________________
પૈસાનો
સેટીંગ બાકી છે.
વ્યવહાર
૨૧૮
બાકી સ્કૂલોમાં આપો. કૉલેજોમાં આપો, તેની નામના મળશે પણ આ સાચું છે. આ મહાત્માઓ તદ્ન સાચા છે એની ગેરેન્ટી આપું છું. ભલે ગમે તેવા હશે. પૈસેટકે ઓછા હશે, તોય એમની દાનત સાફ, ભાવના એ બહુ સુંદર છે. પ્રકૃતિ તો જુદી જુદી હોય જ.
આ મહાત્માઓ તો જીવતા જાગતા દેવ છે. આત્મા મહીં પ્રગટ થયેલો છે. એક ક્ષણ પણ આત્માને ભૂલતાં નથી. ત્યાં આત્મા પ્રગટ થયેલો છે. ત્યાં ભગવાન છે.
આવી સમજણ પાડવીય પડે !
એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા ? ત્યારે મેં કહ્યું આને પૈસા આપવાની સમજણ પડતી નથી. મેં કહ્યું, ‘તારી પાસે પૈસા છે ?’ ત્યારે કહે છે ત્યારે મેં કહ્યું આવી રીતે આપજે. હું જાણું કે આ માણસ દિલનો બહુ ચોખ્ખો અને ભોળા દિલનો છે. એને સાચી સમજણ
પાડો.
વાત એમ બની હતી કે અમે એક ભાઈને ત્યાં ગયેલા. એમણે એક માણસને મને મૂકવા માટે મોકલ્યો. ખાલી મૂકવા માટે જ. પેલા ડૉક્ટરને કહે કે દાદાને ગાડીમાં મૂકવા હું જઈશ. તમે ના જશો. હું મૂકી આવીશ. તે મૂકવા પૂરતું આવ્યા. ને તેમાં વાતચીતો થાય ! એ ભાઈ મારી પાસે સલાહ માગતા હતા કે મારે પૈસા આપવા છે તો ક્યાં આપવા, કેવી રીતે આપવા, કેવી રીતે આપવા ‘બંગલો બાંધ્યો ત્યારે તો પૈસા કમાયા હશો, પછી હમણે ત્યારે કહે, ‘બંગલો બાંધ્યો, સિનેમા થિયેટર બાંધ્યું. હમણે સવા લાખ રૂપિયા તો મારા ગામમાં દાનમાં આપ્યા છે.’ ત્યારે મેં કહ્યું કે વધારે કમાયા હો તો એકાદ આપ્તવાણી છપાવી દેજો. તરત જ એ કહે, ‘તમે કહો એટલી જ વાર. આ તો મને ખબર જ નહીં આવી. મને કોઈ સમજણ પાડતું જ નથી.’ પછી કહે છે, ‘આ મહિનામાં તરત જ છપાવી દઈશ.’ પછી જઈને પૂછવા માંડ્યો કે કેટલા થાય ? ત્યારે કહ્યું કે, ‘વીસ હજાર થાય.’ તરત જ કહે છે કે, ‘આટલી ચોપડી મારે છપાવી દેવાની !' મેં ઉતાવળ કરવાની ના કહી એ ભાઈને.
પૈસાનો
એટલે આવા ભલા માણસ હોય ને જેને સમજણ ના પડતી હોય દાન આપવાની અને એય પૂછે તો એને દેખાડીએ. આપણે જાણીએ કે આ ભોળો છે. એને સમજણ પડતી નથી તો એને દેખાડીએ. બાકી સમજણવાળાને તો અમારે કહેવાની જરૂર નહીં ને ! નહીં તો એને દુઃખ થાય. અને દુઃખ થાય એ આપણે જોઈતા નથી. આપણને પૈસાની જરૂર જ નથી. સરપ્લસ હોય તો જ આપજો. કારણ કે જ્ઞાનદાન જેવું કોઈ દાન નથી જગતમાં !
૨૧૮
વ્યવહાર
કારણ કે આ જ્ઞાનની એ ચોપડીઓ વાંચે એમાં કેટલો બધો ફેરફાર થઈ જાય. એટલે હોય તો આપવાના, ના હોય તો આપણને કંઈ જરૂર જ નથી ત્યાં આગળ !
હરીફાઈ ના હોય અહીં !
અને હરીફમાં એ બોલવાની જરૂર નહીં. આ હરીફનું લાઈન્સવાળું નથી કે અહીં બોલી બોલ્યા કે આ આમને ઘી આટલું બોલ્યા ને આ આટલું બોલ્યા ! વીતરાગોને ત્યાં આવી હરીફાઈ હોય નહીં. પણ આ તો દુષમકાળમાં પેસી ગયું. દુષમકાળનાં લક્ષણો બધાં. વીતરાગોને ત્યાં હરીફાઈ ના હોય. હરીફાઈ કરવી એ તો ભયંકર રોગ છે. માણસ ચડસે ચઢે. આપણે ત્યાં કોઈ એવું લક્ષણ ના હોય. અહીં પૈસાની માગણી ના હોય.
ઘરતા ઘીના દીવા !
એટલે અહીં આગળ લક્ષ્મીની લેવડ-દેવડ છે જ નહીં. અહીં આગળ લક્ષ્મી હોય જ નહીં. અહીં પુસ્તકો ફ્રી ઑફ કોસ્ટ લઈ જાવ. અહીં પૈસાની લેવા-દેવા નહીં. અહીં રોજ આરતી થાય છે. છતાં દીવાના ઘી માટે બૂમ નહીં કે અહીં ઘી બોલો.
દીવો તો સહુ સહુના ઘરના કરે. રોજ એમને ત્યાં સત્સંગ થાયને, તે એમના દીવા બધા, ખર્ચા જ એમના ને ! અહીં ઘીના પૈસાની ઉઘરાણી નથી
કરતા.
લેતાંય કેવી ઝીણી સમજણ !