________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૨ ૧૯
પૈસાનો
વ્યવહાર
આ છે અમૂલ્ય વાણી ! પુસ્તકના પૈસા તો મળ્યા જ કરે. આ તો હિન્દુસ્તાન કંઈ ખાલી થઈ ગયું નતી. લોકોને તો આની કિંમત ના હોય. પણ જે વણિકો છે, એને તો બહુ કિંમત હોય. અને જેને કિંમત છે એ પૈસાને ગણે જ નહીંને ! અને પુસ્તક ફ્રી ઑફ કોસ્ટ આપવામાં આવે છે. કારણ કે આ આપ્તવાણી છે. એનો પૈસો ના લેવાય.
દાદાતા હયતી વાત !
અહીં ફક્ત પુસ્તકો જે છપાય એ જ અને એટલી ખાતરી ખરી કે ! પસ્તકોના પૈસા આવી મળશે, એની મેળે જ. એને માટે નિમિત્ત છે પાછળ, એ બધા આવી મળે છે. એમને કંઈ બૂમ પાડવી કે ભીખ માગવી પડતી નથી. કોઈ પાસે માંગીએ તો એને દુઃખ થાય. તો કહેશે કે આટલા બધા ? ‘આટલા બધા કહ્યું કે તેની સાથે એને દુઃખ થાય છે. એવું આપણને ખાતરી થઈ ગઈને ? અને કોઈને દુઃખ થયું એટલે આપણો ધર્મ રહ્યો નહીં. એટલે સહેજ આપણાથી મંગાય નહીં. એ પોતે રાજીખુશીથી કહેતો હોય તો આપણાથી પૈસા લેવાય. એ પોતે જ્ઞાનદાનને સમજે તો જ લેવાય.
એટલે જેણે જેણે આપ્યા છે ને તે પોતે જ્ઞાનદાન સમજીને આપે છે. એની મેળે જ આપે છે. અત્યાર સુધી માગ્યું નથી.
પુસ્તકો છપાવવાની વ્યવસ્થા ! અહીં પુસ્તકોનો પૈસો ના હોય. એ ભાડાનું મકાનેય ના હોય. પુસ્તકો છપાવનારા પુસ્તકો છપાવડાવે. અહીં કોઈની પાસે પૈસો લેવાનો નહીં. પૈસાનો વ્યવહાર હોય ત્યાં ભગવાન ના હોય. ને ભગવાન હોય ત્યાં પૈસો લેવાનો ના હોય. માયા ઘૂસી એટલે બધું ઘૂસ્યું.
હવે કોઈ શ્રીમંત માણસ હોય તો એ કહેશે, અમારે પુસ્તકો છપાવવાં છે, ૨૦૦-૫OO, તો અમે એને પરવાનગી આપીએ. એની પાસે સરપ્લસ પૈસા હોય તો જ, નહીં તો પછી આ પુસ્તકો તું જ લઈ જા ને અહીંથી ! એમાં વાંધો શું છે તે ? એની કિંમત શું છે ? પેલું પુસ્તક લાવ, એની કિંમત ઉપર લખેલી છે. એવી જ કિંમત લેવાય. બીજી કિંમત લેવામાં આવતી નથી. આ રૂપિયા હવે આવે છે તે નથી લેતા. આ તો કાળો બજાર હોય કે ધોળો બજાર, શું ઠેકાણું ? ધોળા જરા ઓછું હોય છે. લોકોની પાસે ! પેલું ઑનનું હોય છે ! અહીં લક્ષ્મીનો વ્યવહાર જ નહીં. આ પુસ્તકની કિંમત લખેલી છે ?
પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ” અહીં તો એ જ કિંમત હોય. અહીં તો મોક્ષ આપવાનો. મોક્ષ હોય ત્યાં તો પરમ વિનય હોય. બીજું કશું હોય નહીં. પરમ વિનયથી મોક્ષ થાય. બીજું કશું કરવાનું નથી.
એટલા બધા કાગળો આવે છે કે આપણે શી રીતે પહોંચી વળવું એ જ મુશ્કેલી છે એટલે હવે બીજા લોકો છપાવી લેશે ત્યારે. આપણે તો આ ફ્રી ઑફ કોસ્ટ આપીએ. એ પહેલી વખત. ફર્સ્ટ ટાઈમ. પછી એની મેળે લોકો છપાવી લે. આ તો આપણું આ જ્ઞાન ઊભું થયેલું છેને, તે ભૂંસાઈ ના જાય. એટલા માટે છપાવી નાખવાનું અને કો'કને કો'ક મળી આવે, એની મેળે જ હા પાડે. આપણે ત્યાં અહીં ફરજિયાત વસ્તુ નથી. આપણે ત્યાં લૉ’ નથી. ‘નો લૉ એ જ લૉ'.
અહીં કોઈ એવી ઑફિસ નથી કે તમે ઉધાર નથી કે ચાર આના સિલક નથી. આ ભાઈ બે હજાર આપી ગયા તે મેં કહ્યું કે પાછા આપી દો. પછી એમણે એમના જ નામે બેન્કમાં મૂક્યા. અહીં કોણ સાચવે ?
અહીં પૈસાની મમતા જ નહીં ! પૈસા છે ત્યાં ધર્મ નથી. પૈસાની જરૂર જ ક્યાં છે તે ? પૈસો છે ત્યાં મમતા ઊભી રહી પાછી, સાચવવાની મમતા. ‘આપણે એક ફેરો પાંચ હજાર રૂપિયા ભેગા કરી રાખ્યા હતા. અહીં લોકોએ આપેલા. મેં કહ્યું, ‘આ ક્યાં માથે લીધું ? પાછું યાદ રાખવાનું ? કંઈ પુસ્તકૃબુસ્તક છપાવી દો. હવે ફરીથી લેશો નહીં. લેવાનું જ નહીં. ભાંજગડ જ નહીંને !
અહીં પુસ્તક છપાવ્યું હોયને તો પૈસા આપણા દીપે ને તે પુણ્ય હોય તો જ મેળ બેસે. પૈસા સારા હોય તો જ છપાવાય. નહીં તો છપાવાય નહીંને. ને એ મેળ ખાય નહીંને !