________________
પૈસાનો વ્યવહાર
૬૦
૬૦
પૈસાનો વ્યવહાર
તો આ ધંધો કરે તો જ ગાડું ચાલે એવું છે કે નહીં તો નહીં ચાલે એવું છે ! પ્રશ્નકર્તા : ના પણ... દાદાશ્રી : બે વર્ષ અટકી જાય તો ચાલે ! બંધ થઈ જાય ખાવાનું ? પ્રશ્નકર્તા : ના, ના. એવું તો નથી. એવો વાંધો ના આવે.
દાદાશ્રી : તો પછી શા હારુ બધું કરો ? ધંધો તમને છોડતો નથી કે તમે ધંધાને છોડતા નથી !
પ્રશ્નકર્તા : અમે ધંધાને છોડતા નથી.
દાદાશ્રી : તો સારું (!) એટલે પ્રેમ જોઈને, પ્રેમ વગર સોદા નકામા. પ્રેમ વગરના બધા સોદા નકામાં છે.
કેટલા ભેગા થયા ? મનને તૃપ્તિ થાય એટલા પચાસેક લાખ ભેગા થઈ ગયા ?
પ્રશ્નકર્તા : ધંધાનો.
દાદાશ્રી : એ તો પુરુષાર્થ ના કહેવાય. જો પોતે જો પુરુષાર્થ કરતો હોય તો નફો જ લાવે, પણ આ તો ખોટ પણ જાય છે ને ? એ પુરુષાર્થ ના કહેવાય. એ તો દોરી વીંટેલી તે ઉતરે, એને પુરુષાર્થ કેમ કહેવાય ? તમે પુરુષાર્થ કરો છો તો ખોટ કેમ ખાઓ છો ?
પ્રશ્નકર્તા : એ તો એવું ય થઈ જાય. ક્યારેક નુકસાન પણ થાય. દાદાશ્રી : ના, પુરુષાર્થ કરનારાને તો ક્યારે ય ખોટ ના જાય.
નફો-ખોટ કોણ રે ? હા, પણ તમે કોઈ દહાડો કમાયેલા ખરા ? તમે જાતે કમાયેલા ખરા કોઈ દહાડો ય ?
પ્રશ્નકર્તા: જાતે જ કમાયા આમ તો.
દાદાશ્રી : એમ ? ત્યારે ખોટ જાતે ખાતા હશે લોકો ? ખોટ ખાય છે એ જાતે ખાતા હશે.
પ્રશ્નકર્તા: જાતે જ જાય. ખોટ જાય તે જાતે. દાદાશ્રી : પણ ખોટ જાતે ખાતા હશે કે ? પ્રશ્નકર્તા : હા. જેમ જાતે કમાઈએ એમ ખોટે ય જાતે જ કરીએ ને ? દાદાશ્રી : બહુ સારું ! પણ ખોટ ગમતી નથી. પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી ખોટ જાતે કરે છે એ કેવી રીતે કહેવાય ?
ખોટમાં દુકાન કે આપણે ? મનમાં નક્કી કરે કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન નથી કરવું, પણ દુકાન ખોટમાં
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આખી જિંદગી શું કર કર કર્યું તો ય પચાસ લાખ ભેગા થયા નહીં ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : અરે એવું બોલો છો ? વખતે બે-પાંચ લાખ ઓછા હશે. બીજું
પ્રશ્નકર્તા : ના રે ના.
એને પુરુષાર્થ કહેવાય ? દાદાશ્રી : તમે શો પુરુષાર્થ કરો છો ?