________________
પાપ-પુણ્ય
અને અત્યારે તો એવાં પુણ્યશાળી છે જ ક્યાં તે ?! આ હમણે આ છેલ્લાં પચ્ચીસ વર્ષમાં તો કોઈ ખાસ એવું નથી.
બે નંબર તાણાતું દાત....
૪૯
પ્રશ્નકર્તા : બે નંબરના રૂપિયાનું દાન આપે તો તે ન ચાલે ?
દાદાશ્રી : બે નંબરનું દાન ખરેખર ના ચાલે. પણ છતાંય કોઈ માણસ ભૂખે મરતો હોય અને બે નંબરનું દાન આપે તો પેલાને ખાવા માટે ચાલે ને બે નંબરનું અમુક કાયદેસર વાંધો આવે, બીજી રીતે વાંધો નથી આવતો. એ નાણું હોટલવાળાને આપે તો એ લે કે ના લે ?
પ્રશ્નકર્તા : લઈ લે.
દાદાશ્રી : હા, તે વ્યવહાર ચાલુ જ થઈ જાય.
પ્રશ્નકર્તા : ધર્મમાં બે નંબરનો પૈસો છે તે વપરાય છે હમણાંના જમાનામાં, તો એમાંથી લોકોને પુણ્ય ઉપાર્જન થાય ખરું ?
દાદાશ્રી : ચોક્કસ થાયને ! એને ત્યાગ કર્યોને એટલો ! પોતાની
પાસે આવેલાનો ત્યાગ કર્યોને ! પણ એમાં હેતુ પ્રમાણે પછી એ પુણ્ય એવું થઈ જાય, હેતુવાળું ! આ પૈસા આપ્યા તે એક જ વસ્તુ જોવાતી નથી. પૈસાનો ત્યાગ કર્યો એ નિર્વિવાદ. બાકી પૈસા ક્યાંથી આવ્યા, હેતુ શો, આ બધું પ્લસ-માઈનસ થતાં જે બાકી રહેશે એ એનું. એનો હેતુ
શો કે સરકાર લઈ જશે એના કરતાં આમાં નાખી દોને !
શાસ્ત્ર વાંચત, પાપક્ષય કરે ?
પ્રશ્નકર્તા : સત્શાસ્ત્રોના વાચનથી પાપોનો ક્ષય ના થઈ શકે ?
દાદાશ્રી : ના, એનાથી પુણ્ય બંધાય ખરું. પાપોનો ક્ષય ના થાય. બીજું નવું પુણ્ય બંધાય, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. સત્શાસ્ત્રનો અભ્યાસ કરે, તેમાંથી સ્વાધ્યાય થાય એટલે ચિત્તની એકાગ્રતા, મનની એકાગ્રતા બહુ સુંદર થાય.
પૂ
પાપ-પુણ્ય
પાપ ધોવાય પ્રતિક્રમણથી !
પ્રશ્નકર્તા : પાપ ધોતાં આવડતું હોય તો ?
દાદાશ્રી : એવું ધોતાં ના આવડે. જ્ઞાની પુરુષ જ્યાં સુધી રસ્તો ના દેખાડે ત્યાં સુધી પાપ ધોતાં આવડે નહીં. પાપ ધોવું એટલે શું ? કે પ્રતિક્રમણ કરવું. અતિક્રમણ એટલે પાપ કહેવાય. વ્યવહારની બહાર કંઈ પણ ક્રિયા કરી એ પાપ કહેવાય, અતિક્રમણ કહેવાય. એટલે તેનું પ્રતિક્રમણ કરવું પડે. એટલે પછી પેલા બધાં પાપ ધોવાય, નહીં તો પાપ ધોવાય નહીં.
ત હોય કદિ પસ્તાવો બતાવટી !
દાદાશ્રી : આવાં તમે કેટલાં પ્રતિક્રમણ કરો છો ?
:
પ્રશ્નકર્તા : કોઈને દુઃખ થાય તો તરત પસ્તાવો કરું છું.
દાદાશ્રી : પસ્તાવો એ તો વેદના થાય છે તે છે. પસ્તાવો એ પ્રતિક્રમણ ના કહેવાય. છતાં એ સારું છે.
પ્રશ્નકર્તા : એક બાજુ પાપ કર્યા કરે ને એક બાજુ પસ્તાવો કર્યા કરે. આવું તો ચાલ્યા જ કરે.
દાદાશ્રી : એવું નથી થતું. જે માણસ પાપ કરે ને એ જો પસ્તાવો કરે તો એ બનાવટી પસ્તાવો કરી શકતો જ નથી અને સાચો જ પસ્તાવો
હોય. પસ્તાવો સાચો હોય એટલે એની પાછળ એક ડુંગળીનું પડ ખસે, પછી ડુંગળી તો આખી ને આખી દેખાય પાછી. ફરી પાછું બીજું પડ ખસે, હંમેશાં પસ્તાવો નકામો જતો નથી. દરેક ધર્મ પસ્તાવો જ આપ્યો છે. ક્રિશ્ચિયનોને ત્યાં પસ્તાવો જ કરવાનો કહ્યો છે.
પાપોનું પ્રાયશ્ચિત કઈ રીતે ?
પ્રશ્નકર્તા : આપણે કરેલાં પાપો ભગવાનના મંદિરમાં જઈને દર રવિવારે કબૂલ કરી દીધાં હોય તો પછી પાપ માફ થઈ જાયને ?
દાદાશ્રી : એવાં જો પાપ ધોવાતાં હોતને તો કોઈ માંદા-સાજા હોય