________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો વ્યવહાર
૧૭ તો એક અબજ થઈ ગયા છે, એવું બોલતો હોય તો ય હું જાણું કે ભાઈ, કલકત્તા આવેલા, તે શાબાશ ! બેન્કમાં તમારે કેટલા છે ? પચાસેક લાખ રૂપિયા છે ?
પ્રશ્નકર્તા : શું વાત કરવી સાહેબ ?
દાદાશ્રી : શું કહો છો, શેઠ ?! જો ધોરાજીથી અહીં આવ્યા તો ય બેન્કમાં કશું ના મળે ?! જુઓ, શરમાવા જેવું બન્યું. ત્યાંથી અહીં આવ્યા ને ફસાયા ઉલટા ! ના અહીંના રહ્યા, ના ત્યાંના રહ્યા !
ભગવાનની ભાષામાં સંપત્તિ કોને કહેવાય છે ? જે સંપત્તિ ગુણાકારવાળી હોય તેને ! ગુણાકારવાળી સંપત્તિ જોડે લઈ જાય અને પોતાને સંતોષ પણ રહે. જે સંપત્તિ ભાગાકારવાળી હોય તેને ભગવાને સંપત્તિ ગણી નથી. ભાગાકારવાળી સંપત્તિ તો અહીં ટ્રેડ થઈને મરી જાય અને એની સંપત્તિ પણ જાય. સંપત્તિમાં શાંતિ નથી, ત્યાં વિપત્તિમાં શાંતિ ક્યાંથી હોય ? વિપત્તિ-સંપત્તિમાં સુખ નથી, નિષ્પત્તિમાં સુખ છે. હવે મારે પૈસાની જરૂર નથી એવું કોઈ કહેતું નથી ને ? કોઈ ધરાયેલું નથી ? ઝવેરીઓ ધરાયા હશે ? આ ઝવેરીઓ નહીં ધરાયા ?!
શું તાણે જ તાથાલાલ ? પ્રશ્નકર્તા : પૈસા ના હોય તે વખતે તો એ લોકો નોનસેન્સમાં ગણાયને? ને પૈસા હોય, પછી તો પૈસાની ખુમારી આવે ને ?
દાદાશ્રી : પૈસા વગરનો નોનસન્સમાં જ ગણાય. અક્કલવાળો હોય તો ય કહેશે, “એય ઘરમાં ના આવીશ !' અક્કલવાળાનું ચાલે નહિ ને. નોનસેન્સમાં જતું રહે ! ને પછી સેન્સિબલ. સેન્સવાળા અને પછી આઉટ સેન્સ, અમે આઉટ ઓફ સેન્સ કહેવાઈએ. અમારામાં સેન્સ ના હોય, બિલકુલે ય બુદ્ધિ જ માત્ર ના હોય.
પ્રશ્નકર્તા : પૈસા વગર કોઈ આપણને પૂછતું નથી. પૈસો ના હોય તો આપણને કંઈ પૂછેય નહીં ને કંઈ વાત કરે ય નહીં.
દાદાશ્રી : આ મારી પાસે ચાર આનાય નથી. મારા ગજવામાં જોઈ આવો, તો ય મને બધા જ પૂછે છે.
પૈસાની જરૂર તમારે ના રહેને, ત્યારે તમારી પાસે બહુ પૈસા હોય. આ તો જ્યાં સુધી મન ભિખારી છે કે મારી પાસે પચ્ચીસ હજાર રૂપિયા છે. તે એની ઉપર જ રમ્યા કરે. અલ્યા શું એ ધૂળ આપવાનું છે તેને તે ? અને કંઈક દસેક લાખ રૂપિયા ભેગા કર્યા છે ? ત્યારે કેટલા ભેગા કર્યા છે ?
આંધળો વણે તે ચાવે કોણ ? એવું છે ને, નાનપણથી લોકો પૈસા કમા કમા કરે છે, પણ બેન્કમાં જોવા જાય તો કહેશે, ‘બે હજાર જ પડ્યા છે !' અને આખો દહાડો હાય વોય, હાય વોય, આખો દહાડો કકળાટ, ક્લેશ ને કંકાસ, હવે અનંત શક્તિ છે ને તમે મહીં વિચાર કરો ને તેવું બહાર થઈ જાય એટલે બધી શક્તિ છે, પણ આ તો વિચાર તો શું, પણ મહેનત કરીને કરવા જાય તો ય બહાર થતું નથી. ત્યારે બોલો, મનુષ્યોએ કેટલી બધી નાદારી ખેંચી છે.
આંધળો વણે અને વાછડો ચાવે એનું નામ સંસાર. આંધળો આમ દોરડું વસ્યા કરતો હોય, આગળ આગળ વધ્યા કરતો હોય, અને પાછળ દોરડું પડ્યું હોય તે પેલો વાછડો ચાલ્યા કરે. તેમ અજ્ઞાનની ક્રિયા બધી નકામી જાય છે, અને પાછો મરીને આવતો ભવ બગાડે તે મનુષ્યપણું પણ ના મળે ! આંધળો જાણે કે ઓહો, પચાસ ફૂટ દોરડું થયું છે ને લેવા જાય ત્યારે કહેશે, “આ શું થઈ ગયું ? અલ્યા પેલો વાછડો બધું ચાવી ગયો !'
આખા જગતની મહેનત ઘાણી કાઢી કાઢીને નકામી જાય છે, પેલો બળદને ખોળ આપે, ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેકું આપે એટલે ચાલ્યું. આખો દહાડો બળદની પેઠે ઘાણી કાઢ કાઢ કરે છે.
ઈનામ પહેલાતે જ, તે બાકીતાને ?” રાત-દહાડો પૈસાના વિચાર મુંબઈ શહેરમાં કોણ નહીં કરતું હોય ? થોડા ઘણા ધોળા ને ભગવા લુગડાંવાળા સાધુઓ એવા છે કે મહીં પૈસા ના લે, પૈસાને અડે નહીં.
પ્રશ્નકર્તા : પામેલો વધુ પામવા માટે અને ના પામેલા પામવા માટે વ્યગ્ર