________________
પૈસાનો
કર. આખા જગતને જ્યાં આગળ તેલ કાઢી નાખ્યું ત્યાં આગળ અમે કહ્યું કે આનો વાંધો નથી, તું તારે નિયમમાં રહીને કર.
વ્યવહાર
૧૦૩
હવે અત્યારે કળિયુગ છે, તે કહેશે કે, સાહેબ મારાથી આ થતું નથી, નીતિ પળાતી નથી. ત્યારે હું કહું કે, ‘તું નિયમસર પાળ, દહાડામાં બે-ત્રણ નીતિ પાળવી છે, જા તારા મોક્ષની ગેરન્ટી અમે લખી આપીએ છીએ.
હા, વળી નીતિ ના પળાય ત્યારે શું અનીતિ જ પાળ પાળ કરવી ? ના એ તો હપુરું ઊંધું ચાલ્યું, એટલે કહ્યું કે અનીતિ જો તું નિયમથી પાળીશ તો મોક્ષે જઈશ. હવે આવી વિચિત્ર વાત કરે કોઈ ?
એ રીત અધોગતિતી !
પ્રશ્નકર્તા : દાદા, નિયમમાં રહીને અનીતિ શી રીતે પાળવી ? એનો દાખલો આપી સમજાવો ને !
દાદાશ્રી : હા, એ તમને સમજણ પાડું. એક શેઠને કાપડની દુકાન, , તે કપડું આમ ખેંચી ખેંચીને આપતા હતા, ત્યારે મેં કહ્યું કે, ‘આવું શું કરવા કરો છો ? ત્યારે કહે છે કે, ‘ચાળીસ મીટરમાં આટલું વધે છે.’ ત્યારે મેં કહ્યું કે, ‘પછી આનો શું દંડ મળશે તે જાણો છો ? અધોગતિમાં જવું પડશે ! ચાળીશ મીટરનો ભાવ લીધો તો આપણે ચાળીસ મીટર આપી દેવાનું, એમાં ખેંચવાની જરૂર નથી.’ ત્યારે કહે છે, ‘તો તો અમને બરોબર નફો રહેતો નથી.’ ત્યારે મે કહ્યું કે, ‘જરા ભાવ વધારે રાખો.' ત્યારે એ કહે છે કે, ઘરાક બીજી જગ્યાએ જતો રહે છે, એટલે વધારે ભાવ લેવો હોય તો લેવાય જ નહીં ને !
આપણે આને અનીતિ કહીએ છીએ. હવે કાળો બજાર કરવો હોય, પણ ખૂટતું હોય તો એટલા પૂરતું જ દહાડામાં દસ-પંદર રૂપિયા વધારાના લઈ લે, બીજાં પચ્ચીસ વધારે આવે તો યે લે નહીં. એ અનીતિ કરી, પણ નિયમથી કહેવાય એટલે કહ્યું ને, કે અનીતિ કરવી પડે તો ય નિયમથી કરજે.
આમ નિયમ બાંધો
પ્રશ્નકર્તા : એટલે તું પૈસા વધારે લે, પણ માલ ઓછો ના આપીશ એવો
૧૦૩
પૈસાનો
વ્યવહાર
અર્થ થયો ?
દાદાશ્રી : ના, એવું નથી કહેતા, આપણે તો એમ કહ્યું છે કે અનીતિ કર પણ નિયમથી કરજે. એક નિયમ બાંધ કે ભઈ, મારે આટલી જ અનીતિ કરવી છે, આથી વધારે નહીં. રોજ દસ રૂપિયા દુકાને વધારે લેવા છે, એથી વધારે પાંચસો રૂપિયા આવે તો ય મારે નથી લેવા.
એમ માનો ને, કોઈ ઈન્કમટેક્ષ ઓફિસર હોય, એની વાઈફ રોજ લઢલઢ કરતી હોય કે, ‘આ બધાંએ લાંચ લઈ લઈને બંગલા બાંધ્યા ને તમે લાંચ લેતા નથી. તમે આવા ને આવા રહ્યા.’ એટલે ઘણી વખત તો છોકારની સ્કૂલની ફી પણ ઉછીની લાવવી પડે. એને મનમાં ઇચ્છા કે બસ્સો-ત્રણસો રૂપિયા ખૂટે છે, એટલા મળે તો આપણને શાંતિ રહે, પણ આમ લાંચ લેવાય નહીં. એટલે શું થાય ? અને એ પણ મનમાં ડંખે ને ? તો અમે એને કહીએ કે, ‘લાંચ લેવી હોય તો તું નક્કી કર ને કે મારે મહિને પાંચસો રૂપિયાથી વધારે લેવી નહીં. પછી દસ હજાર રૂપિયા આવે તો પણ મારે ખપે નહીં.’ તારે મહિને જેટલા ખૂટે છે એટલા તું લેવાનું નક્કી કર. હવે તું આ અનીતિ કરે છે. પણ નિયમથી કરે છે. નિયમમાં
રહીને અનીતિ પાળી શકાય છે અને અનીતિ નિયમાં રહીને કરે તો મને વાંધો નથી. આ નિયમ જ તને મોક્ષે લઈ જશે. અને આની જોખમદારી તારી નથી. પણ નિયમથી કરે તો બહુ થઈ ગયું. અનીતિ કોઈ દહાડો ય રહે નહીં. કારણ કે અનીતિ કરવા ગયો કે એ વધતો જ જાય અને એ અનીતિ નિયમથી કરે તો
એનું કલ્યાણ થઈ જાય.
આ અમારું ગૂઢ વાક્ય છે. આ વાક્ય જો સમજાય તો કામ થઈ જાયને ? ભગવાન પણ ખુશ થઈ જાય કે પારકી ગમાણમાં ખાવું છે અને તે પાછો પ્રમાણસર ખાય છે ! નહીં તો પારકી ગમાણમાં ખાવું ત્યાં પછી પ્રમાણ હોય જ નહીં ને ?!
આપની સમજમાં આવે છે ને ? કે અનીતિનો પણ નિયમ રાખ, હું શું કહું છું કે, ‘તારે લાંચ લેવી નથી, અને તને પાંચસો ખૂટે છે, તો તું કકળાટ ક્યાં સુધી કરીશ ?” લોકો, ભાઈબંધો પાસે ઉછીના રૂપિયા લે છે તેથી વધારે જોખમ