________________
પાપ-પુણ્ય
પાપ-પુણ્ય
દાદાશ્રી : આ કોઈ દુ:ખી થતું હોય એમને સુખ આપે, તેનાથી પુણ્ય બંધાય અને પરિણામે એવું સુખ આપણને મળે. કોઈને દુઃખ આપો તો તમને દુઃખ મળે. તમને પસંદ આવે તે આપજો.
બે જાતની પુણ્ય. એક પુણ્યથી ભૌતિક સુખ મળે અને બીજી એક એવા પ્રકારની પુણ્ય છે કે જે આપણને “સચ્ચી આઝાદી’ પ્રાપ્ત કરાવે.
એ બન્ને ગણાય કર્મ જ ! પ્રશ્નકર્તા : પાપ અને કર્મ એક જ કે જુદા ?
દાદાશ્રી : પુણ્ય અને પાપ બન્નેય કર્મ કહેવાય. પણ પુણ્યનું કર્મ કેડે નહીં ને પાપનું કર્મ આપણા ધાર્યા પ્રમાણે થવા ના દે ને કેડે.
જયાં સુધી એવી માન્યતા છે કે ‘હું ચંદુલાલ છું', ત્યાં સુધી કર્મ બંધાયા જ કરે. કર્મ બે પ્રકારનાં બંધાય. પૂણ્ય કરે તો સદ્ભાવના કર્મ બાંધે અને પાપ કરે તો દુર્ભાવનાં કર્મ બાંધે. જ્યાં સુધી હકનું અને અણહકનું વિભાજન થયું નથી ત્યાં સુધી લોકોનું જુએ એવું એ ય ઊંધું શીખી જાય છે. મનમાં હોય જુદું, વાણીમાં કંઈ તૃતીયમ્ જ બોલે અને વર્તનમાં તો ઓર જ જાતનું હોય. એટલે નર્યા પાપ બંધાય. એટલે અત્યારે લોકોને પાપની જ કમાણી છે.
પુણ્ય-પાપ, એ વ્યવહાર ધર્મ ! પ્રશ્નકર્તા : તો પુણ્ય અને ધર્મમાં શું ફેર છે ?
દાદાશ્રી : પુણ્ય એ વ્યવહાર ધર્મ છે, સાચો ધર્મ નથી. વ્યવહાર ધર્મ એટલે પોતાને સુખી થવા માટે. પુણ્ય એટલે કેડિટ. આપણે સુખી થવાય, ક્રેડિટ હોય તો આપણે નિરાંતે રહીએ અને તો સારી રીતે ધર્મ થાય. અને પાપ એટલે ડેબીટ, પુણ્ય ના હોય, ક્રેડિટ ના હોય તો આપણે ધર્મ કરીએ શી રીતે ?! ક્રેડિટ હોય તો એકબાજુ શાંતિ રહે, તો આપણે ધર્મ કરી શકીએ.
- પ્રશ્નકર્તા: કયા કર્મ કરવાથી પુણ્ય થાય અને ક્યા કર્મ કરવાથી ધર્મ થાય ?
દાદાશ્રી : આપણે આ તમામ જીવો, મનુષ્યો, ઝાડ-પાન, ગાયોભેંસો પછી ખેચર, ભૂચર, જલચર એ બધા જ જીવો સુખ ખોળે છે. અને દુ:ખ કોઈને ગમતું નથી. માટે તમારી પાસે જે કંઈ સુખ હોય, તે બીજા લોકોને તમે આપો તો તમારે ખાતે ક્રેડિટ થાય, પુણ્ય બંધાય અને બીજાને દુઃખ આપો, તો પાપ બંધાય.
પ્રશ્નકર્તા : તો ધર્મ કોને કહેવાય ?
દાદાશ્રી : ધર્મ એટલે આત્મધર્મ. આત્માનો પોતાનો ધર્મ. પાપ અને પુણ્ય બેઉ અહંકારનો ધર્મ છે. અહંકાર હોય ત્યાં સુધી પાપ અને પુણ્ય હોય. અહંકાર જાય એટલે પાપ અને પુણ્ય જાય, તો આત્મધર્મ થાય. આત્માને જાણવો પડે તો જ આત્મધર્મ થાય.
પુણ્ય-પાપથી પર, રિયલ ધર્મ ! રિલેટિવ ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય.
આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઈ ના ભરાય. કોઈને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધરે અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમે થાય. પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જો તેમ થતી હોય તો તો આ કરોડાધિપતિઓ પાપ જમે થવા જ ન દે, પૈસા ખર્ચન ઉધારી ઉડાવી દે. પણ આ તો અસલ ન્યાય છે. તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપનાં ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંનેય ચાખવાં જ પડે.
ભગવાન શું કહે છે કે, તને જે ફળ ચાખવાનું પોષાતું હોય, તેનું બીજ વાવજે. સુખ પોષાતું હોય તો પુણ્યનું ને દુઃખ પોષાતું હોય તો પાપનું બી વાવજે, પણ બંને રિલેટિવ ધર્મ જ છે, રિયલ નથી.
| રિયલ ધર્મમાં, આત્મધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ જોઈએ. રિલેટિવ ધર્મોથી ભૌતિક સુખો મળે અને મોક્ષભણી પ્રયાણ થાય, જ્યારે રીયલ ધર્મથી મોક્ષ મળે. અહીં ‘અમારી’ પાસે રિયલ ધર્મ છે. તેનાથી