________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૬૯
૧૬૯
પૈસાનો
વ્યવહાર
(૬)
લોભની સમજ, સૂક્ષ્મતાએ
ભોગવતો નથી. અને સામો પાપ જ બાંધ્યા કરે છે. પૈસા શા હારુ ખોળવા નીકળ્યો છે ? ત્યારે કહે “મારે જોઈશેને એક લાખ ?” ત્યારે કુદરતે બૂમ પાડી કે લોકોના ક્વોટા ખાઈ જવા છે તમારે ? ગમે તે હો પણ અમને તો વાંધો નથી. એટલે લોકોનો ક્વોટા ખાઈ જવો એનું નામ લોભ કહેવાય. બીજાના ક્વોટા ઉપર તરાપ મારવી, પૈસા તો એની મેળે, પુણ્યનો ખેલ છે એટલે આવ્યા જ કરે. તમારે એને ના નહીં પાડવાની. તેમાં બૂમાબૂમ નહીં કરવાની. લાલચ નહીં રાખવાની. એ તો આવ્યા જ કરે. એ તો પુણ્યનો ખેલ છે. પાપ કર્યા હોય તો ભૂલેશ્વરમાં પૈસા હારુ ચંપલો ઘસાઈ ગયાં હોય બળ્યાં ! શેઠને સલાહ આપતો હોય ફક્કડ, પણ શેઠને સમજણ ના પડતી હોય તોય ફર્સ્ટક્લાસ દોઢસો રૂપિયાના બૂટ પહેર્યા હોય ! અને પેલાંના ચંપલ ઘસાઈ ગયેલાં હોય ! એટલે આ પાપાનુબંધી પુણ્ય બધી !
પાપાનુબંધી પુણ્ય એટલે શું ? પોતાનું પુણ્ય તો છે જ, અને નવાં પાપ ઊભાં કરી રહ્યો છે. હાય પૈસા ! હાય પૈસા !! છોડીઓ પૈણાવતો નથી, મોટી મોટી થવા આવી તોય. વહુ કહે છે, “આ છોડીઓનું જોતા રહેજો.’ ‘જોઈશું” એમ કહે. હાય, હાય, હાય ! ઊંધેય ના આવે એને બીજો કોઈ હોય તો ઊંધે તો ખરો ! ભગવાને કરુણા ખાધી છે આ લોકોની ! અલ્યા, ના સમજણ પડે તો શું કરવા બૂમાબૂમ કરે છે ! જીવતાં ય આવડ્યું નહીં !
રખડાવતારો પ્રાકૃત દોષ ! પ્રશ્નકર્તા : કેવા પ્રકારના દોષો ભારી હોય તો ઘણા અવતારો સુધી ચાલે ? અવતારો બહુ લેવા પડે એવા કયા દોષો ?
દાદાશ્રી : લોભ ! લોભ ઘણા અવતારો સુધી જોડે રહે છે. લોભી હોયને તે દરેક અવતારમાં થાય એટલે એને ગમે બહુ આ.
પ્રશ્નકર્તા : કરોડો રૂપિયા હોય છતાં ધર્મમાં પૈસા ન આપી શકે એનું શું કારણ ?
દાદાશ્રી : શી રીતે બંધ બાંધેલા છૂટે બા ? એટલે કોઈ છૂટે નહીં. ને બંધાયેલો ને બંધાયેલો જ રહે. પોતે ખાય પણ નહીં. કોના હારું ભેળું કરે છે ?! પહેલાં તો સાપ થઈને ફરતા હતા ને સાચવ સાચવ કરે. મારું ધન, મારું ધન કરે !
પુણ્ય, ભોગવે દુ:ખમાં ! પ્રશ્નકર્તા : પૈસા પુષ્કળ છે પણ સારા રસ્તે વાપરી શકતા નથી. એનો અર્થ એ કે આ પાપાનુબંધી પુણ્ય છે માટે ?
દાદાશ્રી : પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય ? બંગલા હોય, મોટરો હોય, છોડીઓ સારી હોય, છોકરાં હોય છતાંય આખો દહાડો નવરો ના હોય. ધૂનમાં ને ધૂનમાં, ધૂનમાં ને ધૂનમાં, ભોગવેય નહીં. એ પાપાનુબંધી પુણ્ય. પુષ્ય છે છતાં
પુણ્ય ખર્ચતાંય પુણ્ય ! જીવતાં તો આવડ્યું કોને કહેવાય ? પોતાની પાસે આવ્યું હોય તે ભેલાડે ! એનું નામ જીવતાં આવડ્યું કહેવાય. ગાંડપણ નહીં. ડહાપણથી ભેલાડે. ગાંડપણથી દારૂ-બારૂ પીતા હોય. એમાં ભલીવાર જ ના આવે. કોઈ દહાડો વ્યસન હોય નહીં ને ભેલાડે. જુઓને આ ભેલાડે છેને ! આ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય.
પુણ્યાનુબંધી પુણ્ય કર્યું ? દરેક ક્રિયામાં બદલાની ઇચ્છા ના રાખે એ પુણ્યાનુબંધી પુણ્ય ! સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય !
જ્ઞાતી શિખવાડે...