________________
પૈસાનો
વ્યવહાર
૧૩૮
૧ ૩૮
પૈસાનો
વ્યવહાર
આપણાથી કંઈ એની ભાષામાં ના જવાય. આ જે વ્યવહારમાં પૈસાની લેવડ-દેવડ વગેરેમાં વ્યવહાર છે એ તો સામાન્ય રિવાજ છે, તેને અમે વ્યવહાર નથી કહેતા, કોઈનેય દુઃખ ના થવું જોઈએ તે જોવાનું ને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું, તેનું નામ આદર્શ વ્યવહાર !!
કરો ઉઘરાણીવાળાતા પ્રતિક્રમણ ! આ પ્રતિક્રમણથી સામા ઉપર અસર પડે, અને એ પૈસા પાછા આપે. સામાને એવી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય. પ્રતિક્રમણથી આમ સવળી અસર થાય છે. તો આપણા લોકો ઘેર જઈને ઉઘરાણીવાળાને ગાળો આપે તો તેની અવળી અસર થાય કે ના થાય ? ઊલટું લોકો વધારે ને વધારે ગૂંચવે છે. બધું અસરવાળું જગત છે.
પ્રશ્નકર્તા : આપણે કોઈ લેણદારનું પ્રતિક્રમણ કરીએ તોય એ માગતો રહેને ?
દાદાશ્રી : માગવા ના માગવાનો સવાલ નથી. રાગ-દ્વેષ ના થવા જોઈએ. લેણું તો રહેય ખરું.
કાળા બજારતાં ય પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : અત્યારે ટેક્સો એટલા બધા છે કે ચોરી કર્યા વગર મોટા મોટા ધંધાનું સમતોલન થાય નહીં. બધા લાંચ માંગે તો એના માટે ચોરી તો કરવી જ પડેને ?
દાદાશ્રી : ચોરી કરો પણ તમને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય તોય એ હળવું થઈ જાય.
પ્રશ્નકર્તા : તો પછી આ સંજોગોમાં શું કરવું જોઈએ ?
દાદાશ્રી : આપણે જાણીએ કે આ ખોટું થાય છે, ત્યાં આપણે હાર્ટિલી પસ્તાવો કરવો. બળતરા થવી જોઈએ તો જ છુટાય. અત્યારે કંઈ કાળા બજારનો માલ લાવ્યા તે પછી કાળા બજારમાં વેચવો પડે જ. તો ચંદુલાલને કહેવાનું, કે પ્રતિક્રમણ કરો. હા, પહેલાં પ્રતિક્રમણ કરતાં ન હતાં. તેથી કર્મનાં તળાવડાં બધાં
ભર્યાં. હવે આ પ્રતિક્રમણ કર્યું, એટલે ચોખ્ખું કરી નાખવું. લોભ કોના નિમિત્તે થાય છે ? લોખંડ કાળા બજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, ‘ચંદુલાલ, વેચો તેનો વાંધો નહીં, એ ‘વ્યવસ્થિત’ના આધીન છે. પણ તેનું હવે પ્રતિક્રમણ કરી લો. અને કહીયે કે ફરી આવું ના થાય.
ચોરીઓતાં ય પ્રતિક્રમણ ! લોકો પર તને ચીઢ ચઢે છે ? પ્રશ્નકર્તા : ઘરમાં કોઈના દોષો દેખાય ને તો ચીઢ ચઢે. દાદાશ્રી : ચીઢ ચઢે ? ચંદુલાલ ને ? પ્રશ્નકર્તા : ચંદુલાલને જ ને !! દાદાશ્રી : અને ‘તને' ? ‘તને ચીઢ ના ચઢે ?!! પ્રશ્નકર્તા : ચીઢે ય એને ચઢે, અને ભોગવટો ય એને આવે !
દાદાશ્રી : જેને ચીઢ ચઢે એને ભોગવટો આવે જ, પછી તને કેટલી ખોટ ગઈ ?
પ્રશ્નકર્તા : બહુ ભારે ખોટ ગઈ.
દાદાશ્રી : એમ ? લોકોને મારવાના ભાવ નથી આવતા ને ? લોકોની પાસેથી પડાવી લેવાના ભાવ નથી આવતા ? પૈસા પડાવી લઈએ. આમ, તેમ ?
પ્રશ્નકર્તા : એવું નથી થતું. દાદાશ્રી : લોકો પાસેથી ચોરીઓ કરવાના ભાવ આવે છે ? પ્રશ્નકર્તા : લોકોની પાસેથી ચોરીઓ એ કેવી રીતે ? દાદાશ્રી : માલ વેચવો, તેમાં છે તે વજન વધારે લખી નાખવું. પ્રશ્નકર્તા ઃ એ થોડું ઘણું રહ્યા કરે.