________________
પૈસાનો વ્યવહાર
પ૩
૫૩
પૈસાનો વ્યવહાર
દાદાશ્રી : ખરું. આપનારને ય બંધન, લેનારને ય બંધન. બન્નેયને બંધન. આપનારાં પેલા લોકોને એન્કરેજ કરે છે. ગુના એટલે ગુના જ હોય. પણ એવો જમાના પ્રમાણે વેશ ના કરે તો માર ખાય.
પ્રશ્નકર્તા ઃ તે આ “જ્ઞાન” લીધેલા મહાત્માઓને લાગુ પડે કે નહીં ?
દાદાશ્રી : ના. મહાત્માઓને એવું છે ને, મારું કહેવાનું કે એ સંજોગ આવે એટલુ એમાં ‘તમે' જુદા અને ચંદુભાઈ જુદા. તે ચંદુભાઈ સંજોગ ‘અનુસાર’ જે ચાલે એ જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : એ જ કહું છું ને ! એટલે એને લાગુ પડે નહીં ને ? એને બંધન
ના પડે ને ?
દાદાશ્રી : એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર ચાલવું જોઈએ. એ નિષ્ઠા એવી છે કે બહુ સંકડાશમાં આવી જાય છે ત્યારે આત્મશક્તિનો આવિર્ભાવ થાય. ને સંકડાશ ના હોય ને જબરજસ્ત પૈસા-ઐસા હોય, ત્યાં સુધી આત્મા-બાત્મા પ્રગટ થાય નહીં, પ્રામાણિકપણે એક જ રસ્તો છે. બાકી ભક્તિથી થાય એવું કશું બને નહીં, પ્રામાણિકપણું ના હોય અને ભક્તિ કરીએ એનો અર્થ નથી. પ્રામાણિકપણું જોડે જોઈએ જ. પ્રામાણિકપણાથી માણસ ફરી માણસ થઈ શકે છે. માણસ ફરી માણસના અવતારમાં આવે છે અને જે લોકો ભેળસેળ કરે છે, જે લોકો અણહકનું પડાવી લે છે, અણહકનું ભોગવી લે છે, એ બધા અહીંથી બે પગમાંથી ચાર પગમાં જાય છે ને પૂંછડું વધારાનું મળે છે. એમાં કોઈ મીનમેખ ફેરફાર કરનારું નથી. કારણ કે એનો સ્વભાવ એવો બંધાયો, અણહકનું ભોગવી લેવાનો. એટલે ત્યાં જાય તો ભોગવાય ત્યાં આગળ. ત્યાં તો કોઈ કોઈની બૈરી જ નહીં ને ! બધી બૈરીઓ પોતાની જ ને ! અહીં મનુષ્યમાં તો પરણેલા લોકો એટલે કોઈની સ્ત્રી ઉપર દૃષ્ટિ ના બગાડીશ પણ તે હવે ટેવ પડી ગયેલી હોય, આદત પડી ગયેલી હોય, તે પછી ત્યાં જાય, ત્યારે રાગે પડે એનું. એક અવતાર, બે અવતાર ભોગવી આવે ત્યારે પાંસરો થાય. એને પાંસરો કરે છે આ બધા અવતારો. પાંસરો કરીને પાછો અહીં આવે છે. પાછો, ફરી પાછો આડો થયો તો ફરી પાંસરો કરે. આ બધું પાંસરા કરતાં કરતાં પાંસરો થઈ ગયો કે પેલા મોક્ષને માટે લાયક થઈ ગયો. આડાઈઓ હોય ત્યાં મોક્ષ થાય નહીં.
ત્યાં તહીં બંધત ! પ્રશ્નકર્તા : નૈતિકતાનું મૂલ્ય બદલાયું કે નૈતિકતાનું મૂલ્ય એનું એ રહ્યું ? એક દાખલો આપું. ગાડીમાં ટિકિટ લઈને બેસવું પડે છે, એ નૈતિક મૂલ્ય થયું. પણ હવે તો ટિકિટ સિવાય પાઘડી આપવી પડે, એ પાઘડી એ પાપ ખરું કે નહીં ?
દાદાશ્રી : પાપ ખરું ને ! બધું પાપ ખરું, પણ એ સંજોગો એવા હોય એટલે આપણને ગરજ હોય, તો શું કરવું પડે ?
પ્રશ્નકર્તા : પછી એનું બંધન ખરું ? સંજોગો હોય અને આપવું પડે એનું બંધન ખરું?
દાદાશ્રી : બંધન શી રીતે પડે પણ એને ? તમે શુદ્ધાત્મા છો, જ્યારે તમે ચંદુભાઈ છો તો બંધન પડે.
પ્રશ્નકર્તા પણ આજે જો જીવવું જ હોય તો બીજો કોઈ રસ્તો જ નથી પણ. દાદાશ્રી : રસ્તો જ નથી. પ્રશ્નકર્તા : આજે વેપાર કરવો હોય તો યે કંઈ કરવું પડે.
દાદાશ્રી : બધું જ, સંજોગ જ એવા મુકાયેલા છે કે એમાં માણસનું કશું ચાલી શકે નહીં. બંધન તો આપણું જ્ઞાન હોય તો નથી, નહીં તો બંધન જ છે ને
અંતે તો કુદરતતી જતી ! એવું છે ને, હિતાહિતનું સાધન પોતાને શું કરવું જોઈએ એ જીવે કોઈ દહાડો ય સાંભળ્યું નથી. પોતાનું હિત શેમાં અને અહિત શેમાં એનું ભાન જ નથી થયું. પોતે પોતાનું હિતાહિતનું સાધન લોકોનું જોઈને કરે છે. લોકો પૈસા પાછળ પડે છે. પૈસા લાવીશ તો સુખી થઈ જઈશ. પણ કંઈ એનું હિત થતું નથી. ‘બાય, બોરો ઓર સ્ટીલ, (ખરીદો, ઉછીનું લાવો અથવા ચોરી કરો) એ રીતથી પૈસા લાવે