________________
પાપ-પુણ્ય
૬૩
‘અક્રિયતા’નું ફળ છે ! જ્યાં કોઈ પણ ક્રિયા છે ત્યાં બંધ છે. ત્યાં પછી પુણ્યનું હોય કે પાપનું હોય, પણ બંધ છે ! અને ‘જાણે’ એ મુક્તિ છે. ‘વિજ્ઞાન’ જાણવાથી મુક્તિ છે. આ બધું જે જે ત્યાગશો, એનું ફળ ભોગવવું પડશે. ત્યાગ કરવો આપણા હાથની સત્તા છે ? ગ્રહણ કરવું એ આપણી સત્તા છે ? એ તો પુણ્ય-પાપને આધીન સત્તા છે. મહીં પ્રેરક કોણ ?
મહીંથી જે ખબર પડે છે, ઈન્ફર્મેશન (સૂચના) મળે છે, એ પુણ્યપાપ બતાવે છે. મહીં બધું જ જ્ઞાન-દર્શન છે. મહીંથી બધી જ ખબર મળે. પણ તે ક્યાં સુધી મળે કે જ્યાં સુધી તમે આંતરો નહીં. એનું ઉલ્લંઘન કરો તો ‘ઈન્ફર્મેશન' આવતી બંધ થઈ જશે.
આત્મ પરમાત્મા સ્વરૂપ છે. તે ખોટું ય સૂઝાડતો નથી ને સાચુંય સૂઝાડતો નથી. એ તો પાપનો ઉદય આવે ત્યારે ખોટું સૂઝે અને પુણ્યનો ઉદય આવે ત્યારે સાચું દેખાડે. આમાં આત્મા કશું જ કરતો નથી. એ તો માત્ર સ્પંદનોને જોયા જ કરે છે ! એકાગ્રતા તો અંદરથી આપણા કર્મનો ઉદય યારી આપે ત્યારે થાય. ઉદય યારી ના આપે તો ના થાય. પુણ્યનો ઉદય હોય તો એકાગ્રતા થાય, પાપનો ઉદય હોય તો ના થાય. “જ્ઞાતી' તિમિત્ત, આત્મપ્રાપ્તિતા !
પ્રશ્નકર્તા : આત્માને ઓળખવા નિમિત્તની જરુર ખરી ?
દાદાશ્રી : નિમિત્ત વગર તો કશું બને નહીં.
પ્રશ્નકર્તા : નિમિત્ત પુણ્યથી મળે કે પુરુષાર્થથી ?
દાદાશ્રી : પુણ્યથી. બાકી, પુરુષાર્થ કરેને આ ઉપાશ્રયેથી તે ઉપાશ્રયે
દોડે એમ અનંત અવતાર ભટક ભટક કરે તો ય નિમિત્ત પ્રાપ્ત થાય નહીં અને આપણી પુણ્ય હોય તો રસ્તા પર ભેગા થઈ જાય. એમાં પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ.
પ્રશ્નકર્તા : “જ્ઞાની પુરુષ” કઈ પુણ્યના આધારે મળે ?
પાપ-પુણ્ય
દાદાશ્રી : પુણ્યાનુબંધી પુણ્યના આધારે ! આ એક જ સાધન છે કે જેનાથી હું ભેગો થઉં. કોટિ જન્મની પુણ્યે જાગે ત્યારે આ જ્ઞાની પુરુષનો યોગ બાઝે.
૬૪
પુણ્ય રૂપી સથવારો મોક્ષતો....
પ્રશ્નકર્તા : પુણ્યના ભાવો આત્માર્થે હિતાર્થ ખરા ?
દાદાશ્રી : આત્માર્થે હિતાર્થ તે એટલા માટે ખરું કે એ પુછ્યુ હોયને, તો અહીં સત્સંગમાં જ્ઞાની પુરુષ પાસે અવાય છેને ? નહીં તો આ મજૂરોને પાપ છે, તેથી તે બિચારાને અહીં અવાય શી રીતે ? આખો દહાડો મહેનત
કરે ત્યારે તો સાંજે ખાવાના પૈસા મળે. આ પુણ્યેના આધારે તો તમને ઘેર બેઠાં ખાવાનું મળે અને થોડો ઘણો અવકાશ મળે. એટલે પુછ્યું તો આત્માર્થે હિતકારી છે. પુણ્ય હોય તો નવરાશ મળે. આપણને આવા સંયોગ ભેગા થાય, થોડી મહેનતે પૈસો મળે ને પુણ્ય હોય તો બીજા પુણ્યશાળી માણસો મળી આવે, નહીં તો નંગોડો ભેગાં થાય.
પ્રશ્નકર્તા : આત્મા માટે એ વધુ હિતકારી ખરું ?
દાદાશ્રી : વધારે હિતકારી નહીં, પણ એ જરુરિયાત તો ખરીને ? કોઈક ફેરો ‘એકસેપ્શનલ કેસ’માં પાપ હોય તો બહુ હિતકારી થઈ પડે પણ પુણ્યાનુબંધી પાપ હોવું જોઈએ. પુણ્યાનુબંધી પાપ હોયને, તો વધારે
હિતકારી થઈ પડે.
પાપ-પુણ્ય, બન્ને ભ્રાંતિ ?
પ્રશ્નકર્તા : પુણ્યશાળી હોય એને બધાં ‘આવો, બેસો.' કરે, તો તેનાથી એનો અહમ્ ના વધે ?
દાદાશ્રી : એવું છેને કે, આ વાત જેને ‘જ્ઞાન’ છે એને માટે નથી. આ તો સંસારી વાત છે, જેની પાસે ‘જ્ઞાન’ છે એને તો પુણ્ય ય ના રહ્યું ને પાપે ય ના રહ્યું ! એને તો બન્નેનો ‘નિકાલ’ જ કરવાનો રહ્યો. કારણ કે પુણ્ય અને પાપ બેઉ ભ્રાંતિ છે. પણ જગતે એને બહુ કિંમતી ગણ્યું છે ! એટલે આ તો જગતની વાત કરીએ છીએ. પણ આ જગતમાં લોકો