________________
પૈસાનો વ્યવહાર
પર
પર
પૈસાનો વ્યવહાર
જીવત, શેતા અર્થે ? બે અર્થે લોક જીવે છે. આત્માર્થે જીવે છે તો કો'ક જ માણસ હોય. બીજાં બધાં લક્ષ્મીના અર્થે જીવે છે. આખો દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! લક્ષ્મીજી પાછળ તો આખું જગતે ય ગાંડું થયેલું છે ને ! તો ય એમાં સુખ જ નથી કોઈ દહાડો ય ! ઘેર બંગલા એમ ને એમ ખાલી હોય ને એ બપોરે કારખાનામાં હોય. પંખા ફર્યા કરે, ભોગવવાનું તો રામ તારી માયા ! એટલે આત્મજ્ઞાન જાણો ! આવું આંધળું ક્યાં સુધી ભટક્યા કરવું ?
ત્યાં વસે પ્રભુ ? દાદાશ્રી : કેટલી ઉંમર થઈ શેઠ ? પ્રશ્નકર્તા : બાવન વર્ષ થયાં !
દાદાશ્રી : એટલે હજી તો અડતાલીસ રહ્યા ને ? સૌનો હિસાબ તો ખરો જ ને આપણો ?
પ્રશ્નકર્તા: એ તો જ્યાં સુધી કામકાજ થાય ત્યાં સુધી કરવું ને પછી ભગવાનને ત્યાં ચાલ્યા જવું ?
દાદાશ્રી : ક્યાં ચાલ્યા જવું ? પ્રશ્નકર્તા : છેલ્વે સ્ટેશને.
દાદાશ્રી : છેલ્વે સ્ટેશને જવાનું પણ તે પહેલાં કશું કરવું પડે ને ? આવતા ભવનાં પોટલાં બાંધવાં પડે ને ? કે ના બાંધવા પડે ? તમે બાંધને તૈયાર રાખી મેલ્યાં છે ?
પ્રશ્નકર્તા: મને એમ લાગે છે કે માણસ પ્રામાણિકપણે જીવે અને જેના જેના સંસર્ગમાં આવે ત્યાં પ્રામાણિકપણે વર્તે તે સારું જ પોટલું છે.
દાદાશ્રી : બસ, બસ ! આના જેવું એકે ય નહિ. પણ બધે પ્રામાણિકપણું હોવું જોઈએ. આમ કેટલા કાળથી પ્રામાણિક જીવન જીવ્યા ? કોઈ પણ માણસ
પ્રામાણિક જીવન જીવે છે, નૈતિક જીવન જીવે છે, ત્યાં ચોવીસે ય તીર્થંકરોનો વાસ છે. એટલે આટલું શરૂ કરી દે તો બહુ થઈ ગયું.
ત્રણ વસ્તુથી ધર્મ ! કોઈ પૂછે કે મારે ધર્મ શું પાળવો ? ત્યારે કહીએ કે આ ત્રણ વસ્તુ પાળને બા :
(૧) એક તો નીતિમત્તા ! એ જરા ઓછું-વત્તે વખતે થાય એમ માનીને, પણ નીતિમત્તા પાળવી આટલું તો કર ભાઈ.
(૨) પછી બીજું ઓબ્લાઇઝિંગ નેચર તો રાખ ! પૈસા ના હોય તો રસ્તે જતાં કહીએ, ‘તમારે કંઈ બજારમાં કામકાજ હોય તો મને કહો, હું જાઉં છું બજારમાં’ એમ પૂછતા જઈએ, આ ઓબ્લાઇઝિંગ નેચર.
| (૩) અને ત્રીજું એનો બદલો ય લેવાની ઇચ્છા નહીં. અને જગત આખું બદલાવાળું. તમે ઇચ્છા કરો તો ય બદલો લે ને ના ઇચ્છા કરો તો ય બદલો લે. એમ એક્શન, રીએક્શન આવે. ઇચ્છાઓ તમારી ભીખ છે. તે નકામી જાય છે.
ભગવાન, ત્યાં આનંદ ! તમે ઇચ્છાઓ કરેલી કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : હા, ઇચ્છાઓ કરેલી.
દાદાશ્રી : કોની પાસે ? ભગવાન પાસે ? એમની પાસે શું છે તે ? એ શેરબજારિયા ન હોય ને ?! લોકો તો ભગવાન પાસે ઇચ્છા રાખે છે. હા. ભગવાનનું નામ દેવાથી આનંદ થાય. આવરણ ખસે. તરત પ્રાર્થના કરે કે મહીં આનંદ થાય. પછી જ્ઞાન જાણતો હોય કે ના જાણતો હોય, પણ જો કદી મહીં ભગવાન છે એવી ખાતરી થાય, ત્યારે વધારે આનંદ થાય. મહીં ભગવાન છે એવું જો નક્કી થયું ને તો પૂરો આનંદ થાય.
પ્રામાણિક્તા પ્રભુતો પંથ પ્રશ્નકર્તા : આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ ?