________________
૧૩૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૩૧
પ્રશ્નકર્તા : ભાવે જ નહીં.
દાદાશ્રી : ત્યારે એ ઈડાં એ જ છે. બચ્ચાં જ છે. તને નહીં લાગતું કે બચ્ચાં જ છે. એની મહીં બચ્યું જ થવાનું ને ?
પ્રશ્નકર્તા : એમાં ઈડાં પણ શાકાહારી ઈડાં હોય છે, એવી લોકોની માન્યતા હોય છે.
દાદાશ્રી : ના, એ તો રોંગ માન્યતા છે એ ઈડાંને નિર્જીવ ઈંડાં કહે છે, એ જીવ વગરની વસ્તુ. જેમાં જીવ ના હોય એ વસ્તુ ખવાય નહીં.
પ્રશ્નકર્તા : આ જુદી વાત લાગે છે.
દાદાશ્રી : જુદી એટલે એઝેક્ટ વાત છે. આ તો સાયન્ટિસ્ટોને કહ્યું હતું કે હંમેશાં નિર્જીવ કોઈ વસ્તુ ખવાય નહીં. અને જીવ હોય તો ખવાય. એમાં જીવ ખરો પણ અમુક જાતનો જીવ. એટલે આ તો એ લોકોએ ખોટો લાભ ઉઠાવ્યો છે જગતનો. એને અડાય જ નહીં અને આવા છોકરાઓને ઈડાં ખવડાવાથી શું થાય, શરીર પછી એટલું બધું ઉશ્કેરાટવાળું થાય કે પછી માણસના કંટ્રોલમાં રહે નહીં. અમુક આપણું વેજીટેરિયન ફૂડ તો બહુ સારું હોય, કાચું ભલે રહ્યું. ડૉકટરોનો એમાં દોષ નથી હોતો. ડૉકટર તો એની બુદ્ધિ અને એની સમજણ પ્રમાણે કર્યા કરે. આપણે આપણી સંસ્કાર સાચવવાના ને. આપણે સંસ્કારી ઘરવાળા લોકો છીએ.
મનમાં એમ થતું નથી કે બધા લોકો કેમ બીજું ખાય છે ને હું કેમ એકલો જ બીજું ખાઉં છું !
દાદાશ્રી : ના, એવું થતું નથી. પણ તો ય હજુ એને બીજા સંસ્કાર બદલાય, હજુ અવસ્થા એવી છે, ...ઉંમર. એટલે આપણો અહીંનો એવો એવો સરસ સ્વાદિષ્ટ ખોરાક બીજો બનાવી આપવો કે એને આમાં જ સ્વાદ લાગ્યા કરે ! બીજા કશાથી કંટાળો આવે. અને એવી વાત નીકળે તો આપણે વાત કરવી કે શી રીતે આ ગંદવાડો ખવાય ? ગમે શી રીતે આ ? એ કોઈકને કાપીને ખઈ જવાનું તે ગમતું હશે ?! એ એટલે આ છોકરાઓને હું માંસાહાર છોડાવડાવું છું બિચારાને. ઘુસી ગયેલું, છોડાવ્યું પછી મેં.
પ્રશ્નકર્તા : અમેરિકામાં દાદાએ કેટલા ય છોકરાઓને એકદમ ટર્ન કરી દીધા.
દાદાશ્રી : હા, એમનાં મા-બાપ ફરિયાદ કરવા આવ્યા કે આ છોકરા અમારા બગડી જવા બેઠા છે, એનું શું કરીશું ? મેં કહ્યું, તમે ક્યારે સુધરેલા હતા તે વળી પાછા છોકરા બગડી ગયા ! તમે માંસાહાર કરો છો ? ત્યારે કહે, કોઈક દહાડો. પેલું પીવાનું ? ત્યારે કહે, કોઈક દહાડો. એટલે આ છોકરા જાણે કે મારા બાપા કરે છે એટલે હિતકારી વસ્તુ છે આ. હિતકારી હોય તે જ મારો બાપ કરે ને, કહેશે. એટલે તમને શોભે નહીં આ બધું. એટલે પછી એ છોકરાને માંસાહાર છોડાવી દીધો. એમને કહ્યું, છોકરાઓને કે ‘ભઈ આ બટાકા તું કાપી શકું ? આ પપૈયો તું કાપી શકું ? આ બધા એપલ કાપી શકું ? આ બધું તું કાપી શકું ?’ ‘હા, બધું કાપી નાખું.” મેં કહ્યું, ‘કોળું આવડું હોય તો ?” “તે એ ય કાપી શકું.” કાકડી આવડી હોય તે ય કાપી શકે એ ? તે ઘડીએ હાર્ટને અસર થાય? ત્યારે કહે, “ના.” પણ મેં કહ્યું, ‘બકરી કાપી શકું ?” ના. “મરઘી કાપી શકું ?” ત્યારે કહે ‘ના કપાય મારાથી.’ માટે જ તારું હાર્ટ એક્સેપ્ટ કરે છે કાપવામાં, એટલી જ વસ્તુ તું ખાજે. તારું હાર્ટ એક્સેપ્ટ ન કરતું હોય, હાર્ટને ગમે જ નહીં, એ નહીં એ વસ્તુ ખાઈશ નહીં. નહીં તો એના પરીણામ ઊંધા આવે છે અને તે પરમાણુ તને હાર્ટ ઉપર અસર કરશે. એટલે છોકરાઓ સારી રીતે સમજી ગયા અને છોડી દીધું. છોકરા કહે
જો જાતે ચીકત તું શકે કાપી; તો જ હાટે ખાવા માટે રજા આપી!
બાબાને સંસ્કાર એવા આપો કે ફર્સ્ટ કલાસ થઈ જાય એવો. આ અહીંનું ખોરાક-બોરાક કશું પેસે નહીં એવું બિચારાને. ઉત્તમમાં ઉત્તમ ખોરાક આપવો. આપણો ઉત્તમ ખોરાક એવો આપવો કે આ જ એને સાંભર સાંભર થયા કરે. પેલું ગમે નહીં એવું થઈ જાય. ત્યારે ખરું કહેવાય.
પ્રશ્નકર્તા : એ છેને ! ખોરાક અહીંયા આપણો જ લે છે. અને હવે