________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૧૬ ૮
૧ ૬ ૮
પૈસાનો
વ્યવહાર
કુદરત કાયમ ન્યાયી જ દસ-પંદર વર્ષ તો એવાં કડક આવવાનાં છે કે લોકોય જિંદગીમાં ભૂલી જાય, એવું બધું આવશે. હજુ તો આવવાના છે. ત્યાર પછી સત્યુગ આવશે. પછી મન સારાં થઈ જશે. લોભ છૂટશેને !
જો એ સારો હોયને, તો એને સારામાં પુષ્ટિ આપી દઉં. એટલે સારું એટલું બધું પ્રકાશમાન થાય, એટલી બધી જગ્યા રોકતું જાય કે નેગેટિવ જ ઊડી જાય. આ જગતને નેગેટિવ અત્યાર સુધી અથાડ અથાડ કરેલું ! લક્ષ્મી આવ્યા પછી સુખ ના હોય, મહીં બળાપો થતો હોય તો એ બધું પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. નહીં,. તો સાચી લક્ષ્મી ક્લેશ ના થવા દે ! એટલે લક્ષ્મીના તો એવા સુંદર ગુણો છે !
- ૨૦૦૫માં વર્લ્ડનું કેન્દ્ર ! પ્રશ્નકર્તા : આ થોડા વર્ષોમાં સત્યુગ શરૂ થશે એવું લોકો બોલે છે, એ શું છે ?
દાદાશ્રી : યુગપલટાની શરૂઆત થઈ ગયેલી છે, કેટલાય વખતથી. પણ યુગપલટો ખરેખર થોડાંક વર્ષો પછી આવશે. બે હજાર પાંચમાં આવશે ! ખરો યુગપલટો થશે. એ જે લોકો બોલે છે એ સાવ ખોટું નથી.
વચ્ચે કપરો કાળ પ્રશ્નકર્તા : આટલાં વર્ષ તો બહુ કપરાં જશે.
દાદાશ્રી : કપરાં વર્ષ તો હજુ હવે આવવાનાં છે. કપરા દહાડા હજુ દસપંદર વર્ષ છે, એવા કપરા કે ખરેખરા ! આ સલાહના પૈસા લીધા ને, તે બધાને તો દંડ આપવાના છે ત્યારે લોકો ફરશે ! માથામાં દંડા વાગશેને, ત્યારે કહેશે, હવે સાહેબ નહીં લઉં, માથામાં વાગે એટલે નહીં લેને પછી ? એનો દંડ કુદરત આપે ત્યારે. આ સરકારના દંડને ગાંઠે એવા નથી આ.
સલાહના ય પૈસા લીધા. અરે, બુદ્ધિથી લોકોને માર્યા. ઓછી બુદ્ધિવાળાને વધારે બુદ્ધિવાળાએ લૂંટી લીધો. વધારે બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળાને છેતરે કે ના છેતરે ? તે વધારે બુદ્ધિ એટલે અજવાળું. આપણી પાસે બદ્ધિ એટલે એક લાઈટ કહેવાય અને ઓછી બુદ્ધિવાળા એની પાસે લાઈટ નથી. તેથી અંધારામાં અથડાય ત્યારે આપણે એને લાઈટ ધરવી જોઈએ. આમ દીવો ધરવો જોઈએ. તેને બદલે એની પાસે પૈસા ખંખેરી લીધા. બોલો હવે શું થાય એનું?
લોભ ક્યારે છૂટે ? કંઈક આવો માર પડે કે કાં તો ખોટ જાય. લાંબી ખોટ જાય તો લોભ છુટી જાય. કાં તો માર પડે તો છૂટી જાય, એટલે આ કુદરત ફરી વળે છે. એવી દસ-પંદર વર્ષ મારશે. પાછું ન્યાયથી જ મારશે ! કારણ કે અન્યાયથી મારવાનો કુદરતનો નિયમ જ નથી. તદન ન્યાય ! કુદરત એક મિનિટ ન્યાયની બહાર ચાલતી નથી.
કુદરતનો ન્યાય ત્યારો ! લોક કહે છે કે આ દુકાળ પડે છે, તે શું કરવા ? કુદરત અન્યાયી જ છેને ?! અલ્યા, કુદરત અન્યાયી ના હોય. કુદરત ન્યાયી જ હોય. કાયમ જો સુકાળ જ પડ્યા કરેને, તો તો આ અમુક જાતિઓ એવી છે કે જેને બુદ્ધિ બહુ ખીલેલી નથી, એ પછી શહેરોમાં આવીને બંદુકો મારે. એ લોકોને પૂરું ખાવાનું કાયમને માટે મળે, તો એ લોકો બીજાને માર્યા વગર છોડે નહીં. માટે એને કુદરત ઠેકાણે ને ઠેકાણે રાખે છે, કુદરત નવરો જ ના પડવા દે એને. કો'કને મારવાનો વિચાર કરવાની નવરાશજ ના આવવા દે ! એક-બે વર્ષ અનાજ પાકે ને ત્રીજે વર્ષે દુકાળ ! એટલે પેલું લાવ્યો હોય તે દેવું કર્યું હોય તે વળી પાછું બે વર્ષે પાકે તો ભરાઈ જાય. ત્યારહોરો વળી પાછું દેવું થાય, એટલે આ કુદરત બધું ઠેકાણે રાખે છે. નહીં તો અમુક કોમના લોકોના મિજાજ ફરી જાય, એવી ગાળો મારે એ તો. પાડાની પેઠ મારે. કારણ કે ડેવલપમેન્ટ જરા ઓછું છે. બહુ વિચારક નથીને ! એટલે આ બધું જ છે તે કુદરતી રીતે બરોબર છે. કુદરતને ઘેર કંઈ ખોટ નથી, પણ આ તો બધાને ઠેકાણે રાખવા માટે બધું કરવાનું.