________________
૧૩૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૩૩
છે, આ બુદ્ધિનો દાખલો આપો તો હું કબૂલ છું. પણ મા-બાપ તો શું કહે, માંસ ના ખાઈશ, માંસાહાર ના કરીશ, મીટ ના ખઈશ. પણ આ બધા ખાય છે ને હું કેમ ના ખઉં. તે આ બધા સ્કૂલમાં ખાય છે ને ! એટલે પણ મા-બાપ શું જવાબ આપે પછી ? એટલે આવો જવાબ આપે સાયન્ટિફિકલી, ત્યારે એ લોકો સ્વીકાર કરે.
પ્રશ્નકર્તા : પેલી બર્નાડ શૉની વાત કરો ને !
દાદાશ્રી : હા, બર્નાડ શૉને એક જણે પૂછ્યું કે તમે માંસાહાર કેમ કરતા નથી ? ત્યારે કહે, મારું શરીર એ છે તે કબ્રસ્તાન નથી. આ મરઘા-કૂકડાનું કબ્રસ્તાન નથી એ. તે પણ એમાં શું ફાયદો ? ત્યારે કહે, આય વોન્ટ ટુ બી એ સીવીલાઈઝડ મેન.” છતાં ય કરે છે. ક્ષત્રિયોને અધિકાર છે, પણ ક્ષત્રિયપણું રહ્યું હોય તો અધિકાર છે.
આ વાત ક્યાંય હોઈ શકે નહીં. આ વાત શાસ્ત્રમાં ના હોય, પુસ્તકમાં ના હોય, મગજમાં ના હોય. આ તો બોધ કળા છે. અજાયબ જ કળા છે, નવું વિજ્ઞાન છે. છોકરાને તો ડાહ્યા બનાવવા જોઈએ. ઉશ્કેરાટ વગરના, કેવા સુંદર ! ઉશ્કેરાટ એનો ઊભો કરીએ, ઉશ્કેરાટનો ખોરાક ખવડાવીએ અને સંસ્કાર ખોળીએ, એ બે કેમ બને ? એને દાળ, ભાત, રોટલી, શાક બધો સાદો ખોરાક આપીએ એ બહુ સુંદર ખોરાક છે, એમાં વાંધો નથી.
દૂષણો દૂર કીધાં, તવી ફેશતતાં... નખ તે હોટલ-બારતા જશમતાં!
બાળકોને મીઠાઈનાં માઠાં પરિણામ; તાતી વયે વિષયો મચાવે તોફાતા
પ્રશ્નકર્તા : આ નાના છોકરાઓને મગસ ખવડાયા કરે છે, તે ખવડાવાય ?
દાદાશ્રી : ના ખવડાવાય, મગસ ના ખવડાવાય. નાના છોકરાઓને મગસને, ગુંદરપાક, દગડા ના ખવડાવાય. એમને સાદો ખોરાક આપવો અને દૂધ પણ થોડું આપવું જોઈએ. છોકરાને ના અપાય આવું બધું-આપણા લોકો તો બધા દૂધની ચીજો ખવડાય ખવડાય કરે છે. મૂઓ ના ખવડાવાય. ઉશ્કેરાટ વધશે અને બાર વરસનો થયો ત્યારથી દ્રષ્ટિ બગડશે મૂઆની. ઉશ્કેરાટ ઓછો થાય એવો ખોરાક આપવો જોઈએ. છોકરાંઓને, બાળકોને આ તો બધું ખ્યાલમાં નથી. જીવન કેમ જીવવું તે ભાન જ નથી ને !
પ્રશ્નકર્તા : આ તો દ્રષ્ટિ જ ઊંધી છે, કેમ છોકરાને જાડો કરીએ !
દાદાશ્રી : “છોકરાં કેવી રીતે ઉછેરવા અને નર્સરી કેવી રીતે કરવી તે ભાન જ નથી એમને. છોકરાં બાળઉછેરની જોખમદારી ઘણી વધારે છે. લોક શરીરની જોખમદારી એકલી જ સમજે છે. આ તો નર્સરી છે !!
એક માણસ બધી રીતે દોષિત થયેલો હોય. એના દોષો કાપવા જોઈએ. તો દોષ એ આચાર છે અને આચાર ઉદયાધીન છે. એટલે કશું વળે નહીં અને આપણે વસ્યા કરીએ. અને એ વળે નહીં, વત્યા કરીએ ને પેલો ઉલટો ભાવ અવળાં કરે. બાપ છોકરાને વઢે. રોજ હોટલમાં જઉં છું, પેલાને જવું નથી છતાં જાય છે, બિચારાને છૂટકો નથી. જવું નથી છતાં ઉદય એને લઈ જાય છે પાછો. અને બાપ કહે છે, તું કેમ ગયો ? એટલે બહુ કહે કહે કરે ને, તો છોકરો બાપને તો કહે કે હું જવાનો નથી. પણ મનમાં નક્કી કરે, આપણે જવાના જ છીએ. એ છો ને બોલે. ઉલટાં ભાવ બગાડીએ છીએ. આ લોકોને બાપ તરીકે જીવતાં નથી આવડતું. મા તરીકે જીવતાં નથી આવડતું. ગુરૂ તરીકે જીવતાં નથી આવડતું. મારે બૂમો પાડવી પડે છે નરી. કંઈ આવડે છે જીવતાં ?
આ હોટલમાં ખાય છે તે પછી ધીમે ધીમે આમ ભેગો થાય અને એક બાજુ પડી રહે. પછી એ જ્યારે પરિપાક થાય ત્યારે મરડો થાય. ચૂંક આવે એ કેટલાંય વર્ષો પછી પરિપાક થાય. અમને તો આ અનુભવ થયો ત્યાર પછી બધાને કહેતા કે હોટલનું ના ખવાય. અમે એક વખત મીઠાઈની દુકાને ખાવા ગયેલા. તે પેલો મીઠાઈ બનાવતો હતો. તેમાં પરસેવો પડે, કચરો પડે ! આજકાલ તો ઘેરે ય ખાવાનું બનાવે છે તે ક્યાં ચોખ્ખું હોય છે ? લોટ બાંધે ત્યારે હાથ ધોયા ના હોય, નખમાં મેલ ભરાયો હોય.