________________
પાપ-પુણ્ય
૫૩
૫૪
પાપ-પુણ્ય
બુદ્ધિ વધે છે. મતિજ્ઞાન વધતું જાય. શ્રુતજ્ઞાનથી મતિજ્ઞાન વધે, ને મતિજ્ઞાન પાપથી કેમ છૂટવું એનો નિવેડો લાવે. બાકી, બીજો કોઈ ઉપાય છે નહીં અને બીજુ પ્રતિક્રમણ કરે તો છૂટે. પણ પ્રતિક્રમણ કેવું હોય ? ‘શૂટ ઓન સાઈટ’ હોવું જોઈએ. દોષ થતાંની સાથે જ પ્રતિક્રમણ કરવામાં આવે તો નિવેડો આવે.
કરો આ વિધિઓ, પાપોદય વખતે ! પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કદાચ નવા પાપ બંધાય નહીં, પણ જૂના પાપ ભોગવવા તો પડેને ?
દાદાશ્રી : પ્રતિક્રમણથી નવાં પાપ થાય નહીં એ તમારું કહેવું બરોબર છે અને જૂનાં પાપ તો ભોગવ્યે જ છૂટકો છે. હવે ભોગવટો એ ઘટે ખરો, એ માટે મેં પાછો રસ્તો કહ્યો છે કે ત્રણ મંત્રો ભેગા બોલજો તો ય ભોગવટાનું ફળ હલકું કરી આપશે. કોઈ માણસને દોઢ મણનું વજન માથે હોય અને બિચારો આમ કંટાળી ગયો હોય, પણ એને કોઈ વસ્તુ આમ એકદમ જોવાની આવી ગઈ અને દ્રષ્ટિ ત્યાં ગઈ તો પેલો એનું દુઃખ ભૂલી જાય, વજન છે છતાં એને દુઃખ ઓછું લાગે. એવું આ ત્રિમંત્રો છેને, એ બોલવાથી પેલું વજન જ લાગે નહીં.
મંત્રનો સાચો અર્થ શો ? મંત્ર એટલે મનને શાંત રાખે છે. ભગવાનની ભક્તિ કરતાં સંસારમાં વિઘ્ન ન આવે એટલા માટે ભગવાને ત્રણ મંત્રો આપેલા. (૧) નવકાર મંત્ર (૨) 3ૐ નમો ભગવતે વાસુદેવાય
૩) ૐ નમઃ શિવાય. આ મંત્રો એ હેમ્પિંગ વસ્તુ છે. તમે કોઈ દહાડો ત્રિમંત્ર બોલ્યા હતા ? એક જ દહાડો ત્રિમંત્રો બોલ્યા હતા ? તે જરા વધારે બોલોને એટલું બધું હલકું થઈ જાય અને તમને ભય લાગતો હોય તે ય બંધ થઈ જાય.
પુણ્યનો ઉદય શું કામ કરે ? પોતાનું ધાર્યું બધું જ થવા દે. પાપનો ઉદય શું થવા દે ? આપણું ધારેલું બધું ઊંધું કરી નાખે.
પાપ ધોવાયાની પ્રતીતિ ! પ્રશ્નકર્તા : અમારા પાપકર્મ માટે અત્યારે કેવી રીતે ધોવું ?
દાદાશ્રી : પાપકર્મના તો જેટલા ડાઘા પડ્યા એટલાં પ્રતિક્રમણ કરવાં, એ ડાઘ કઠણ હોય તો ફરી ધો ધો કરવો. ફરી ધો-ધો કરવો.
પ્રશ્નકર્તા : એ ડાઘ જતો રહ્યો કે નથી જતો રહ્યો એ ખબર કેવી રીતે પડે ?
દાદાશ્રી : એ તો મહીં મન ચોખ્ખું થાયને, તો ખબર પડી જાય. મોઢા પર મસ્તી આવે. તમને ખબર ના પડે, ડાઘ જ જતો રહ્યો ? કેમ ના પડે ? વાંધો શો આવે છે ? અને ના ધોવાય તો ય આપણને વાંધો નથી. તું પ્રતિક્રમણ કરને ! તું સાબુને ઘાલ્યા જ કરજેને ! પાપને તું ઓળખે છે ખરો ?
સામાને દુઃખ થાય એ પાપ. કોઈ જીવને, એ પછી મનુષ્ય હો કે જાનવર હો કે ઝાડ હો. ઝાડને આમ વગર કામનાં પાંદડાં તોડ તોડ કરીએ તો એનેય દુ:ખ થાય, એટલે એ પાપ કહેવાય. એટલે સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : પણ મનુષ્ય એના સ્વભાવ પ્રમાણે કરતો હોય તો ય એમાં એને પુણ્ય-પાપ લાગે ?
દાદાશ્રી : સામાને દુઃખ થાય તો પાપ લાગે. એ સ્વભાવ પ્રમાણે કરે છે, પણ એણે સમજવું જોઈએ કે મારા સ્વભાવથી સામાને દુઃખ થાય છે. એટલે મારે એની માફી માગી લેવી જોઈએ કે મારો સ્વભાવ વાંકો છે ને તેથી દુઃખ થયું છે તેમને, એટલે માફી માગું છું.
આપણે પ્રતિક્રમણ કરીએ તો બહુ સારું. આપણાં કપડાં ચોખ્ખાં થાયને ? આપણાં કપડાંમાં શું કામ મેલ રહેવા દઈએ ? આવો દાદાએ રસ્તો દેખાડ્યો છે, તો શા માટે ચોખાં ના કરી નાખીએ ?!
પ્રશ્નકર્તા : અતિક્રમણ ક્યારે થાય છે, કે કંઈક પાછલાં જન્મોના હિસાબ હશે ત્યારે ?
દાદાશ્રી : હા, ત્યારે થાય. પ્રશ્નકર્તા : એટલે આપણાં માટે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે