________________
પાપ-પુણ્ય
૫૮
પાપ-પુણ્ય
પ્રશ્નકર્તા : પણ ખરા મનથી માફી માગવાનીને ?
દાદાશ્રી : માફી માગનારો ખરા મનથી જ માફી માગે છે અને ખોટા મનથી માફી માગશે તો ય ચલાવી લેવાશે. તો ય માફી માગજો.
પ્રશ્નકર્તા ? તો તો પછી એને ટેવ પડી જાય ?
દાદાશ્રી : ટેવ પડી જાય તો ભલે પડી જાય પણ માફી માગજો. માફી માગ્યા વગર તો આવી બન્યું જાણો ! માફીનો શો અર્થ છે ? એને પ્રતિક્રમણ કહેવાય છે અને દોષને શું કહેવાય ? અતિક્રમણ.
કર્મનો નિયમ શું છે ? અતિક્રમણ કરે તો એનું પ્રતિક્રમણ કરો. સમજાયું તમને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે માફી અવશ્ય માગો. ને આ ડાહ્યા, દોઢડાહ્યાની વાત જવા દો ! કોઈ ખોટું કરતો હોય ને માફી માગતો હોય તો કરવા દોને ! “ધીસ ઈઝ કમ્પલીટ લો.” (This is complete law.)
પશ્ચાતાપતો સર્વશ્રેષ્ઠ સાબુ ! પ્રશ્નકર્તા : પાપ દૂર કરવા પ્રાયશ્ચિત સિવાય બીજો કોઈ ઉપાય ખરો ?
દાદાશ્રી : પાપ દૂર કરવા પ્રાયશ્ચિત સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ બધા પાપ એ શું છે ? આ પાપ જે છેને, એ શેને પાપ કહીએ છીએ આપણે ? ત્યારે કહે કે, જો તમે આ બધું કરો છો. તે કરવાને માટે વાંધો નથી. આ બધાં બેઠા છે. અત્યારે કોઈ જણને વાંધો નથી. એમાં કોઈ એક જણ કહે કે, “કેમ તમે આ મોડા આવો છો ?” આપણને એવું કહે, ત્યારે એમણે અતિક્રમણ કર્યું કહેવાય. જે લોકોને ગમે નહીં કે આવું ક્યાં બોલે છે ? એ અતિક્રમણ કર્યું કહેવાય. એ અતિક્રમણ કરે, તેને માટે જ ભગવાને પ્રતિક્રમણ કહ્યું છે. એટલે પશ્ચાતાપ કેટલાંનો કરવાનો છે ? કે જે લોકોને દુઃખ થાય, એવી વાત માટે પશ્ચાતાપ કરજે. શું કહે છે ?
ગમતું હોય તેને માટે નહીં. તે પ્રાયશ્ચિત કરવું પડે. તું કરે છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : દાદા ભગવાનના નામથી પ્રતિક્રમણ કરું છું કે નથી કરતો ?
પ્રશ્નકર્તા: પેલી ચોપડી આપેલીને ! એમાં કહ્યા પ્રમાણે કરું છું. નવ કલમો કરું છું.
દાદાશ્રી : કરું છું ને ? એ પ્રતિક્રમણ જ છે. મોટામાં મોટું પ્રતિક્રમણ દાદા ભગવાનની નવ કલમો મૂકાઈ છેને, એ આખા જગતને કલ્યાણકારી એવું પ્રતિક્રમણ છે.
પ્રશ્નકર્તા : આ વાત સાચી કે પશ્ચાતાપના ઘડામાં ગમે તેવું પાપ હોય તો.....
દાદાશ્રી : હલકું થઈ જાય ! પશ્ચાતાપને લઈને. પ્રશ્નકર્તા : સાવ બળીને ખાખ ના થઈ જાય ?
દાદાશ્રી : સાવ બળી યે જાય. એવાં કેટલાંક પાપ તો બળી યે જાય, ખલાસ થઈ જાય. પશ્ચાતાપનો સાબુ એવો છે કે ઘણાં ખરાં કપડાંને લાગુ થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ અને એમાં આપની સાક્ષીએ કરે, એટલે પછી શું રહે ?
દાદાશ્રી : કલ્યાણ થઈ જાય. એટલે પશ્ચાતાપના સાબુ જેવો કોઈ દુનિયામાં સાબુ નથી.
તથી નિવૃત્તિ પાપ-પુણ્યથી.. પ્રશ્નકર્તા : બધાય સામાન્ય માણસો જાણે છે કે પાપ શું છે ને પુણ્ય શું છે, છતાં પણ એમાંથી નિવૃત્ત કેમ નથી થઈ શકતા ?
દાદાશ્રી : હા, એ પ્રશ્ન દુર્યોધને કૃષ્ણ ભગવાનને પૂછયો હતો કે પાપને જાણું છું અને પુણ્યને ય જાણું છું એટલે અધર્મને જાણું છું ને ધર્મને ય