________________
પૈસાનો
વ્યવહાર
૫ ૫
૫ ૫
પૈસાનો
વ્યવહાર
આ અક્રમજ્ઞાન હિન્દુસ્તાનમાં આટલા બધા બુદ્ધિશાળીઓને ગાંઠતું નથી. ના ગાંઠે, કારણ કે બુદ્ધિ લિમિટેડ વસ્તુ છે અને જ્ઞાન તો અનલિમિટેડ વસ્તુ છે. જ્ઞાન વાસ્તવિક્તા હોય. બુદ્ધિ ભ્રાંતિ હોય. બુદ્ધિ બે જ જુએ. નફો અને ખોટ ! નફો અને ખોટ ! નફો અને ખોટ !
ત્યારે નફો-ખોટ તે કંઈ જોડે આવવાના છે અહીંથી ? છેલ્વે સ્ટેશને અહીં સૂતાં સૂતાં લઈ જાય તે જોડે આવતું હશે ? ના આવે ? પેલાં ચાર નાળિયેર પાણી વગરનાં બાંધે બળ્યાં ?! તે ય છોકરાં કહે, અલ્યા એય પાણીવાળાં નારિયેળ ના આપીશ મને સસ્તામાં સસ્તાં આપ.
ઈટ હેપન્સ, બધું થઈ રહ્યું છે. એની મેળે જ થઈ રહ્યું છે એવું તમને નથી લાગતું ?
પ્રશ્નકર્તા : હા, હા.
‘એક ફોર્ટમાં રહી, એક કાપડની દુકાન અહીં રહી, એક ભૂલેશ્વરમાં છે. પણ તો ય શેઠના મોઢા ઉપર દીવેલ ચોપડેલું હોય છે. જમતી વખતે દુકાન, દુકાન, દુકાન ! રાતે સ્વપ્નમાં બધા તાકા માપે !!
એટલે મરતી વખતે સરવૈયું આવશે. માટે સાચવીને હેંડો. કેવી રીતે સાચવીને ?
ત્યારે કહે, અહીંથી કાઠિયાવાડ સુધીનો, બે ફૂટનો બ્રિજ બાંધેલો હોય, બે ફૂટનો પૂલ બાંધેલો હોય, કાઠિયાવાડ સુધીના દરિયા ઉપર, બ્રિજ કાઠિયાવાડના બંદર ઉપર મૂકેલો હોય ઠેઠ સુધી અને એની ઉપર રહીને કાઠિયાવાડ જવું છે અને બીજું ગાડીઓ-બાડીઓ બંધ થઈ ગઈ છે, અને બે ફૂટના પુલ પર રહીને જવાનું છે. બે ફુટના પુલને ઓઠિગણ નથી. એમ ને એમ જ છે. પ્લેટો મારેલી. ઠેઠ સુધી ઠોકર ના વાગે એવું સરસ, સુંવાળું લપસી ના પડે એવી ચેકર્ટ પ્લેટ પાછી. ત્યાં જતાં જતાં શું શું યાદ કરો ? કઈ કઈ દુકાન યાદ આવે ?
પ્રશ્નકર્તા ઃ બીજું કંઈ યાદ ના આવે.
દાદાશ્રી : કેમ ? છોડીઓ તો યાદ આવે ને ? નાખો દરિયામાં, છિટ કિટ કહેશે. એની સેફ સાઈડ સાચવે મુઓ ! ત્યારે અહીં પાંસરો મરને ! એક અવતાર પાંસરો મરે, તેના અનંત અવતાર સુધરી જાય. પાંસરો મર્યો એટલે.
આ આવી રીતે આની પર જાય છે. તે પાંસરો ના જાય ? કંઈ પોલીસવાળો રાખવો પડે પાછળ ? પોલીસવાળો ના રાખવો પડે ? ત્યારે એવી આ કેડી છે, પણ એને ભાન નથી બિચારાને, એને ભાન નથી એટલે બિચારો આવું કરે છે.
દાદાશ્રી : પોતે કર્તા હોયને, પોતે આ જો કમાતો હોય તો કોઈ માણસ મરવાની કમાણી ના કરે. પણ મરવાની કમાણી કરે છે ને લોકો ? નથી કરતા ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : જો પોતે કમાતા હોય તો મરવાની કમાણી ના કરે. કોઈ કરે ? પણ જો જવું પડે છે ને ! રોફથી જાય છે ને ? સૂતાં સૂતાં ચાર નારિયેળ સાથે, રોફથી જાયને ? અને આપણા લોકો નીચેથી ચાર ખભે મૂકીને જાયને ! રોફ ભેર ! પહેલાં બાળવાની વ્યવસ્થા કરવી પડતી હવે તો હડહડાટ ઈલેક્ટ્રિસિટીમાં તે હાડકાં-બાડકાં બધું બાળી નાખે.
પરભવતી જાળવણી...
આપણે પૂછીએ કે કેમ સાહેબ ઉપાધિમાં ? ત્યારે કહે, “શું કરે ? આ ત્રણ દુકાનો, આ સાચવવાનું, ત્યાં સાચવવાનું, ને નનામી નીકળે ત્યારે નારિયેળ તો ચાર જ લઈ જવાનાં. દુકાન ત્રણ હોય કે બે હોય કે એક હોય તો ય ચાર જ નારિયેળ અને તે ય પાણી વગરનાં પાછાં. ત્રણ દુકાનો સાચવવાની ભારે, કહેશે.
કૂતરાના અવતારમાં ય દુઃખી થયોને, અહીં પણ દુ:ખી થયો ! આ અવતાર નિરાંતે શાકભાજી ખાવાની, મસાલેદાર ભાત બધું ખાવાનું છે. વેઢમી, જલેબીઓ ખાવાની તો ય કૂતરાની પેઠ હાય-વોય કર્યા કરો છો ! અહીં તો નિરાંતે આવો પણ !! અને ભગવાન કા નામ લો !
પછી કબીર સાહેબ કહે છે “અલ્યા શું કરવાનું ?” ખા, પી ખીલાઈ દે,”