કરી દો અને ખોટાના બધા કાગળો બાળી નાખો !
પ્રશ્નકર્તા: પણ તો ધંધો ના ચાલે, ધંધો એવો હોય કે ખોટું તો કરવું જ પડે. દાદાશ્રી : ધંધો ના ચાલે તો તમને શું નુકસાન ?
પ્રશ્નકર્તા : ધંધો ના ચાલે તો પૈસા ના મળે અને આપણને દુનિયામાં રહેવું છે.
દાદાશ્રી : શી રીતે તમે એવું જાણો કે ખોટું નહીં કરીએ તો ધંધો નહીં ચાલે ? એનું ફોરકાસ્ટ છે બધું તમારી પાસેથી ? ફોરકાસ્ટ વગર શી રીતે તમે કહી શકો કે તમારું નહીં ચાલે ? એટલે થોડા દહાડા આમ જે ખોટું કરો છો તેનાથી અવળું તો કરો. કરી તો જુઓ, તો ખબર પડે કે ધંધા પર શી અસર થાય છે ! કોઈ ઘરાક આવે ને એ પૂછે, ‘આની શી કિંમત છે ?” ત્યારે કહીએ ‘અઢી રૂપિયા”. પછી પેલો કહેશે કે “સાહેબ, આની ખરી કિંમત કેટલી છે ?” ત્યારે તમારે ખરું કહેવાનું કે, ‘બજારમાં આ લેવા જઉં તો આની ખરી કિંમત પોણા બે રૂપિયા મળશે.” એવું આપણે એક ફેરા કહી તો જુઓ પછી શું થાય છે એ જુઓ.
પ્રશ્નકર્તા : તો પછી આપણી પાસેથી માલ કોઈ લેશે નહીં.
દાદાશ્રી : એ લેશે કે નહીં લેશે, તેની તમને શી રીતે ખબર પડી ? તમને ફોરકાસ્ટ થયેલું હોય, જાણે પોતાને આગળનું દેખાતું હોય એવું કરે છે ને લોકો ? એ ના લે તો બીજો ઘરાક લઈ જશે, નહીં તો ત્રીજો કોઈક તો લેનાર મળશે ને ?
પ્રયત્ન થાય, પરિણામ વ્યવસ્થિત ! ધંધામાં પ્રયત્ન કરવાનો, ‘વ્યવસ્થિત’ એની મેળે ગોઠવ્યા કરશે. તે ય તમારે