________________
પૈસાનો
વ્યવહાર
૧૦૨
૧૦૨
પૈસાનો
વ્યવહાર
એમાં ભેળસેળતો ભયંકર ગુતો ! તમારે ધંધો કરવો હોય તો હવે નિર્ભયતાથી કર્યા કરજો, કોઈ ભય રાખશો નહીં અને ધંધો ન્યાયસર કરજો. જેટલું બને એટલું પોસિબલ હોય એટલો ન્યાય કરજો. નીતિના ધોરણ ઉપર રહીને પોસિબલ હોય એટલું કરજો, જે ઇમ્પોસિબલ હોય તે નહીં કરતા.
પ્રશ્નકર્તા : એ નીતિનાં ધોરણ કહેવાં કોને ?
દાદાશ્રી : નીતિનું ધોરણ એટલે તમને સમજાવું. અહીં મુંબઈના એક વેપારી હતા, તે ઘઉંના જ્યારે બહુ ભાવ વધ્યા હતા ને, ત્યારે એ વેપારી એક વેગન ઇદોરી ઘઉં મંગાવે અને એક વેગન રેતી મંગાવે, બેઉ ભેગું કરીને પછી કોથળા ફરી ભરે. બોલો, હવે એ નીતિ કહેવાય ?
પ્રશ્નકર્તા : પણ નીતિ-અનીતિના તો ઘણા સૂક્ષ્મ ભેદો હોય છે, તે ખબર ના પડે.
દાદાશ્રી : બીજા બધામાં અનીતિ આપણે જોવાની જરૂર નથી, પણ માણસોને ખાવાની વસ્તુઓ હોય છે, માણસોના શરીરમાં જે જવાની વસ્તુઓ હોય છે, ખોરાક કે દવા, એને માટે તો આપણે બહુ જ નિયમો રાખવા જોઈએ. એવું છે ને કે તમે છેતરીને ચાલીસ રતલને બદલે સાડત્રીસ રતલ આપો, પણ ચોખ્ખું આપો તો તમે ગુનેગાર નથી, અથવા તો ઓછા ગુનેગાર છો, અને જે માણસ, ભેળસેળ કરીને ચાલીસ રતલ પૂરું આપે છે. એ બહુ જ ગુનેગાર છે. ભેળસેળ ના કરો. ભેળસેળ આપ્યું ત્યાં ગુનો છે. માનવજાતિ ઉપર ભેળસેળ ના હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : હું તો મારી અંગત રીતે માનું છું કે જેનાથી આપણો આત્મા દુભાય છે એ કાર્ય ના કરવું જોઈએ.
દાદાશ્રી : જ્યાં તમારા આત્માને દુઃખ થાય છે એ કાર્ય ના કરવું. બાકી માણસના શરીરને દુઃખ થાય, ભેળસેળ કરે, દૂધમાં બીજું ભેળસેળ, તેલમાં બીજું ભેળસેળ, ઘીમાં બીજું ભેળસેળ, તે કેવું કેવું અત્યારે ભેળસેળ કરવા માંડ્યું છે, એ બધું ન હોવું ઘટે.
ધર્મતો પાયો ! ધંધામાં અણહકનું નહીં. ને જે દહાડે અણહકનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ ઘાલતા જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણ વરસ, બે વરસ સારું મલશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તો ય છૂટશો. વ્યવહારનો સાર આખો હોય તો તે નીતિ, નીતિ હશે ને પૈસા ઓછા હશે તો પણ તમને શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હશે તો ય અશાંતિ રહેશે. નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે !
અતીતિ પણ, નિયમથી... પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાંથી ૧૯૩૬ નંબરનું સૂત્ર છે. વ્યવહાર માર્ગવાળાને અમે કહીએ છીએ કે સંપૂર્ણ નીતિ પાળ, તેમ ના થાય તો નીતિ નિયમસર પાળ. તેમ ના થાય તો અનીતિ કરું તો ય નિયમમાં રહીને કર. નિયમ જ તને આગળ લઈ જશે. એ જરા આપની પાસેથી સમજવું છે.
દાદાશ્રી : આ પુસ્તકમાં, આપ્તસૂત્રમાં બધાં વાક્યો લખેલાં છે ને, એ ત્રણે ય કાળ સત્યવાળા છે. આ વાક્યમાં હું શું કહું છું કે સંપૂર્ણ નીતિથી ચાલજો. પછી બીજું વાક્ય શું કહ્યું કે તેમ ન બને તો થોડી ઘણી નીતિ પાળજે ને નીતિ ના પળાય તો અનીતિ ના પાળીશ. અનીતિ પાળે તો નિયમથી અનીતિ પાળજે. એટલે બધી છૂટ આપી છે ને ? અનીતિ પાળવાની છૂટ, આ વર્લ્ડમાં મેં એકલાએ જ આપી છે ! એટલે અનીતિ પાળવાની હોય તો નિયમસર પાળજે કહ્યું. આપને સાંધો મળ્યો નહીં ?!
આમાં એવું કહે છે કે સંપૂર્ણ નીતિ પળાય તો પાળ અને એ ના પળાય તો નક્કી કર કે દહાડામાં મારે ત્રણ નીતિ તો પાળવી છે. અને નહીં તો નિયમમાં રહીને અનીતિ કરું તો એ પણ નીતિ છે. જે માણસ નિયમમાં રહીને અનીતિ કરે છે એને હું નીતિ કહું છું. ભગવાનના પ્રતિનિધિ તરીકે વીતરાગોના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે અનીતિ પણ નિયમમાં રહીને કર, એ નિયમ જ તને મોક્ષે લઈ જશે. અનીતિ કરે કે નીતિ કરે તેનો મને સવાલ નથી, પણ નિયમમાં રહીને