________________
પૈસાનો વ્યવહાર ગયું પછી.
૭૩
ખોટું નાણું જ ખવાય !
ધંધામાં કોઈ વાંકા માણસો મળે તે આપણા પૈસા ખાવા માંડે તો આપણે અંદરખાને સમજીએ કે આપણા પૈસા ખોટા છે, માટે આવા ભેગા થાય. નહીં તો વાંકા માણસો ભેગા થાય જ શી રીતે ? મારેય એવું થતું હતું. એક ફેરો ખોટું નાણું આવેલું. તે બધા વાંકા જ લોકો ભેગા થયેલા. તે મેં નક્કી કર્યું કે આ ના જોઈએ.
સારો ધંધો ક્યો ?
ધંધો ક્યો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઈને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તો શે૨માંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાં ય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ
કરે તો જનાવરમાં - ચાર પગમાં પેસી જઈશ. ચાર પગો થાય પછી પડે તો નહીં ને ? વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પેસી જશે.
અનાજનું વજન કરે, જોડે જીવડાં હઉ મરી જાય ! શી રીતે એનો મેળ પડે ? પડે મેળ ? કેવા ધંધા હાથમાં આવ્યા છે ? ધંધા કેવા ચોખ્ખા હોય છે ? નથી હોતા ચોખ્ખા ધંધા ? સોનાનો ધંધો કેટલો ચોખ્ખો ? જેને મહીં ભેળસેળ ના કરવું હોય તો ચાલે કે ના ચાલે ? એ તો લગડીઓ બહુ અહીંથી લાવીને ત્યાં દઈ આવ્યા. પણ આ કરિયાણાનો ધંધો, આમાં તો છૂટકો જ ના થાય. આમાં તો એની મેળે જીવડાં પડી ઉઠે, તમારી ઇચ્છા ના હોય તો ય જીવડાં પડી ઉઠે.
હિંસાવાળા ધંધા....
એટલે પુણ્યશાળીને કયો ધંધો મળી આવે ? જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ ધંધો પુણ્યશાળીને મળી આવે. હવે એવો ધંધો કયો ? હીરા-માણેકનો, કે જેમાં કશું ભેળસેળ નહીં, પણ એમાં ય જો કે અત્યારે ચોરીઓ જ થઈ ગઈ છે. પણ જેને ભેળસેળ વગર કરવો હોય તો કરી શકે. એમાં જીવડાં મરે નહીં,
પૈસાનો વ્યવહાર
કશી ઉપાધિ નહીં, અને પછી બીજા નંબરે સોના-ચાંદીનો અને સૌથી વધારેમાં વધારે હિંસાનો ધંધો કયો ? આ કસાઈનો, પછી આ કુંભારનો. પેલા નિભાડામાં
સળગાવે છે ! એટલે બધી હિંસા જ છે.
93
પ્રશ્નકર્તા : ગમે તે હિંસાનું ફળ તો ખરું જ ને ? હિંસાનું ફળ તો ભોગવવાનું જ ને ? પછી ભાવહિંસા હોય કે દ્રવ્યહિંસા હોય ?
દાદાશ્રી : તે લોકો ભોગવે જ છે ને ! આખો દહાડો તરફડાટ, તરફડાટ.... આમાં ભોગવે છે જ ને આ બધા !
જેટલાં હિંસક ધંધાવાળા છે ને, એ ધંધાવાળા સુખી ના દેખાય. એમના મોઢા પર તેજ ના આવે કોઈ દહાડો ય. જમીનમાલિક હળ ના ફેરવતો હોય તેને બહુ અડે નહીં. ખેડનારને અડે. એટલે એ સુખી ના હોય. પહેલેથી નિયમ છે આ બધો એટલે ધિસ ઈઝ બટનેચરલ. આ ધંધા મળવા, એ બધું નેચરલ છે. જો તમે બંધ કરી દો ને, તો ય એ બંધ થાય એવું નથી. કારણ કે એમાં કશું ચાલે એવું નથી. નહીં તો આ બધા ય લોકોને મનમાં વિચાર આવે કે, છોકરો સૈન્યમાં જાય ને એ મરી જાય તો મારી વહુ રાંડે.' તો તો આખા દેશમાં એવો માલ પાકે જ નહીં. પણ ના, એ માલ દરેક દેશમાં હોય જ. કુદરતી નિયમ એવો જ છે. એટલે આ બધું કુદરત જ પકવે છે. આમાં કંઈ નવું હોતું નથી. કુદરતનો આની પાછળ હાથ છે. એટલે બહુ એ રાખવાનું નહીં.
સાચું ખોટું ધંધામાં !
ધંધામાં મન બગાડે તો ય નફો ૬૬,૬૧૬ થશે ને મન ના બગાડે તો ય નફો ૬૬,૬૧૬ રહેશે, તો કયો ધંધો કરવો ?
પ્રશ્નકર્તા : આપણે જે ધંધા કરીએ એમાં સાચું-ખોટું પણ કરવું પડે છે તો શું કરવાનું ?
દાદાશ્રી : તમને જેટલીસમજણ પડે, ખોટું ને ખરું, એટલું જ ને ? કે બધું ય ખોટું છે એવી તમને સમજ પડી ?