________________
પૈસાનો
વ્યવહાર
૫૪
પૈસાનો
વ્યવહાર
હજાર રૂપિયા ખર્ચીને પૈણાવી એ જમાનામાં ! એ જમાનાની વાત કરું છું. અલ્યા, તેં શું કર્યું ? એના પૈસા બેન્કમાં હતા. તું તો એનો એ છું. ‘પાવર ઓફ એટર્ની? છે. તારે એમાં શું ? પણ રોફ એ મારી ખાય છે અને કો'ક છોડી ત્રણ હજાર લઈને આવી હોય તે વખત ટાટું પડી ગયું હોય. એના ધંધા-અંધા બધું. તે ત્રણ હજારમાં પૈણે કારણ કે એ જેટલા લાવી એટલા વાપરે.
આ છોકરાં છોડીઓ બધાનાં પોતાનાં નાણાં. આપણે બધા ભેગા કરીને મૂકીએ છીએ ને તે વહીવટ આપણા હાથમાં હોય છે એટલું જ છે.
ભાવમાં તો નિરંતર.... જેને નિકાલ કરવો છે એને આવી જશે. નિકાલ ના કરવો હોય તેને આવે નહીં. નિકાલ તો કરનારો અને જેને નિકાલ થતો હોય તે બધાય જાણી જાય કે નિકાલ કરે છે. નિકાલ એટલે બધાના મનના સમાધાનનો કાયદો. પચાસ માંગતો હોય તેને પચાસ જ આપે એવો કંઈ કાયદો નહીં. થઈ ગયો નિકાલ. તું કેટલા રૂપિયે નિકાલ કરું તે દહાડે ?
પ્રશ્નકર્તા : પચાસ રૂપિયે.
દાદાશ્રી : પૂરેપૂરો ? ના હોય ત્યારે શું કરે ? હોય તો પૂરા આપી દેવા. ના હોય તો દસ વધતા ઓછા કરીને કેસ ઊંચો મૂકવો. સામો માણસ એમ નથી કહેતો કે, મારા પૂરા પૈસા આપ. સામો માણસ એટલું કહે કે ભાઈ, આ ફેર નથી. એટલે તમે નભાવી લેશો. ત્યારે કહે, હા, હા. નભાવી લઈશું એટલે થઈ ગયું ! આ દુનિયા એવી જ રીતે ચાલે છે ને, અહંકાર પોષવો જોઈએ. એના અહંકારને કંઈ ઠોકરો ન વાગવી જોઈએ. તે આપણા લોક કહે છે. મારે દૂધે ધોઈને આપવાના છે. અલ્યા, અહંકાર છે ખોટો. દૂધે ધોઈને આપવાવાળા ! મારે પૈસા આપી દેવા છે ભાવ કરવાના, આપી દેવાય. લેતી વખતે પાછા આપી દેવાના છે, એવું નક્કી કરીને જે લે છે, એના વ્યવહાર બહુ સુંદર મેં જોયા ! કંઈ પણ નક્કી તો હોવું જોઈએ ને પહેલેથી ડિસીઝન ! પછી એક્સિડન્ટ થાય એ જુદી વસ્તુ છે, પણ ડિસીઝન તો હોવું જોઈએને ! આ તો પઝલ છે તે બધું !
પ્રશ્નકર્તા : પણ એ પઝલનો અંત જ નથી આવતો. દાદાશ્રી : અંત જ ના આવે.
પ્રશ્નકર્તા : આત્માની અનંત શક્તિ ને આ પઝલે ય અનંત હોય એવું લાગે છે.
દાદાશ્રી : એનું નામ જ પઝલ. હું મારું પઝલ તમને કહું ને, મારું પઝલ સાંભળે ને આ લોકો, તો.... ! આખી જિંદગી પઝલ જ, બહુ મોટાં મોટાં !
પ્રશ્નકર્તા: પણ દાદા, એ આપણું સુખ આવરી લે ને ! દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : એવું દાદા, ઘણી વખત બને છે. એનો અંત જ ના આવે.
દાદાશ્રી : તમારે ખરુંને, તમારે અમુક જ વર્ષથી પ્રેક્ટિસમાં આવેલું અને મારે તો કેટલાય કાળથી આની આ પ્રેક્ટિસ. કેટલા ય અવતારથી પ્રેક્ટિસ થતી થતી આવેલી, સમજ પડીને ?
અમે સમજીએ આમ જ હોય, એ હું કહું ખરો કે આનું નામ જ કાયદો. પેલો ઉલટો કહે કે હું તો હવે તમને તો આપવાનો જ નથી. એટલે હું એને કશું એવું ના બોલું કે ના આપીશ. હું સમજી જાઉં કે આ જ કાયદો.
પ્રશ્નકર્તા : દાદા, આ તો ઘંટીના પડની માફક ચોંટતા પ્રશ્નો આવ્યા જ કરે. એ નિકાલ જ ના થતા હોય.
દાદાશ્રી : હા, શું થાય. ગુંચવાડો ઊભો થાય ! ચૂંથારો કરી નાખે. એવું જ બને. સંસાર છે ને !!
પ્રશ્નકર્તા : એનો માર્ગનો અંત ના આવે ?
દાદાશ્રી : અંત આવી જવાનો ને ! અમુક કાળ સુધી જ આવું હોય પછી અંત આવી જવાનો.
જતી વખતે....