________________
પૈસાનો
વ્યવહાર
૧૫
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા: મળે છે.
દાદાશ્રી : આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક કલાક બોલજો ને ! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે ?
આ દાદા ભગવાનનું એક કલાક નામ લે તો પૈસાના ઢગલા થાય. પણ એવું કરે નહીં ને બાકી હજારો લોકોને પૈસા આવ્યા. હજારો લોકોની અડચણો ગઈ ! ‘દાદા ભગવાન' નું નામ લે ને, પૈસા ના આવે તો તે દાદા જોય ! પણ આ લોકો આવું નામ દે નહીંને, પાછા ઘેર જઈને !!
એબોવ નોર્મલ, ત્યાં શું સુખ ? લક્ષ્મી તો કેવી છે ? કમાતાં દુ:ખ, સાચવતાં દુ:ખ, રક્ષણ કરતાં દુઃખ અને વાપરતાં ય દુ:ખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઈ જાય. કઈ બેન્કમાં આની સેફસાઈડ છે એ ખોળવું પડે ને પાછાં સગાં-વહાલાં જાણે કે તરત જ દોડે. મિત્રો બધા દોડે, કહે અરે યાર મારા પર આટલો વિશ્વાસ નથી ? માત્ર દસ હજાર જોઈએ છે, તે પછી ના છૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તો ય દુઃખ ને ભીડ થાય તો ય દુઃખ. આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાં ય દુ:ખ થાય.
લક્ષ્મી ભોગવતાં આવડી ? લક્ષ્મીને સાચવતાં ય આપણા લોકોને નથી આવડતું અને ભોગવતાં ય નથી આવડતું. ભોગવતી વખતે કહેશે કે આટલું બધું મોઘું ? આટલું મોઘું લેવાય ? અલ્યા, છાનોમાનો ભોગવને ! પણ ભોગવતી વખતે ય દુ:ખ, કમાતાં ય દુ:ખ. લોકો હેરાન કરતાં હોય તેમાં કમાવાનું, કેટલાક તો ઉઘરાણીના પૈસા આપે નહીં એટલે કમાતાં ય દુઃખ અને સાચવતાં ય દુ:ખ. સાચવ સાચવ કરીએ તો ય બેન્કમાં રહે જ નહીં ને ! બેન્કના ખાતાનું નામ જ ક્રેડિટ અને ડેબિટ, પૂરણ ને ગલન ! લક્ષ્મી જાય, ત્યારે ય બહુ દુ:ખ આપે. આ કેરી આટલી બધી મોંધી તે લેવાતી
હશે ? આ શાક આટલું બધું મોધું કેમ લીધું ? અલ્યા, બધાયમાં તું મોઘું મોડ્યું બોલ બોલ કરે છે ? મોધું કોને કહે છે તે ? તો સોંઘું કોને કહે છે ? આ તો એક જાતની કટેવ પડેલી હોય છે. એની દૃષ્ટિ બેસી ગઈ હોય છે, એટલે શું થાય ? આપણે શું કહીએ છીએ કે જે આવ્યું. જે મોંઘા ભાવે આવ્યું એ બધું કરેક્ટ જ છે. વ્યવસ્થિત જ છે. પણ એને સમજાય નહીં ને ! એને પહેલાંની દૃષ્ટિ બેસી ગયેલી તે છૂટે નહીં ને !
લીધી રિટર્ન ટિકિટ, તીર્થંચતી ! કેટલાક તો ઈન્કમટેક્ષ પચાવીને બેસી ગયેલા હોય છે. પચ્ચીસ-પચ્ચીસ લાખ રૂપિયા દબાવીને બેઠા હોય છે. પણ એ જાણતા નથી કે બધા રૂપિયા જતા રહેશે. પછી ઈન્કમટેક્ષવાળા નોટિસ આપશે ત્યારે રૂપિયા ક્યાંથી કાઢશે ? આ તો નરી ફસામણ છે. આ ઊંચે ચઢેલાને બહુ જોખમદારી, પણ એ જાણતો જ નથી ને ! ઉલટું આખો દહાડો કેમ કરીને ઈન્કમટેક્ષ બચાવું એ જ ધ્યાન. તેથી જ અમે કહીએ છીએ ને કે આ તો તિર્યંચની રિટર્ન ટિકિટ લાવ્યાં છે.
પાછું, આ તો લક્ષ્મીજીના ખૂણા પર ધ્યાન આપે છે ને બાકીના ખૂણા તરફ જોતો નથી. તેથી આપણા સંસ્કાર વેચાઈ ગયા, ગીરવે મુકાઈ ગયા છે. આને જીવન જીવ્યું કેમ કહેવાય ? આપણે હિન્દુસ્તાનની આર્ય પ્રજા કહેવાઈએ. આર્ય પ્રજામાં આવું શોભે નહીં ! આર્ય પ્રજામાં ત્રણ વસ્તુ હોય, - આર્ય આચાર, આર્ય વિચાર ને આર્ય ઉચ્ચાર. તે અત્યારે ત્રણે ય અનાડી થઈ ગયાં છે, અને મનમાં શું ય માને કે સમતિ થઈ ગયું છે. ને મોક્ષ થઈ જવાનો ! અલ્યા તું જે કરી રહ્યો છે, તેનાથી તો લાખ અવતારે ય ઠેકાણું પડે નહીં. મોક્ષમાર્ગ એવો નથી.
કમાય કોણ ભોગવે કોણ ? જ્યાં આગળ અંતર શાંતિ નથી, ત્યાં સુખ શું હોય ? પેલું ગમે તેટલું કરે પણ અંતરશાંતિ ના હોય. બાહ્યમાં એનો ભપકો બહુ મોટો દેખાય. તમને એમ લાગે કે આ તો ઘણો સુખિયો છે, પણ બહુ દુઃખિયો હોય એ. કારણ કે એને અંતરશાંતિ ના હોય. અંતરશાંતિને આપણે સુખ કહીએ છીએ. મોટા મોટા દસ લાખના ફલેટ હોય છે, પણ અહીં તમે જાવ તો સ્મશાન જેવું લાગે. આને સુખ