________________
પાપ-પુણ્ય
૨૯
૩૦
પાપ-પુણ્ય
જ સારી. બહુ પુણ્ય હોય તો આવડું મોટું શરીર થાય. શું કરવાનું એને ? કેટલા કિલોનું શરીર ? આપણે ઊંચકવાનું ને પલંગને ય ઊંચકવાનું ને ? પલંગે ય શું શું કર્યા કરે ને ?
પ્રશ્નકર્તા : પાપ અને પુણ્યનો ઉદય થાય, એની જીવનની ઘટનાઓ ઉપર કંઈક અસરો થાય, એનો કંઈક દાખલો આપીને સમજાવોને.
દાદાશ્રી : પાપનો ઉદય થાય એટલે પહેલા તો જોબ જતી રહે. પછી શું થાય ? વાઈફ ને છોકરો છે તે ત્યાં સ્ટોરમાં જવાના પૈસા માગે, તે આદત પહેલાંની પડેલી છે, એ પ્રમાણે કહેશે, બસો ડોલર આપો એટલે કકળાટ થાય પછી. અહીં સર્વિસ નથી ને શું બૂમાબૂમ કર્યા કરે છે વગર કામની. બસો બસો ડોલરના ખર્ચા કરવા છે ?! આ ત્યાંથી ચાલું થાય બધું નિરાંતે. એ ય રોજ કકળાટ, પછી બઈ કહેશે, બેન્કમાંથી લાવીને આપતા નથી. ત્યારે બેન્કમાં થોડું રહેવા દે કે ના રહેવા દે ? અહીં આનું ભાડું ભરવું પડશે. આ બધું નહીં કરી આપવું પડે. બેન્કમાં પૈસા ના ભરવા પડે ! પણ પેલી કકળાટ કરે, તે માથું પાકી જાય એવો કકળાટ કરે. આ બધાં લક્ષણ બળ્યું તે રાતે ઊંઘવા ના દે, અહીં અમેરિકામાં કેટલાંયને એવો એ અનુભવ થતો હશે અને કહે ય ખરો કર્કશા છે. રાંડ અને કર્કશા છે એવાં શબ્દ બોલે. એને જેટલા શબ્દો આવડે એટલા શબ્દો કડક બોલે. છોડે નહીં ? એને હેરાન કર્યા કરતી હોય, બિચારા એને આ ફેર નોકરી જતી રહી, એક તો ઠેકાણું ના હોય અને મગજ ઉંધું જ ચાલતું હોય, તેમાં પાછી આ હેરાન કરે. બને કે ના બને એવું ?
પ્રશ્નકર્તા : બને, બને.
દાદાશ્રી : કોઈ જગ્યાએ બનતું હશે કે ઘણી જગ્યાએ ? જોબ જતી રહી હોય તે મને મળેને, ‘દાદા જોબ જતી રહી છે, શું કરું’ કહેશે.
એ જોબ જતી રહી હોય અને દહાડા બહુ સુંદર રીતે કાઢે, એનું નામ વિવેકી માણસ કહેવાય. બૈરી ને એ બેઉ સારી રીતે દહાડા કાઢે એનું નામ વિવેકી. નવા કપડાં ના લાવે અને કપડાં પહેલાંના હોય ને તે પહેરે. ખાલી નોકરી ના મળે ને ત્યાં સુધી એટલો ટાઈમ કાઢી લે. અને ધણીઓએ ઉત્સાહી રહેવું જોઈએ, જોબ જતી રહે એટલે ડરવું નહીં
જોઈએ. આ આટલું ઘાસ કાપી કે એવું તેવું કરીને, સાંજે દસ-વીસ ડોલર લઈ આવ્યા. બહુ થાય, ભીડ તો પડે નહીં. ત્યારે કહે, ના, અમારે તો આ લોકો જુએ તો શું કહે ? અલ્યા મૂઆ, લોકોને તો જોબ છે, તારે જોબ નથી, તું પેલા એમનું કરી આપને. કોઈની આબરૂ આ દુનિયામાં રહી નથી. બધાએ કપડાં પહેરી લીધા છે એટલે આબરૂદાર દેખાય છે અને કપડાં કાઢી નાખે તો બધા નાગા દેખાય. એક જ્ઞાની પુરુષ એકલા કપડાં કાઢી નાખે તો ય નાગા ના દેખાય. બાકી બધું આ જગત આખું નાણું.
પ્રશ્નકર્તા: એક બાજુ જોબ ગઈ હોય અને બીજી બાજુ દાદા ભેગા થયા હોય, તો એ પાપ ને પુણ્ય બન્ને ભેગું થયું ?
દાદાશ્રી : આ પાપનો ઉદય સારો આવ્યો કે દાદા ભેગા થયા એટલે આપણને પાપમાં શું કરવું એ દેખાડી આપે અને આપણું રાગે પાડી આલે અને પુણ્યનો ઉદય હોય અને દાદા ભેગા થયા હોય, એમાં શું દાદા પાસે જાણવાનું મળ્યું આપણને, પણ પાપનો ઉદય હોય ત્યારે દાદા કહેશે કે જો ભઈ, આવી રીતે વર્તજે હું, હવે આમ કરો તેમ કરો ને આ બધું રાગે પાડી આપે. એટલે પાપનો ઉદય હોય અને દાદા ભેગા થાય એ બહુ સારું કહેવાય.
રહસ્ય, બુદ્ધિના આશય તણાં.... દરેક માણસને પોતાના ઘરમાં આનંદ આવે. ઝૂંપડાવાળાને બંગલામાં આનંદ ના આવે અને બંગલાવાળાને ઝૂંપડામાં આનંદ ના આવે. એનું કારણ એની બુદ્ધિનો આશય. જે જેવું બુદ્ધિના આશયમાં ભરી લાવ્યો હોય તેવું જ તેને મળે. બુદ્ધિના આશયમાં જે ભરેલું હોય તેના બે ફોટા પડે, (૧) પાપફળ અને (૨) પુણ્યફળ. બુદ્ધિના આશયનું દરેકે વિભાજન કર્યું. તે સો ટકામાંથી મોટા ભાગના ટકા મોટર-બંગલા, છોકરા-છોકરીઓ અને વહુ એ બધાં માટે ભર્યું. તે એ બધું મેળવવા પુણ્ય એમાં ખર્ચાઈ ગયું અને ધર્મને માટે માંડ એક કે બે ટકા જ બુદ્ધિના આશયમાં ભર્યા.
પ્રશ્નકર્તા : બુદ્ધિનો આશય જરા વિશેષ સમજાવોને, દાદા ! દાદાશ્રી : બુદ્ધિનો આશય એટલે ‘આપણે બસ ચોરી કરીને જ